આ વર્ષે કંપનીઓ CSR માટે ૧૪,૦૦૦ કરોડ ખર્ચશે : અરુણ જેટલી

આને પગલે સામાજિક ક્ષેત્રની યોજનાઓને ટેકો મળશે

arun jaitley


મોટી કંપનીઓ દ્વારા આ વર્ષે કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) માટેનો ખર્ચ વધીને ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી શકે છે જે સરકારની સામાજિક ક્ષેત્રની  ઘણી પહેલોને નોંધપાત્ર ટેકો પૂરો પાડશે એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું.

જ્યારે કંપની-બિલમાં CSRની જોગવાઈ કરવામાં આવી ત્યારે કંપનીઓએ એનો વિરોધ કર્યો હતો એથી કેટલીક જોગવાઈઓને હળવી બનાવાઈ હતી અને ખાસ કારણોને લીધે થોડી છૂટછાટ આપવામાં આવી હતી.

પોતે જ્યારે રાજ્યસભામાં વિપક્ષી નેતા હતા ત્યારે કંપની-બિલ એ વખતે રજૂ કરવામાં આવ્યું હતું એ દિવસોને યાદ કરતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં એ કારગત નીવડ્યું છે અને ૫૦૦ કરોડ રૂપિયાથી અધિક નફો કરતી કંપનીઓ મળીને ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની CSR પ્રવૃત્તિ કરે છે.

ઍક્સિસ બૅન્કની CSR ઇવેન્ટમાં તેમણે જણાવ્યું હતું કે આ રકમને સરકારની સામાજિક ક્ષેત્રની પહેલમાં જોડવામાં આવે તો એ નોંધપાત્ર રકમ છે જેમાં વર્ષોવર્ષ વધારો થતો જવાનો છે.

તેમણે કંપનીઓને તેમના CSR ફન્ડના ખર્ચ માટે પડકારરૂપ કામગીરી હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો. ઍક્સિસ બૅન્ક લેહ અને કારગિલમાં ૧૦૦ સ્કૂલ્સનું નવીનીકરણ કરવાની છે. એને કારણે એ વિસ્તારોમાં શિક્ષણને ઉત્તેજન મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK