ટ્રમ્પે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ઊંચી આયાત જકાત લાદી

સ્ટીલ અને ઍલ્યુમિનિયમ અત્યંત મહત્વનાં છે.

trump

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ઉદ્યોગ અમેરિકાની રાષ્ટ્રીય સલામતી માટે મહત્વના છે એમ કહી કૅનેડા અને મેક્સિકો સિવાયના બધા દેશોમાંથી આયાત થતા સ્ટીલ પર ૨૫ ટકા અને ઍલ્યુમિનિયમ પર ૧૦ ટકા આયાત જકાત લાદતા બે ઘોષણાપત્ર પર આજે સહી કરી હતી.

સ્ટીલ એ સ્ટીલ છે, સ્ટીલ વિના દેશ ન હોઈ શકે. આપણા ઉદ્યોગોને વર્ષોથી લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. હકીકતમાં દસકાઓથી અન્યાયી વિદેશવેપાર પ્રથાઓને કારણે પ્લાન્ટ્સ અને મિલો બંધ પડ્યાં છે અને લાખો કામદારો બેકાર બન્યા છે અને સંપૂર્ણ કોમો નાશ પામી છે. આ બંધ થશે એમ ટ્રમ્પે કહ્યું હતું.

આર્થિક વિનાશ


અન્યાયી વિદેશવેપાર પ્રથાઓ માત્ર આર્થિક વિનાશ નથી, પરંતુ સલામતીનો વિનાશ પણ છે અને બે ઘોષણાપત્ર પર સહી કરીને અમેરિકાની રાષ્ટ્રીય સલામતી જાળવવામાં આવી છે એમ તેમણે કહ્યું હતું. અમે અમારાં શિપ્સ, પ્લેન્સ, લશ્કરી સાધનોનું ઉત્પાદન અમારા દેશનાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ દ્વારા કરવા માગીએ છીએ અને અમે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના ઉકેલ માટેનું અંતિમ પગલું લઈ રહ્યા છીએ.

કંપનીઓનું રક્ષણ

અમે અમારા કામદારોનું અને અમારી કંપનીઓનું રક્ષણ કરવા માગીએ છીએ. અમે અમેરિકામાં ઉત્પાદિત પ્રોડક્ટ પર કોઈ નવો વેરો નહીં લાદીએ. પ્રમુખે કહ્યુ હતું કે ડિપાર્ટમેન્ટ ઑફ કૉમર્સની નવ મહિનાની તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ઉદ્યોગની કટોકટી વકરી રહી છે, જે દેશની સલામતી સામે ખતરો છે. અમેરિકાના અર્થતંત્ર અને રોજગારી માટે પણ એ ખરાબ છે એમ તેમણે કહ્યું હતું.

ટ્રમ્પના વિચારો

ટ્રમ્પે વિદેશવેપારની આક્રમક પ્રથાઓને દેશ પરના હુમલા તરીકે ગણાવી હતી. ટ્રમ્પે ચીન અને ભારત જો અમેરિકાના ટૅરિફને મૅચ નહીં થાય તો એમના પર પારસ્પરિક વેરો લાદવાની પ્રતિજ્ઞા કરી હતી. અમેરિકાની કંપનીઓ સાથે ન્યાયી વર્તાવ કરવામાં નથી આવ્યો અને કેટલીક અમેરિકન કંપનીઓએ એનો લાભ લીધો અને અન્ય દેશોમાં ચાલી ગઈ અને મેક્સિકોમાં મોટા પ્લાન્ટ સ્થાપ્યા. અમેરિકામાંથી અમારાં રોજગાર અને કંપનીઓને મેક્સિકોમાં કાર બનાવવા લઈ જવામાં આવ્યાં અને એ કારોને કોઈ પણ કર ચૂકવ્યા વિના સરહદ પરથી અમેરિકા મોકલવામાં આવી એમ તેમણે કહ્યું હતું.

આયાતી વસ્તુઓ પરના કરવેરા બાબતે ભારત માટે જેવા સાથે તેવાની નીતિ અપનાવાશે : ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે આયાતી વસ્તુઓ પર કરવેરા લાદવાની બાબતે જેવા સાથે તેવાની નીતિ અપનાવવામાં આવશે એવી ચીમકી આપી છે. જો ચીન અને ભારત અમેરિકાના કરવેરા જેટલા પ્રમાણમાં કરવેરા નહીં રાખે તો આ નીતિ અપનાવવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ટ્રમ્પે તાજેતરમાં અનેક વાર કહ્યું છે કે ભારત અમેરિકન કંપનીની હાર્લી ડેવિડસન મોટરબાઇક પર ૫૦ ટકા જેટલી ડ્યુટી લે છે. એનાથી વિપરીત અમેરિકા ભારતથી આયાત કરવામાં આવતી મોટરબાઇક પર શૂન્ય ડ્યુટી લાગુ કરે છે.

ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકોને બાદ કરતાં તમામ દેશોમાંથી કરવામાં આવતી સ્ટીલની આયાત પર ૨૫ ટકા અને ઍલ્યુમિનિયમની આયાત પર ૧૦ ટકા કરવેરો લાદવાની જાહેરાત કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK