કૉર્પોરેટ ગવર્નન્સનાં ધોરણો વધુ કડક બનાવાયાં

કંપનીના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર-CEOઓની પોસ્ટ જુદી પડાશે : સ્ટાર્ટઅપ્સ માટે વધુ મૂડી અને સમયની જોગવાઈ

Sebi

ફાઇનૅન્શિયલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ કૉર્પોરેટ ગવર્નન્સનાં ધોરણો વધુ કડક બનાવ્યાં છે. આ સાથે સેબીએ કંપનીઓના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરની પોસ્ટને અલગ રાખવાનું જાહેર કર્યું છે તેમ જ મ્યુચ્યુઅલ ફન્ડ્સ પ્રત્યે વધુ રોકાણકારોને વાળવા માટે કેટલીક જાહેરાત કરી છે. બુધવારે સેબી બોર્ડની મળેલી બેઠકમાં કોટક પૅનલની મોટા ભાગની ભલામણો સેબીએ સ્વીકારીને એના અમલ માટે જાહેરાત કરી હતી. આ ઉપરાંત સેબીએ અલ્ગો ટ્રેડિંગનાં નૉર્મ્સ પણ વધુ કડક કર્યાં હતાં. સેબીએ ડિસ્ક્લોઝરના નિયમોના ભંગ બદલ પ્રમોટર્સના શૅરહોલ્ડિંગને  ફ્રીઝ કરવાની સત્તા શૅરબજારને આપી છે તેમ જ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝૅક્શન્સ માટે ડિસ્કલોઝરનાં ધોરણો વિસ્તૃત કરવામાં આવ્યાં છે.

કોટક પૅનલની ભલામણો

સેબીએ ઉદય કોટક પૅનલની કુલ ૮૦ ભલામણોમાંથી ૪૦ ભલામણોનો સ્વીકાર કર્યો હતો. આ સાથે ૧૫ ભલામણોનો સુધારા સાથે સ્વીકાર થયો હતો, જ્યારે ૧૮ ભલામણોનો અસ્વીકાર થયો હતો. સેબીના ચૅરમૅન અજય ત્યાગીએ આપેલી માહિતી મુજબ બોર્ડે મ્યુચ્યુઅલ ફન્ડ્સના વધારાના ખર્ચમાં ૨૦ બેસિસ પૉઇન્ટથી ઘટાડીને એને પાંચ બેસિસ પૉઇન્ટ કરવાની દરખાસ્ત મંજૂર કરી હતી અર્થાત અગાઉ આ વધારાનો ખર્ચ ૨૦ બેસિસ પૉઇન્ટ ઘટાડવાની વાત હતી, જે હવે પાંચ ટકા ઘટાડવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન


સ્ટાર્ટઅપ્સ તથા ન્યુ જનરેશન કંપનીઓને પ્રોત્સાહન મળે એ માટે સેબીએ એન્જલ ઇન્વેસ્ટરો પાસેથી તેઓ ૧૦ કરોડ સુધીની મૂડી લઈ શકે એવી પરવાનગી આપી છે, જે લિમિટ અત્યારે પાંચ કરોડની છે તેમ જ આ નાણાં કંપનીઓ હાલનાં ત્રણ વરસને બદલે પાંચ વરસ સુધી લઈ શકશે એવું પણ ઠરાવવામાં આવ્યું છે.

CMD પોસ્ટનું વિભાજન


સેબીના નિર્ણય મુજબ એપ્રિલ-૨૦૨૦ સુધીમાં કંપનીના બોર્ડમાં ચૅરમૅન અને MD -CEOનાં પદ અલગ કરવામાં આવશે. આની શરૂઆત માર્કેટ-વૅલ્યુની દૃષ્ટિએ ટોચની પાંચસો કંપનીઓ સાથે થશે. આ ઉપરાંત કંપનીઓનાં બોર્ડ પર વ્યક્તિગત ડિરેક્ટરની મહત્તમ સંખ્યા દસ ને સ્થાને આઠની કરવામાં આવશે. વધુમાં સ્ટૉક એક્સચેન્જિસને કો-લોકેશન સર્વિસ માટે શૅરિંગ કરવાની છૂટ આપવામાં આવશે તેમ જ ટીક બાય ટીક ડેટા ફ્રી ચાર્જમાં પૂરા પડાશે. વધુમાં સેબીના કહેવાનુસાર ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સનાં ધોરણો વધુ વિસ્તારવામાં આવશે.

સેબી બોર્ડના નિર્ણયોની કેટલીક હાઇલાઇટ્સ


લિસ્ટેડ કંપનીઓમાં ડિરેક્ટરોની સંખ્યા એપ્રિલ-૨૦૧૯થી દસ સામે ઘટાડીને ૮ કરવાની અને એપ્રિલ-૨૦૨૦થી સાત કરવાની

કવૉલિફાઇડ ઇન્સ્ટિટયુશનલ પર્સન-પ્રેફરન્શિયલ ધોરણે ઊભાં કરેલાં નાણાંનો વપરાશ જણાવો

ઑડિટરની  શાખ, તેમની ફી, રાજીનામું, એનું કારણ વગેરેનું ડિસ્ક્લોઝર કરો

અગ્રણી પાંચસો કંપનીઓમાં એપ્રિલ-૨૦૧૯થી મિનિમમ એક મહિલા ડિરેક્ટર ફરજિયાત

માર્કેટ-વૅલ્યુની દૃષ્ટિએ મોટી ૧૦૦૦ કંપનીઓમાં એપ્રિલ-૨૦૧૯થી મિનિમમ ૬ ડિરેક્ટરો અને એપ્રિલ-૨૦૨૦થી ૨૦૦૦ કંપનીઓમાં

માર્કેટ કૅપની દૃષ્ટિએ ટોચની ૧૦૦ કંપનીઓમાં વાર્ષિક સભાનું વેબકાસ્ટ માર્ગે વરસ ૨૦૧૮-’૧૯થી ફરજિયાત આયોજન કરવું પડશે

અલ્ગો ટ્રેડિંગના માળખામાં ફેરફાર, વધુ ડિસ્ક્લોઝર

ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના માળખામાં ફેરફાર, વધુ કડક ધોરણો

NSEની તપાસ આખરી તબક્કામાં


નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના કો-લોકેશનના મુદતની તપાસ આખરી તબક્કામાં હોવાનું જણાવતાં અજય ત્યાગીએ કહ્યું હતું કે ર્ફોટિસ-રેલિગેરના કિસ્સાની તપાસ હજી ચાલી રહી છે.

IBC હેઠળની કંપનીઓ


ઇન્ડિયન બૅન્કરપ્ટસી ઍક્ટ (IBC) હેઠળની કંપનીઓ માટેના રેગ્યુલેશનના સુધારા માટે સેબી ટૂંક સમયમાં ડિસ્કસન પેપર્સ બહાર પાડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK