મૂડીઝે ભારતનું રેટિંગ અપગ્રેડ કરવામાં કયાં પરિબળો ધ્યાનમાં લીધાં

ભારત ઝડપથી વિકસી રહેલો દેશ : GDP વધશે, જર્મનીને ઓવરટેક કરશે

moodys

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ગઈ કાલે ભારતનું રેટિંગ BAA૩થી અપગ્રેડ કરીને BAA૨ અને રેટિંગનું આઉટલુક પૉઝિટિવથી સ્ટેબલ કરાયું હોવાને કારણે મૂડીબજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

તમામ વધારા-ઘટાડા સામે મૂડીઝે એવાં પરિબળોની યાદી પણ બહાર પાડી છે જેના આધારે ભારતનું રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે. ભારતનું રેટિંગ અપગ્રેડ કરવામાં GST, નોટબંધી, કન્સ્ટ્રક્શન સેક્ટરમાં થઈ રહેલો ભારે વિકાસ, ફુગાવામાં ઘટાડો અને ઓછા વ્યાજદર જેવાં અનેક પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ઝડપથી વિકસી રહેલો દેશ

IMF અને વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુક ઑક્ટોબર ૨૦૧૭ અનુસાર ભારત બ્રિક્સ અને એસિયન સમૂહમાં સૌથી ઝડપથી વધી રહેલો દેશ છે. જોકે આ ગણનામાંથી મ્યાનમારને બાકાત રાખવામાં આવ્યું છે. અર્ન્સ્ટ ઍન્ડ યંગે પણ ગયા વર્ષે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયની પ્રશંસા કરી હતી.

GDP વધવાની આશા

GST, નોટબંધી, નિકાસમાં વધારો, SMEને સહાયક થવા માટે સરકારે લીધેલાં પગલાં જેવાં અનેક પરિબળોને કારણે દેશનો GDP એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં ૬.૭૦ ટકા અને ૨૦૧૮-’૧૯માં ૭.૫૦ ટકા રહેવાની મૂડીઝને આશા છે. IMFના મતે આ GDP સમાન ગાળામાં અનુક્રમે ૬.૭ ટકા અને ૭.૪ ટકા રહી શકે છે. એ ઉપરાંત જાહેર ક્ષેત્રની બૅન્કોની NPA ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યાં છે એને કારણે પણ દેશનો વિકાસ ૮-૧૦ ટકા સુધી થવાની સંભાવના છે.

૨૦૨૨માં જર્મનીને કરશે ઓવરટેક

ભારતના વિકાસને ધ્યાનમાં રાખીને IMFએ એવી પણ આગાહી કરી છે કે જો ભારત સતત વિકાસ કરતું રહ્યું તો ૨૦૨૨માં એ DGPની બાબતમાં જર્મનીને ઓવરટેક કરીને વિશ્વમાં ચોથું સ્થાન હાંસલ કરી શકશે અને બ્રિટનને ટૉપ પાંચ દેશોની યાદીમાંથી બહાર કરી શકશે. દેશમાં ખરીદક્ષમતા અને માથાદીઠ આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સેન્ટ્રલ સ્ટૅટિસ્ટિક ઑફિસ (CSO)ના મતે નાણાકીય વર્ષ ૨૦૧૬ની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૧૭માં માથાદીઠ આવકમાં ૧૦.૪૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

ફુગાવો સ્થિર

એશિયન ડેવલપમેન્ટ બૅન્કે ભારતમાં ફુગાવાનો દર નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ માટે ૫.૨ ટકા ધાર્યો હતો પણ હવે એ અંદાજ ઘટાડીને માત્ર ૪ ટકા કર્યો છે. ૨૦૧૬-’૧૭માં ફુગાવો સરેરાશ ૪.૫ ટકાના સ્તરે સ્થિર રહ્યો હતો.

અન્ય પરિબળોનું યોગદાન

દેશની નિકાસમાં ૪.૭૦ ટકા (૨૭૪.૭૦ અબજ ડૉલર)નો વધારો, ફૉરેન એક્સચેન્જ રિઝર્વમાં જબરદસ્ત વધારો (૩૯૮ અબજ ડૉલર), નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૬૧.૧૦ અબજ ડૉલરનું વિદેશી રોકાણ ખેંચાઈ આવવું, કન્સ્ટ્રક્શન સેક્ટરનું દેશની GDPમાં નોંધપાત્ર યોગદાન જેવાં અનેક પરિબળોને મૂડીઝના અપગ્રેડેડ રેટિંગમાં સમાવી લેવામાં આવ્યાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK