ભવિષ્યમાં સંજોગોના આધારે વધુ રાહત માટે વિચારીશું : જેટલી

ભૂતકાળમાં મિડલ ક્લાસને પૂરતી રાહત આપી ચૂક્યા છીએ, નાણાપ્રધાને મધ્યમ વર્ગને મોટી રાહત ન આપવાના પગલાનો બચાવ કર્યો

jaitley

બજેટમાં મધ્યમ વર્ગ માટે કોઈ મોટી રાહત ન આપવાના પગલાનો બચાવ કરતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘ભૂતકાળના બજેટમાં સરકારે એ વર્ગ માટે પર્યાપ્ત  કર્યું છે અને નાણાકીય સ્થિતિના આધારે રાહત માટે એની ભવિષ્યમાં વિચારણા કરવામાં આવશે. અનુપાલનની દૃષ્ટિએ દેશ સમક્ષ ગંભીર પડકાર છે. ભારત સામે કરદાતાઓની સંખ્યા વધારવાનો પડકાર છે અને તમે મેં રજૂ કરેલાં છેલ્લાં ચાર-પાંચ બજેટ જોશો તો તમને જણાશે કે લગભગ પ્રત્યેક બજેટમાં મેં નાના કરદાતાઓને રાહત આપી છે.’

અગાઉના લાભ


ભૂતકાળની વિવિધ જાહેરાતોનાં ઉદાહરણ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે ‘સરકાર જ્યારે સત્તા પર આવી ત્યારે મુક્તિમર્યાદા ૨,૦૦,૦૦૦ રૂપિયાથી વધારવામાં આવી હતી અને બચત પર બીજી ૫૦,૦૦૦ રૂપિયાની છૂટ આપવામાં આવી હતી એટલે એક લાખની મુક્તિમર્યાદા ૧.૫ લાખ રૂપિયાની થઈ અને આવાસ લોનની પુન: ચુકવણીની મુક્તિમર્યાદામાં બીજા ૫૦,૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને લિમિટ વર્ષે બે લાખ રૂપિયાની કરવામાં આવી.’

પ્રોફેશનલ્સને રાહત

ઓપન મૅગેઝિન દ્વારા યોજવામાં આવેલા બજેટ પછીના કાર્યક્રમમાં જેટલીએ જણાવ્યું હતું કે ‘૫૦ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પ્રોફેશનલ જેવા કે ડૉક્ટર્સ અને લૉયર્સ માટે વેરાની ગણતરી સરળ બનાવવામાં આવી. આવા નાના કરદાતાઓ માટે તેમની આવકના ૫૦ ટકા પર વેરો લાદવામાં આવ્યો અને બાકીના ૫૦ ટકા પ્રીઝમ્પટિવ ઇન્કમ સ્કીમ હેઠળ ખર્ચ ગણવામાં આવ્યો હતો.’

જેટલીએ ઉમેર્યું હતું કે ‘ગયા વર્ષે સરકારે વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતી વ્યક્તિઓ પરનો વેરો ૧૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો હતો જે વિશ્વમાં સૌથી નીચો છે. પગારદાર લોકો વેપારીઓ કરતાં અધિક કર ચૂકવે છે એ દર્શાવતો ચાર્ટ મેં આપ્યો હતો જે સ્ટાન્ડર્ડ ડિડક્શન પુન: દાખલ કરવાની દલીલને પુષ્ટિ કરે છે એટલે ભવિષ્યમાં તક મYયે એમાં વધારો કરવામાં આવશે.’

ફુગાવાના ઊંચા દરનો યુગ સમાપ્ત થયો છે

ક્રૂડ તેલના વધતા જતા ભાવની સરકારના ગણિત પર પડનારી અસર વિશે નાણાપ્રધાને કહ્યું હતું કે ‘હજી પણ એ સહ્ય સ્તરે છે. મને લાગે છે કે ભારત ઊંચા ફુગાવાના યુગમાંથી બહાર આવી ગયું છે અને ચાર ટકાના લક્ષ્યાંકથી બે ટકા ઉપર-નીચે જાળવી રાખવો શક્ય છે. હાલમાં ફુગાવાના દરમાં વૃદ્ધિનું કારણ શાકભાજી, ક્રૂડ તેલની વધેલી કિંમતો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવેલું ભથ્થું છે.’

બૅન્કોનું એકીકરણ

સરકારે જાહેર ક્ષેત્રની બૅન્કોના એકીકરણની બાબત પાછળ ઠેલી છે કે નહીં એના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે ‘હું સરકાર એનો હિસ્સો ૫૦ ટકાથી ઓછો કરે એ શરતે બૅન્કોના એકીકરણ અને IDBIના ખાનગીકરણ માટે પ્રતિબદ્ધ છું. બૅન્કોની સ્થિતિ સુધરે એ પછી યોગ્ય સમયે એ હકીકત બનશે. ડિસઇન્વેસ્ટમેન્ટનો ૨૦૧૮-’૧૯ માટે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય એમ છે.’

આરોગ્ય રક્ષા યોજના આગામી નાણાકીય વર્ષથી શરૂ થશે : જેટલી

બુધવારે બજેટમાં જાહેર કરવામાં આવેલી આરોગ્ય રક્ષા યોજના આવતા નાણાકીય વર્ષથી અમલમાં મુકાશે એવી સ્પષ્ટતા નાણાપ્રધાન અરુણ જેટલીએ કરી છે.

આ યોજના રીઇમ્બર્સમેન્ટ સ્કીમ નહીં, પણ કૅશલેસ હશે. જરૂર પડ્યે વધુ ભંડોળ પણ આપવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે.

જેને મોદી-કૅર એવું નામ આપવામાં આવ્યું છે એ રાષ્ટ્રીય આરોગ્ય રક્ષા યોજના હેઠળ ગરીબ અને વંચિત ૧૦ કરોડ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય-કવચ આપવામાં આવશે. આ પરિવારો દેશની કુલ વસ્તીના ૪૦ ટકા જેટલા છે.

જેટલીએ નવી દિલ્હીમાં જણાવ્યું છે કે ‘દ્વિતીય અને તૃતીય સ્તરની બીમારીઓ માટે આ કવચ આપવામાં આવશે. એમાં વિવિધ સરકારી અને પસંદગીની પ્રાઇવેટ હૉસ્પિટલોને સાંકળવામાં આવશે. એને ટ્રસ્ટ મૉડલ કે વીમાનું મૉડલ બનાવી શકાશે. નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલય મૉડલ બાબતે ચર્ચા કરી રહ્યાં છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘આ યોજના સંપૂર્ણપણે સરકારી નાણાંથી ચાલશે. હાલમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. યોજના શરૂ થયા બાદ આવશ્યકતા પ્રમાણે નાણાં આપવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK