કોઈ પણ લાયબિલિટી ચૂકવવા પૂરતી ઍસેટ્સ ઉપલબ્ધ : PNB

એણે સ્ટૉક એક્સચેન્જોને મોકલેલા ફાઇલિંગમાં જણાવ્યું છે કે અમે લેણી રકમ વસૂલ કરવા માટે કાનૂની વિકલ્પો અપનાવ્યા છે.

PNB

બૅન્કે લેટર ઑફ અન્ડરટેકિંગનું પ્રકરણ જાહેર કરીને રૂપિયાની રિકવરીના તમામ માર્ગો બંધ કરી દીધા હોવાની નીરવ મોદીની ટિપ્પણી સંબંધે સ્ટૉક એક્સચેન્જોએ બૅન્ક પાસેથી ખુલાસો માગ્યો હતો.

બૅન્કે ૧૪ ફેબ્રુઆરીએ નિયમનકારી ફાઇલિંગ દ્વારા કૌભાંડની જાણ કરી હતી. CBIમાં ફરિયાદ નોંધાવાઈ એ વખતે સ્ટૉક એક્સચેન્જોને કેમ જાણ કરવામાં આવી નહોતી એના જવાબમાં બૅન્કે જણાવ્યું છે કે કાયદાપાલન-એજન્સીઓને આ કેસમાં તપાસ સોંપવામાં આવી હોવાથી કોઈ પણ સમાચાર જાહેર થવાથી દગાખોરો ચેતી ગયા હોત અને એનાથી રિકવરીની પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર થઈ હોત. જોકે પ્રાથમિક તપાસ-અહેવાલના આધારે બૅન્કે ૨૮૦.૭ કરોડ રૂપિયાની દગાખોરીના પ્રારંભિક કેસની જાણ પોતાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને તથા બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જને કરી હતી.

વધુ તપાસને પગલે જાહેર થયેલા અહેવાલ મુજબ છેતરપિંડીની રકમ ૧૧,૩૯૪ કરોડ રૂપિયાની થઈ ત્યારે રિઝર્વ બૅન્કમાં ફ્રૉડ મૉનિટરિંગ રિટર્ન તથા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ ૨૦૧૮ની ૧૩ ફેબ્રુઆરીએ સાંજે નોંધાવવામાં આવ્યા હતા. ૧૪મીએ સવારે ૯ વાગ્યે બન્ને એક્સચેન્જોને માહિતી મોકલવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK