નિકાસકારો ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચૂકવાયેલાં GST માટેનાં રીફન્ડ ક્લેમ કરવાનું શરૂ કરી શકે છે

GSTNના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે કરી જાહેરાત

GST

GST નેટવર્ક (GSTN) આ સપ્તાહે રીફન્ડની પ્રક્રિયા માટેની ઑનલાઇન અરજી લૉન્ચ કરવાનું હોવાથી નિકાસકારો ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચૂકવાયેલાં GST માટેનાં રીફન્ડ ક્લેમ કરવાનું શરૂ કરી શકે છે.

GSTNના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પ્રકાશકુમારે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. GSTનું ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી માળખું હૅન્ડલ કરતી કંપની GST નેટવર્કે જુલાઈ મહિના માટે ચૂકવાયેલા ઇન્ટિગ્રેટેડ GST માટે નિકાસકારોને રીફન્ડ ઇશ્યુ કરવાનું ૧૦ ઑક્ટોબરથી શરૂ કરી દીધું હતું.

GSTR-૩B અને GSTR-૧નું મૅચિંગ કર્યા બાદ આ રીફન્ડ ચૂકવવાની શરૂઆત થઈ હતી. ઑગસ્ટ-સપ્ટેમ્બર માટે GSTR-૩B રિટર્ન્સ ફાઇલ થઈ ગયાં છે અને GSTR-૧ નામનાં આખરી રિટર્ન્સ હજી ભરવામાં આવ્યાં નથી.

કુમારે જણાવ્યા મુજબ ઑગસ્ટ અને સપ્ટેમ્બર માટેનાં ઇન્ટિગ્રેટેડ GST (IGST)નાં રીફન્ડ ક્લેમ કરવા માટેની અલાયદી ઑનલાઇન ઍપ આ સપ્તાહથી GSTN પોર્ટલ પર શરૂ થઈ જશે.

આ કંપનીએ એવી ઍપ વિકસાવી છે જેમાં નિકાસકારો નિકાસની વિગતો કોષ્ટક-૬Aમાં ભર્યા બાદ GSTR-૧નો હિસ્સો એવા વેચાણના આંકડા સેવ અને અપલોડ કરી શકે છે. પછીથી એ કોષ્ટક અલગથી એક્સટ્રૅક્ટ કરી શકાશે અને નિકાસકારે એના પર ડિજિટલ સહી કરી લીધા બાદ એ સીધું કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં ચાલ્યું જશે.

કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ શિપિંગ બિલના આંકડા અને GSTR-૩ગ્માં લખાયેલા ચૂકવાયેલા કરવેરાના આંકડા સાથે એ કોષ્ટકની માહિતીનું વૅલિડેશન કરશે અને રીફન્ડ હશે તો ઇલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સિસ્ટમ દ્વારા નિકાસકારના બૅન્ક-અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે અથવા તો ચેક ઇશ્યુ કરવામાં આવશે.

પ્રાપ્ત આંકડા મુજબ જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફાઇલ થયેલાં GSTR-૩B રિટર્ન્સની સંખ્યા અનુક્રમે ૫૫.૮૭ લાખ, ૫૧.૩૭ લાખ અને ૪૨ લાખ હતી.

જુલાઈ અને ઑગસ્ટમાં ઇન્ટિગ્રેટેડ GST પેટે ૬૭,૦૦૦ કરોડ રૂપિયા જમા થયાનો અંદાજ છે એમાંથી આશરે ૫૦૦૦-૧૦,૦૦૦ કરોડ રૂપિયા નિકાસકારોને રીફન્ડ તરીકે આપવાના નીકળશે.

GST હેઠળ કોઈ એક્ઝૅમ્પ્શન આપવામાં આવતું નથી. આથી નિકાસકારોએ મૅન્યુફૅક્ચર્ડ વસ્તુઓ પર પહેલાં IGST ચૂકવવો પડે છે અને પછી નિકાસ કર્યા બાદ એનાં રીફન્ડ ક્લેમ કરવાં પડે છે. આ વ્યવસ્થાને લીધે નાણાંની પ્રવાહિતા ઘટી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે GST કાઉન્સિલે તાજેતરમાં એક પૅકેજ આપવાનો નિર્ણય લીધો છે.

સરકાર નિકાસકારોનાં GSTનાં તમામ રીફન્ડ નવેમ્બરના અંત સુધીમાં ચૂકવી દેવાનું લક્ષ્ય ધરાવે છે.

GSTN પોર્ટલને લગતા અનેક પ્રશ્નોના હલ આવી ગયા છે

GST નેટવર્કના ચૅરમૅન અજયભૂષણ પાંડેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘GSTN પોર્ટલને લગતા અનેક પ્રશ્નોના હલ આવી ગયા છે. રિટર્ન્સ ભરવાનું કામ સહેલાઈથી થઈ શકે એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.’

પાંડેએ જણાવ્યા મુજબ બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીના વડપણ હેઠળના પ્રધાનોના સમૂહ દ્વારા દર પખવાડિયે પોર્ટલના કામકાજની સમીક્ષા કરવામાં આવે છે. આ સમૂહની આગામી બેઠક ૨૮ ઑક્ટોબરે છે.

૫૦ લાખ બિઝનેસો એક જ પોર્ટલ પર રિટર્ન્સ ફાઇલ કરે એ બાબત અનન્ય છે. આટલોબધો ધસારો હોય ત્યારે શરૂઆતના મહિનાઓમાં થોડી તકલીફ પડે એ શક્ય છે એમ પાંડેએ કહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK