એપ્રિલ-જૂનના ગાળાનો આર્થિક વિકાસદર ૧૫ ક્વૉર્ટરમાં સૌથી વધુ

GDP હોય, રાજકોષીય ખાધ કે પછી દેશનાં આઠ મુખ્ય ક્ષેત્રોનો વૃદ્ધિદર હોય, સરકાર માટે આ ત્રણે મૅક્રોઇકૉનૉમિક પરિબળો રાહત આપનારાં પુરવાર થયાં છે

GDP

ગત એપ્રિલથી જૂનના ક્વૉર્ટરમાં દેશની GDPનો વૃદ્ધિદર ૮.૨ ટકા રહ્યો છે, જે પંદર ક્વૉર્ટરનો સર્વોચ્ચ દર છે. મૅન્યુફૅક્ચરિંગ અને કૃષિક્ષેત્રે થયેલા સુધારાને પગલે વૃદ્ધિદર ઉંચો રહ્યો છે. હજી ગુરુવારે જ નાણાપ્રધાન અરુણ જેટલીએ દેશની વૃદ્ધિ વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને શુક્રવારે એને સમર્થન આપનારા આંકડા બહાર આવ્યા છે. નોંધનીય છે કે એપ્રિલ-જૂનનો ચીનનો વૃદ્ધિદર ૬.૭ ટકા રહ્યો છે.

સેન્ટ્રલ સ્ટૅટિસ્ટિક્સ ઑફિસના નિવેદનમાં જણાવાયા મુજબ ૨૦૧૮-’૧૯ના પ્રથમ ક્વૉર્ટરમાં ઞ્Dભ્નું મૂલ્ય ૩૩.૭૪ ટ્રિલ્યન રૂપિયા રહ્યું છે. પાછલા વર્ષે સમાન ગાળામાં આ મૂલ્ય ૩૧.૧૮ ટ્રિલ્યન હતું. આમ ૮.૨ ટકાના દરે વૃદ્ધિ થઈ છે. આ આંકડા ૨૦૧૧-’૧૨ના ભાવના આધારે ગણવામાં આવ્યા છે. આ પહેલાં  ૨૦૧૪-’૧૫માં જુલાઈ-સપ્ટેમ્બર ગાળાનો વૃદ્ધિદર ૮.૪ ટકા જેટલો ઊંચો રહ્યો હતો.

સરકારી નિવેદન મુજબ એપ્રિલ-જૂનની GDP ૨૦૧૧-’૧૨ના સ્થિર ભાવે ૩૧.૬૩ ટ્રિલ્યન રૂપિયા થઈ હતી, જે પાછલા વર્ષે સમાન ગાળામાં ૨૯.૨૯ ટ્રિલ્યન રૂપિયા હતી. આમ એમાં ૮ ટકાના દરે વૃદ્ધિ થઈ છે.

૮ મુખ્ય ક્ષેત્રોનો જુલાઈનો વૃદ્ધિદર ૬.૬ ટકા

દરમ્યાન દેશનાં આઠ મુખ્ય ક્ષેત્રોનો જુલાઈ મહિનાનો વૃદ્ધિદર ૬.૬ ટકા રહ્યો હતો. કોલસો, રિફાઇનરી પ્રોડક્ટ્સ, સિમેન્ટ અને ખાતરમાં ઉત્પાદન વધ્યું હોવાનું આ પરિણામ છે. આ આઠ ક્ષેત્રોમાં કોલસો, ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે જુલાઈમાં એમનો વૃદ્ધિદર ૨.૯ ટકા જેટલો નીચો હતો.

ગઈ કાલે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ કોલસો, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ખાતર અને સિમેન્ટ ક્ષેત્રે અનુક્રમે ૯.૭, ૧૨.૩, ૧.૩ અને ૧૦.૮ ટકાના દરે ઉત્પાદન વધ્યું હતું. ક્રૂડ ઑઇલ અને નૅચરલ ગૅસનું ઉત્પાદન ઘટ્યું હતું. સ્ટીલમાં વૃદ્ધિદર ગયા વર્ષના ૯.૪ ટકાથી ઘટીને ૬ ટકા રહ્યો હતો.

રાજકોષીય ખાધની સ્થિતિમાં સામાન્ય સુધારો

દેશની રાજકોષીય ખાધ જુલાઈ મહિનામાં બજેટના અંદાજના ૮૬.૫ ટકા સુધી પહોંચી ગઈ હતી. પાછલા વર્ષે સમાન અરસામાં આ ટકાવારી ૯૨.૪ હતી.

સરકારી આંકડાઓ મુજબ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજકોષીય ખાધ એટલે કે સરકારી ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત ૫.૪ લાખ કરોડ રૂપિયા હતો.

સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના ૩.૩ ટકા સુધી રહેવાની ધારણા રાખી છે. એની રકમ ૬.૨૪ લાખ કરોડ રૂપિયા થાય છે.

ગત એપ્રિલ-જુલાઈ ગાળામાં સરકારની મહેસૂલી આવક વધવાને લીધે રાજકોષીય ખાધ ઓછી રહી છે.

મૅક્રોઇકૉનૉમિક સુધારાના મુખ્ય અંશો


૧) દેશની GDP પંદર ક્વૉર્ટરમાં સૌથી ઊંચા દરે વધી

૨) રાજકોષીય ખાધ બજેટ અંદાજના ૮૬.૫ ટકા રહી, જે ગયા વર્ષ કરતાં સારી સ્થિતિ કહેવાય

૩) મૅન્યુફૅક્ચરિંગ, વીજળી, ગૅસ, પાણીપુરવઠો, બાંધકામ, જાહેર વહીવટ, સંરક્ષણ ક્ષેત્રોમાં આર્થિક વૃદ્ધિનો દર પાછલા વર્ષની તુલનાએ સાત ટકા કરતાં વધારે રહ્યો

૪) આઠ મુખ્ય ક્ષેત્રોનો વૃદ્ધિદર જુલાઈમાં ૬.૬ ટકા રહ્યો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK