શેલ કંપનીઓમાં હવે સુરતનું નામ ટોચ પર

નોટબંધી દરમ્યાન કૅશની થયેલી હેરાફેરી આવકવેરા વિભાગના ધ્યાનમાં આવી

companies

શેલ એટલે કે બનાવટી, નામ પૂરતી કે કાગળ પરની કંપનીઓમાં હવે સુરતનું નામ પણ આગળ આવ્યું છે. આવી કંપનીઓમાં કલકત્તા શહેર સૌથી ટોચ પર છે, જ્યારે સુરત બીજા ક્રમાંકે આવ્યું છે. આવકવેરા વિભાગની વ્યાપક તપાસ બાદ આ નોંધાયું છે. સરકાર દ્વારા તૈયાર થઈ રહેલી શેલ કંપનીઓની યાદીમાં આ વખતે સૌથી વધુ કંપનીઓ સુરતમાં છે. નોટબંધી બાદ આવી બોગસ કંપનીઓના પર્દાફાશ થવા માંડ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સરકારે તારવેલી વધુ ૨૧૩૮ શેલ કંપનીઓમાંથી ૮૦ ટકા કંપનીઓ સુરતની છે. નોટબંધી દરમ્યાન આ કંપનીઓએ ૫૦૦૦ કરોડ રૂપિયા બૅન્કોમાં જમા કરાવ્યા હતા.

આવકવેરા વિભાગના મતે આ કંપનીઓ હજી વધુ હોઈ શકે છે. તાજેતરમાં સરકારે ૫૮૦૦ શેલ કંપનીઓની યાદી બહાર પાડી હતી જેમણે ૧૭,૦૦૦ કરોડ રૂપિયા બૅન્કોમાં જમા કરાવ્યા હતા અને એટલી જ રકમ ઉપાડી પણ લીધી હતી. આ કંપનીઓના ખાતામાં આમ તો ઝીરો-બૅલૅન્સ જેવી સ્થિતિ હતી. અગાઉ સરકારે કલકત્તામાંથી ૨૦૧૧થી ૨૦૧૫ દરમ્યાન સ્થપાયેલી ૧૬,૦૦૦ કંપનીઓને શેલ કંપનીઓ તરીકે અલગ તારવી હતી જેનો ઉપયોગ મની-લૉન્ડરિંગ માટે થતો હતો.

સુરતમાં શેલ કંપનીના લાભ

સુરતમાં શેલ કંપનીઓ ઊભી કરવામાં વધુ લાભ છે એવું જણાવતાં સાધનો કહે છે કે ‘સુરતમાં ડાયમન્ડ બિઝનેસ પણ બહુ મોટો અને વ્યાપક છે તેમ જ સુરત વિદેશી માર્કેટ્સ સાથે પણ ઊંચા વ્યવહાર ધરાવે છે જેમાં વેપારી વર્ગને આવા વ્યવહારોમાં શેલ કંપનીઓની વધુ જરૂર પડે છે. આમ પણ સુરતની માર્કેટનું ફાઇનૅન્શિયલ સ્ટ્રક્ચર કૉમ્પ્લેક્સ ગણાય છે.

આવકવેરા વિભાગે અમુક કેસમાં કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK