ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો, સ્પેક્યુલેટરો અને ફૉલોઅરો તથા ચાહકો માટે નવા યુગનો થઈ રહ્યો છે આરંભ

મની ટ્રેડ કૉઇન ગ્રુપે ત્રણ નવી સેવાઓ - MTCX INDIA, MTCX OASIS અને COINTRADINGPLATFORM.COMના લૉન્ચિંગ અને ઉદ્ઘાટનની કરી જાહેરાત

trade


ક્રિપ્ટોકરન્સીના ક્ષેત્રે મની ટ્રેડ કૉઇન નામની અત્યાધુનિક ક્રિપ્ટોકરન્સી ૨૦૧૭ની ૧૭ સપ્ટેમ્બરે લૉન્ચ થઈ ત્યારથી જ ઘણી ગાજી છે. ડૉ. અમિત એમ. લખનપાલના વડપણ હેઠળ આ કંપનીનો આત્મવિશ્વાસ વધ્યો છે અને સાથે-સાથે વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા વર્ગનો વિશ્વાસ વધ્યો છે. ડૉ. લખનપાલ કહે છે કે ડિજિટલ વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીનું તથા મની ટ્રેડ કૉઇનની બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનું મહત્વ ઘણું વધ્યું છે. મની ટ્રેડ કૉઇન OUએ અપનાવેલી KYC અને AMLની માર્ગદર્શિકાનું મહત્વ વધ્યું છે.

ડૉ. અમિત એમ. લખનપાલે ઘણા વખતથી રાહ જોવાઈ રહી હતી એવી ત્રણ નવી સેવાઓના લૉન્ચિંગની જાહેરાત કરી છે. આ સેવાઓમાં MTCX ઇન્ડિયા ડૉટ ઇન (MTCX ઇન્ડિયા), MTCX ઓએસિસ.AE (MTCXO) અને કૉઇનટ્રેડિંગપ્લૅટફૉર્મ ડૉટકૉમનો સમાવેશ છે.

MTCX ઇન્ડિયા (ફ્લિન્ટસ્ટન ટેક્નૉલૉજીઝïï પ્રાઇવેટ લિમિટેડ) એ ભારતમાંની ગ્રુપની વૉલેટ-સર્વિસ છે અને એનો ઉપયોગ MTકૉઇન અને ભારતીય રૂપિયામાં મૂલ્યાંકિત બિટકૉઇન એ બન્ને ક્રિપ્ટોકરન્સી રાખવા માટે કરી શકાશે. MTCX ઇન્ડિયાની સેવાઓનો પ્રારંભ ૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરથી થયો છે અને ફેબ્રુઆરી ૨૦૧૮ના અંત સુધીમાં એ વૉલેટમાં બિટકૉઇન કૅશ અને બિટકૉઇન ગોલ્ડ (જેને બિટકૉઇને હાલમાં જ બહાર પાડી છે)ને રાખી શકાશે. વૉલેટના યુઝર પોતાના ભારતીય બૅન્ક-અકાઉન્ટ સાથે MTCX ઇન્ડિયાને સાંકળી શકશે અને વેરિફાય કરી શકશે. આ વેરિફિકેશનનો હેતુ બૅન્ક-અકાઉન્ટમાંથી વૉલેટમાં ફન્ડ ટ્રાન્સફર કરવા માટેનો હશે. એ જ નાણાંમાંથી MTકૉઇન ખરીદી શકાશે અને પછી એનું એક્સચેન્જ બિટકૉઇન તથા અન્ય ક્રિપ્ટોકરન્સી સાથે કરી શકાશે.

આ ગ્રુપે MTકૉઇન અને બિટકૉઇન માટે સમગ્ર ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલમાં ક્રિપ્ટોકરન્સી વૉલેટ સર્વિસિસ પૂરી પાડવા માટે MTCXO (MTCXઓએસિસ -  FZCO)નો પ્રારંભ કર્યો છે. MTCXO દુબઈથી કાર્ય કરે છે અને સંબંધિત કાયદાકીય ક્ષેત્રને લાગુ પડતી KYC તથા AMLની માર્ગદર્શિકાઓનું પાલન કરે છે.

ગ્રુપે સૌથી મોટી સુવિધા કૉઇનટ્રેડિંગપ્લૅટફૉર્મ ડૉટકૉમ નામની સર્વિસ દ્વારા પૂરી પાડી છે. આ પ્લૅટફૉર્મ એસ્ટોનિયા ખાતેનું ક્રિપ્ટોકરન્સીનું એક્સચેન્જ અને ટ્રેડિંગ પ્લૅટફૉર્મ છે. એ પ્લૅટફૉર્મ મની ટ્રેડ કૉઇન એક્સચેન્જ હેઠળ ચાલે છે. ટ્રેડિંગ પ્લૅટફૉર્મ OU કૉઇનટ્રેડિંગપ્લૅટફૉર્મ ડૉટકૉમ માધ્યમ ક્રિપ્ટોકરન્સીના વૈશ્વિક યુઝરો અને રોકાણકારોને સેવા પૂરી પાડશે. એનું લૉન્ચિંગ પાંચ મુખ્ય ક્રિપ્ટોકરન્સી સાથે થશે. એમાં MTકૉઇન અને બિટકૉઇન સામેલ છે. આ કંપની પોતાના પ્લૅટફૉર્મ પર આગામી જાન્યુઆરીના અંત સુધીમાં બીજી ૨૦ ક્રિપ્ટોકરન્સી ઉમેરવાનું આયોજન ધરાવે છે. આવતા વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં કૉઇનટ્રેડપ્લૅટફૉર્મ ડૉટકૉમ પર ૧૦૦ ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ ઉપલબ્ધ કરાવીને કંપની પોતાની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરવાની છે. આ પ્લૅટફૉર્મ પર બૅન્કિંગ વ્યવહારો એપ્રિલ ૨૦૧૮ના અંત ભાગમાં શરૂ થવાની ધારણા છે. એ સેવા શરૂ થયા બાદ યુઝરો પોતાની રાબેતા મુજબની કરન્સીનો ઉપયોગ ખરીદી અને ટ્રેડિંગ માટે કરી શકશે.

ક્રિપ્ટોકરન્સીના ખરા જ્ઞાનનો ફેલાવો કરવા માગતા ડૉ. લખનપાલે કહ્યા મુજબ તેઓ ક્રિપ્ટોકરન્સીને લગતી અનેક સેવાઓ આપવા ઉપરાંત ક્રિપ્ટોકરન્સી ઍકૅડેમી અને ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પણ શરૂ કરવાનું આયોજન ધરાવે છે.

ડૉ. લખનપાલ અને તેમની ટીમે હાલમાં જ MTકૅબ એક્સચેન્જ લિમિટેડ (જે ક્રિપ્ટોકરન્સી વૉલેટ સર્વિસ પ્રોવાઇડર છે) તથા વેલ્થ મૅનેજમેન્ટ અને ફન્ડ મૅનેજમેન્ટ માટેની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ઍન્ડ સમિટ (ઍન્ટિગા ઍન્ડ બાર્બુડા) વેલ્થ મૅનેજમેન્ટ લિમિટેડ નામની બે નવી કંપનીઓનું રજિસ્ટ્રેશન કરાવીને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

મની ટ્રેડ કૉઇન ગ્રુપે ઍન્ટિગા અને બાર્બુડામાં સરકારી સત્તાવાળાઓના સહકારથી MTકૉઇનના ઉપયોગ દ્વારા બિઝનેસમાં અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે મંજૂરી માગી છે. આ કરન્સીને વૈકલ્પિક પેમેન્ટ પદ્ધતિ તરીકે અપનાવવા માટે અરજી કરવામાં આવી છે. જો એ મંજૂરી મળી જશે તો ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય અને માર્કેટ કૅપિટલાઇઝેશન વધી જશે.

ક્રિપ્ટોકરન્સી બિઝનેસ ચલાવવા માટેનું ડૉ. લખનપાલનું બિઝનેસ-મૉડલ અનેરું છે, કારણ કે એ કાયદેસરતાનું પાલન કરનારું અને KYC તથા AMLની માર્ગદર્શિકાઓનું પાલન કરનારું છે.

ડૉ. લખનપાલ પોતાની કંપની જ્યાં બિઝનેસ કરે છે એ સમુદાયનો તથા એના પરિતંત્રનો વિકાસ કરવામાં યોગદાન આપવાનો ઉદ્દેશ ધરાવે છે. કંપની જે-જે દેશમાં ગ્રુપ-કંપની ધરાવે છે ત્યાં રોજગારની તકો ઊભી કરવાનું તેમનું લક્ષ્ય છે.

ડૉ. લખનપાલ ખાસ કરીને ભારતમાં મની ટ્રેડ કૉઇન દ્વારા ક્લાયન્ટ સર્વિસિસ-ડૉક્યુમેન્ટ પ્રોસેસિંગ અને મૅનેજમેન્ટ વગેરેને લગતી તમામ સેવાઓ પૂરી પાડવાનું આયોજન ધરાવે છે. સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ સ્થળોએ સેવાઓ પૂરી પાડવાનું તેમનું લક્ષ્ય છે. તેઓ ભારતમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનાં મુખ્ય કેન્દ્રો ગણાતાં શહેરોમાંથી એક શહેરમાં ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કરવા માટેની વિશાળ સુવિધા સ્થાપવા માગે છે. આ રીતે તેઓ દેશમાં મોટા પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવશે. ડૉ. લખનપાલ એવી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા માગે છે જેમાં યુવા નાગરિકોને માઇનિંગ ઇક્વિપમેન્ટ તથા ભાવિ ડેટા સેન્ટરનું સંચાલન અને વ્યવસ્થાપન કરવાનું ટેક્નિકલ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. ગ્રુપનું વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને વૉલેટ સર્વિસિસ શરૂ થયા બાદ હજારો વાંચ્છુઓને નોકરી મળી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK