દિવાળીની રીટેલ ખરીદીમાં ધીમી ગતિએ વૃદ્ધિ થઈ રહી છે

GST અને ડીમૉનેટાઇઝેશન સાથે વરસાદની પણ અસર

retail

દિવાળીમાં ધંધો કેવો ચાલે છે એવા સવાલો વેપારીઓ અને એમાંય ખાસ કરીને રીટેલ વેપારીઓ એકબીજાને પૂછે ત્યારે મિશ્ર જવાબો મળે છે. દિવાળીની ખરીદી મંદ જણાય છે છતાં ઘણા વેપારોમાં ગયા વર્ષ કરતાં પંદરથી વીસ ટકા વધારાની અપેક્ષા પણ વ્યક્ત થાય છે. છેલ્લા એક સપ્તાહમાં ગ્રાહકીનો તખ્તો પલટાયો હોવાનું લાગે છે જે ધીમી ગતિએ ખરીદીમાં વધારો થવાના નિર્દેશ કરે છે.

મૉલ્સનો ધંધો દસથી વીસ ટકા ઊંચો ગયો હોવાનું જાણવા મળે છે, જ્યારે ફેરિયાઓ વધુ ધંધો કરી રહ્યા છે. અમુક દુકાનો ખાલી યા મિનિમમ ઘરાકીમાંથી પસાર થઈ રહી છે. વેપારીઓ કહે છે કે ‘આ વર્ષની દિવાળીની શરૂઆત મંદ ગતિએ થઈ હતી, પણ તાજેતરના સપ્તાહમાં આ ખરીદીમાં મૂવમેન્ટ વધી છે. અલબત્ત, ક્યાંક વરસાદને કારણે પણ ઘરાકી ઢીલી પડી છે.

ખાસ કરીને રસ્તાઓ પરના ફેરિયાઓ અને દુકાનોમાં પણ એની અસર થઈ છે. આમ છતાં આ વખતે ઑનલાઇન શૉપિંગનું પ્રમાણ વધી રહ્યું છે એ નોંધવું રહ્યું.’

ડીમૉનેટાઇઝેશન અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ની અસર ચોક્કસ માત્રામાં અવશ્ય છે, પરંતુ ખરીદીની પૅટર્ન બદલાઈ રહી હોવાથી પણ મંદ ગતિની અસર જણાય છે. ઑનલાઇન પર ધૂમ ડિસ્કાઉન્ટ અને ઑફરો ચાલતી હોïવાથી ફિઝિકલ ખરીદીનો પ્રવાહ અને પ્રમાણ ઓછા દેખાય એ સહજ છે.

જેમાં ખરીદી વધી છે એમાં ઑટો સેક્ટર, અપૅરલ બ્રૅન્ડ, જ્વેલરી, FMCGનો સમાવેશ થાય છે. જોકે વેપારીઓ હવે થોડી ગતિ પામેલી ખરીદી નાતાલ સુધી ચાલતી રહેશે એવી આશા રાખે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK