LTCG ટૅક્સને લીધે નહીં, વૈશ્વિક પરિબળને લીધે શૅરબજારમાં ઘટાડો થયો છે : નાણાસચિવ

ઇક્વિટી માર્કેટમાં આવેલો ઘટાડો બજેટમાં જાહેર કરાયેલા લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (LTCG) ટૅક્સને લીધે નહીં, પણ વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન નબળા માનસને લીધે આવ્યો છે એમ નાણાસચિવ હસમુખ અઢિયાએ ગઈ કાલે કહ્યું હતું.

LTCG

લિસ્ટિંગ થયા વગરના શૅર વેચવામાં આવે અથવા સ્થાવર મિલકત વેચવામાં આવે તો ૨૦ ટકા ટૅક્સ લાગે છે. એની સામે ઇક્વિટી પરનો ૧૦ ટકાનો LTCG ટૅક્સ ઓછો કહેવાય. કમનસીબી એ છે કે વૈશ્વિક સ્તરે બજારો નીચે જઈ રહ્યાં છે એવા સમયે LTCG ટૅક્સની જાહેરાત કરવામાં આવી છે.

ઇક્વિટી માર્કેટ્સનો તમામ દેશોનો MSCI ઇન્ડેક્સ ગયા સપ્તાહે, ખાસ કરીને ગુરુવારે અને શુક્રવારે ૩.૪ ટકા ઘટ્યો હતો. દેખીતી વાત છે કે આખા વિશ્વનો ઇન્ડેક્સ આટલો ઘટ્યો હોય તો ભારતીય સ્ટૉક માર્કેટમાં એની અસર થયા વગર રહે નહીં. અમેરિકામાં સરકારી બૉન્ડ પરની ઊપજ વધવાને લીધે ઇક્વિટી માર્કેટ તૂટી છે અને ભારતીય માર્કેટ વૈશ્વિક માર્કેટથી અલિપ્ત નથી એમ અઢિયાએ જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે LTCGમાં ૩૧ જાન્યુઆરીના ભાવને આધાર ગણવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી કોઈએ મજબૂરીમાં આવીને ઉતાવળ કરવાની જરૂર નથી. શૅર તાબડતોબ વેચીને કોઈ ફાયદો નથી. આમ હાલનો શૅરબજારનો ઘટાડો વૈશ્વિક પરિબળને લીધે છે.

વેપારીઓ કરતાં પગારદાર અધિક કર ચૂકવે છે  સરકાર આ અસમતુલા દૂર કરશે

પગારદારો અને વેપારીઓ દ્વારા ચૂકવવામાં આવેલા વેરામાં અસમતુલા જણાઈ છે. સાત લાખ કંપનીઓમાંથી અડધોઅડધ કંપનીઓઅએ ઇન્કમ-ટૅક્સ રિટર્ન્સમાં ઝીરો અથવા ખોટ દર્શાવી છે. સરકાર ફુલપ્રૂફ ટેક્નૉલૉજિકલ સિસ્ટમ દ્વારા વિવિધ વર્ગો દ્વારા ચૂકવાતા વેરાની અસમતુલા દૂર કરવા પર કામ કરી રહી છે એમ નાણાસચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું.  નોટબંધી અને GSTના અમલ બાદ કરદાતાઓની સંખ્યા વધી છે અને દેશને ટૅક્સ કૉમ્પ્લાયન્ટ સોસાયટી બનાવવાના સંકલિત પ્રયાસો થઈ રહ્યા છે. ઈ-વે બિલ અને ઇન્વૉઇસ મૅચિંગ નવા ઇન્ડાયરેક્ટ ટૅક્સ માહોલમાં કરચોરી ડામવામાં સહાય કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

પગારદાર વર્ગ

CIIના બજેટ બાદના કાર્યક્રમમાં અઢિયાએ કહ્યું હતું કે ‘વ્યક્તિગત આવકવેરા શ્રેણીમાં પગારદાર લોકો વેપારી લોકો કરતાં અધિક વેરો ચૂકવે છે. આકારણી વર્ષ ૨૦૧૬-’૧૭ માટે ૧.૮૯ કરોડ પગારદાર વ્યક્તિઓએ ઇન્કમ-ટૅક્સ રિટર્ન્સ ફાઇલ કર્યાં હતાં અને કુલ ૧.૪૪ લાખ કરોડ રૂપિયા વેરો ચૂકવ્યો હતો જે પ્રત્યેક વ્યક્તિદીઠ ૭૬,૩૦૬ રૂપિયાનો વેરો દર્શાવે છે. આની સામે પ્રોફેશનલ્સ સહિત ૧.૮૮ કરોડ વ્યક્તિગત વેપારી કરદાતાઓએ ૪૮,૦૦૦ કરોડ રૂપિયાનો વેરો ચૂકવ્યો છે જે વ્યક્તિદીઠ ૨૫,૭૫૩ રૂપિયાના વેરાની ચુકવણી દર્શાવે છે.

વિશ્વમાં પર્સનલ ટૅક્સની આવક


કરદાતાઓની સંખ્યા એપ્રિલ ૨૦૧૪ના પ્રારંભમાં ૬.૪૭ કરોડ હતી એ એપ્રિલ ૨૦૧૪માં વધીને ૮.૨૭ કરોડની થઈ હતી. કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવાની માગણી વિશે તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં પર્સનલ ઇન્કમ ટૅક્સની આવક કૉર્પોરેટ ટૅક્સ કરતાં ઊંચી છે, જ્યારે ભારતમાં એમ નથી. એવી સ્થિતિ ઊભી થાય ત્યારે કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવાની જગ્યા બની શકે એમ તેમણે કહ્યું હતું.

૨૦૧૫-’૧૬ના બજેટમાં નાણાપ્રધાને કૉર્પોરેટ ટૅક્સ તબક્કાવાર ઘટાડવામાં આવશે એમ જાહેર કર્યું હતું અને અત્યારે માત્ર ૭૦૦૦ કૉર્પોરેટ હાઉસ ૩૦ ટકાના સ્લૅબમાં છે. ૨૦૧૮-’૧૯ના બજેટમાં ૨૫૦ કરોડ રૂપિયા સુધીના વેપારો માટે ૨૫ ટકાના કૉર્પોરેટ વેરાની ભલામણ કરવામાં આવી છે.  

લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ વિશે સરકારની સ્પષ્ટતા : આ ટૅક્સનો અમલ ૧ એપ્રિલથી થશે

ઇક્વિટી શૅર્સના હોલ્ડિંગ્સ પરનો સૂચિત લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ૨૦૧૮ની ૧ એપ્રિલથી કે એ પછી કરાયેલા શૅરોના વેચાણ પર થયેલા નફાને લાગુ પડશે.

કૅપિટલ ગેઇનની ગણતરી કરવા ખરેખરી ખરીદકિંમત અથવા ૩૧ જાન્યુઆરીની મહત્તમ ટ્રેડેડ પ્રાઇસ એ બેમાંથી જે અધિક હશે એને કૉસ્ટ તરીકે લેવામાં આવશે એમ સરકારે સોમવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું.

નાણાપ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૮-’૧૯ માટેના બજેટમાં શૅર્સના વેચાણમાં થયેલા નફા પર લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સની જોગવાઈ કરી  છે. એને પગલે શૅરોના ભાવ ઘટી રહ્યા છે ત્યારે સરકારે ફ્રીક્વન્ટ્લી આસ્ક્ડ ક્વેન્સના રૂપમાં જણાવ્યું છે કે શૅરોના વેચાણમાંથી ઉદ્ભવતા લૉન્ગ ટર્મ ગેઇનને કરમુક્તિ આપવાથી એ બાબત મૅન્યુફૅક્ચરિંગની વિરુદ્ધમાં જાય છે અને મૂડીરોકાણ ફાઇનૅન્શિયલ ઍસેટમાં ડાઇવર્ટ કરવાને પ્રોત્સાહન મળે છે.

આ ટૅક્સ ૨૦૧૮ની ૧ એપ્રિલે અથવા ત્યાર બાદ કરાયેલા ટ્રાન્સફરને લાગુ પડશે અને ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ અને ૩૧ માર્ચ ૨૦૧૮ વચ્ચે કરવામાં આવેલા ટ્રાન્સફરને ઍક્ટના સેક્શન ૧૦ હેઠળના ક્લોઝ (૩૮) પ્રમાણે કરમુક્તિને પાત્ર રહેશે એમ જણાવાયું હતું. એક કાર્યક્રમમાં નાણાસચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે ઇક્વિટી બજારમાં હાલની વેચવાલી વિશ્વના નરમ સેન્ટિમેન્ટને કારણે છે અને ૧૪ વર્ષ બાદ પુન: દાખલ કરવામાં આવેલા લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સને કારણે નહીં.

LTCGની અસર IPO પર પણ થશે

લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સની અસર શૅરબજાર પર તો થઈ જ છે, પરંતુ આ ટૅક્સની અસર IPO અને ઑફર ફૉર સેલ પર પણ પડવાની શક્યતા છે. પ્રમોટર્સ અને પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સ જેઓ IPO મારફત પોતાના શૅર વેચચાનું આયોજ કરતા હશે તેમણે બજેટની નવી જોગવાઈ મુજબ એપ્રિલ બાદ તેમના વેચાણ પર થનારા નફા પર ૧૦ ટકાનો ટૅક્સ ભરવાનો આવશે. આમાં કંપનીનો ઇશ્યુ ભાવ અને ૨૦૧૮ના ૩૧ જાન્યુઆરીના ભાવ વચ્ચેના ફરકને ધ્યાનમાં રખાશે.

આ ઉપરાંત ઑફર ફૉર સેલમાં શૅર વેચનાર-છૂટા કરનારને પણ ૧૦ ટકાનો ટૅક્સ ભરવાનો આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK