પ્રથમ લિસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ કંપની બની ફાઇવપૈસા ડૉટકૉમ

દરેક સોદાના નિશ્ચિત ૧૦ રૂપિયાની ફી સાથે ઝીરો-બ્રોકરેજની ઑફર

fivepaisa

IIFL હોલ્ડિંગ્સ લિમિટેડની ૧૦૦ ટકા પેટાકંપની ફાઇવપૈસા કૅપિટલ લિમિટેડ દેશનાં બન્ને મુખ્ય એક્સચેન્જો BSE અને NSE પર ગઈ કાલથી લિસ્ટ થઈ ગઈ છે. NSE પર પરંપરાગત ગૉન્ગ વગાડીને એણે શૅરબજારમાં પ્રવેશ્યાની જાહેરાત કરી હતી. 

૧૦ રૂપિયાની મૂળ કિંમતના ફાઇવપૈસા કૅપિટલના શૅર IIFL હોલ્ડિંગ્સના તમામ પ્રવર્તમાન શૅરધારકોને ૨૫:૧ના ગુણોત્તરમાં ઑફર કરવામાં આવ્યા છે. પેરન્ટ કંપનીએ એ પહેલાં ડીમર્જ કરાયેલી આ પેટાકંપનીમાં ૧૦૦ કરોડ રૂપિયાની નવી મૂડી આપી હતી.

દેશમાં નાણાકીય પ્રોડક્ટ્સ અને સેવાઓ આપતી ફાઇવપૈસા સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામી રહેલી કંપની છે. એ સંપૂર્ણપણે ડિજિટલ કામગીરી હાથ ધરે છે. ગ્રાહકો પોતાની આવશ્યકતા મુજબ કોઈ પણ મનુષ્યની દરમ્યાનગીરી વગર જાતે જ સોદા કરી શકે એવી સુવિધા એણે પૂરી પાડી હોવાથી ઓછા ખર્ચે ટ્રેડિંગ થઈ શકે છે. કંપની ઝીરો-બ્રોકરેજ ધરાવે છે તથા કોઈ પણ કદનો દરેક સોદો ફક્ત ૧૦ રૂપિયામાં પાર પાડે છે. કંપની મ્યુચ્યુઅલ ફન્ડ, IPO, વીમો, રોબો ઍડ્વાઇઝરી અને રિસર્ચ એ બધી સર્વિસ પણ ગ્રાહકોને આપે છે.

એ આધાર અને ડિજિટલ સિગ્નેચર લઈને ઇલેક્ટ્રૉનિક ધોરણે જ KYC (નો યૉર ક્લાયન્ટ) કરાવી લે છે અને એને પગલે અકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઑનલાઇન અને કાગળરહિત બની ગઈ છે. ફાઇવપૈસાનું રોબો ઍડ્વાઇઝરી પ્લૅટફૉર્મ પણ વિશેષ છે. એ સંપૂર્ણપણે ઍલ્ગરિધમ પર આધારિત છે તથા ગ્રાહકોને તેમની આવશ્યકતા મુજબની સલાહકારી સેવાઓ રિયલ ટાઇમ ધોરણે પૂરી પાડે છે. એમાં ક્યાંય મનુષ્યની દરમ્યાનગીરી નહીં હોવાથી એ તટસ્થ બને છે અને સસ્તી પણ પડે છે. આ સેવા ફક્ત સ્ટૉક્સ માટે નહીં, મ્યુચ્યુઅલ ફન્ડ અને વીમા માટે પણ ઉપલબ્ધ છે. ફાઇવપૈસાએ વૈશ્વિક કક્ષાની અમેરિકન રિસર્ચ કંપની માર્કેટ સ્મિથ સાથે સહયોગ સાધ્યો છે. ૮૫ વર્ષ જૂની માર્કેટ સ્મિથ ૪૦૦૦ કરતાં વધુ ભારતીય કંપનીઓનો અભ્યાસ કરે છે.

ગ્રાહકોનો ખર્ચ ઓછો આવે એ માટે એણે સંપૂર્ણપણે અલગ જ અભિગમ અપનાવ્યો છે. એના ટ્રેડિંગ-પ્લૅટફૉર્મ પર પ્રતિસ્પર્ધીઓ કરતાં ૯૮ ટકા ઓછો ખર્ચ આવે છે. 

કંપની વિશે IIFL ગ્રુપના સ્થાપક અને ચૅરમૅન નિર્મલ જૈને કહ્યું હતું કે ‘કૉર્પોરેટ ગવર્નન્સનાં ઉચ્ચ ધોરણોનું ગ્રુપ પાલન કરે છે તથા બિઝનેસના વ્યવહારો ઉચિતપણે પાર પાડે છે. એ જ નીતિને અનુલક્ષીને ફાઇવ પૈસા કૅપિટલનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. કંપની એના ગ્રાહકોને ઓછા ખર્ચે વૈશ્વિક કક્ષાની સેવાઓ પૂરી પાડે છે. આ રીતે નાણાકીય સેવાઓના ક્ષેત્રે સંપૂર્ણપણે પારદર્શક અને નીતિમત્તાપૂર્ણ સેવા આપવાનું પ્રથમ ડિજિટલ માધ્યમ ગ્રાહકો માટે રચવામાં આવ્યું છે. લિસ્ટિંગના પગલે કંપનીના કામકાજમાં પારદર્શકતા આવશે, નિયમો અને ધોરણોનું અનુપાલન થઈ શકશે તથા રીટેલ અને સંસ્થાકીય ગ્રાહકોને કંપનીના વિકાસમાં સહભાગી બનવાની તક મળી શકશે.’

ફાઇવપૈસા ડૉટકૉમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પ્રકર્ષ ગગદાણીનું કહેવું છે કે ‘ફાઇવપૈસાએ રોકાણની આખેઆખી પ્રક્રિયા ગ્રાહકોની જરૂરિયાત મુજબ કરી આપી છે જેમાં ક્યાંય કાગળનો ઉપયોગ કરવામાં આવતો નથી અને મનુષ્યનો ઉપયોગ કર્યા વગર સલાહકારી સેવાઓ મળી રહે છે. આ રીતે ગ્રાહકોનો ખર્ચ ઘટે છે. કંપની ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, મ્યુચ્યુઅલ ફન્ડ, ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ, બૉન્ડ, ડિબેન્ચર, વીમો, પર્સનલ લોન, રિસર્ચ, પોર્ટફોલિયો સર્વિસિસ, માર્જિન ટ્રેડિંગ જેવી વિવિધ સર્વિસ એક છત્ર હેઠળ પૂરી પાડે છે. લિસ્ટિંગ થવાથી કંપનીનાં સપનાં સાકાર કરવા જેવડું કદ પ્રાપ્ત કરી શકાયું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK