દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનનો મુદત પહેલાં પદત્યાગ

કેન્દ્રીય નાણાપ્રધાને જાહેર કર્યું છે કે દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન તાકીદની પારિવારિક જવાબદારીઓ નિભાવવા માટે નાણાં મંત્રાલય છોડીને અમેરિકા પાછા ફરવાના છે.

subramaniam

સુબ્રમણ્યનને ૨૦૧૪ની ૧૬ ઑક્ટોબરે મુખ્ય આર્થિક સલાહકારનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો. તેમની મુદત ત્રણ ર્વષની હતી, જેને ૨૦૧૭માં એક ર્વષ માટે લંબાવવામાં આવી હતી.

અરુણ જેટલીએ ફેસબુક પરની પોસ્ટમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં અરવિંદ સુબ્રમણ્યને તેમની સાથે વિડિયો-કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી અને અમેરિકા પાછા જવાની વાત ઉચ્ચારી હતી. તેઓ અત્યંત મહત્વપૂર્ણ અંગત કારણોસર પાછા જઈ રહ્યા છે એટલે મારે તેમની સાથે સંમત થયા વગર છૂટકો નહોતો એમ અરુણ જેટલીએ કહ્યું છે.

અત્રે નોંધવું રહ્યું કે રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગર્વનર રઘુરામ રાજન ૨૦૧૩થી ૨૦૧૬ સુધીની ત્રણ ર્વષની મુદત પૂરી કરીને એક્સટેન્શન લેવાને બદલે શિક્ષણકાર્ય આગળ ચલાવવા માટે અમેરિકા ચાલ્યા ગયા હતા. જોકે પછીથી તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે તેમને એક્સટેન્શનની ઑફર કરી ન હોવાથી તેઓ પાછા અમેરિકા જઈ રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK