SBI રિસર્ચ કહે છે, સિસ્ટમમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની રોકડ ઓછી

પરંતુ એની પાછળના તર્ક અહેવાલો કરતાં વિપરીત

SBI

સરકાર અને રિઝર્વ બૅન્ક કહે કે કૅશ ક્રન્ચ (રોકડની ખેંચ) નથી, પરંતુ SBI રિસર્ચના રિપોર્ટ મુજબ અત્યારે સિસ્ટમમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની રોકડ ઓછી છે, જે દર મહિને ATMમાંથી થતા ઉપાડનો ત્રીજો ભાગ છે.

જોકે તેણે કહ્યું છે કે ૨૦૦ રૂપિયા મૂલ્યની નોટોનું ઝડપથી પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે એને લીધે કદાચ વધુ મૂલ્યની નોટોના સ્થાને ઓછા મૂલ્યની નોટોની ડિમાન્ડ વધી હોઈ શકે છે. આ ડિમાન્ડ વધવાને લીધે ATMમાં વધારે વાર નોટો મૂકવી પડે છે અને પરિણામે એવી છાપ ઊપસી શકે છે કે રોકડ ઉપલબ્ધ નથી.

કરન્સીની અછતના અહેવાલો ગૂંચવાડાભર્યા અને તર્કબદ્ધ નથી એમ SBI રિસર્ચે કહ્યું છે.

કરન્સી શૉર્ટેજની રાષ્ટ્રીય સ્તરે બુમરાણ મચ્યાના બીજા દિવસે આવેલા SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર નૉમિનલ GDP વૃદ્ધિદર (ફુગાવાને ગણતરીમાં લીધા વગરનો કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર), લોકો પાસે પડેલી ચલણી નોટો અને ડિજિટલ વ્યવહારોમાં થયેલી વૃદ્ધિ એ ત્રણ બાબતોને લક્ષમાં લઈને અછતનો અંદાજ કાઢવામાં આવ્યો છે.

નૉમિનલ GDPનો ૯.૮ ટકાનો દર ધ્યાનમાં લેતાં જનતા પાસે ૧૯.૪ ટ્રિલ્યન રૂપિયા મૂલ્યની ચલણી નોટો હોવી જોઈએ એને બદલે ૧૭.૫ ટ્રિલ્યન જેટલી જ નોટો છે. એમ તો આ તફાવત ૧.૯ ટ્રિલ્યન રૂપિયા થાય છે, પરંતુ એ સંપૂર્ણ આંકડાને રોકડની અછત ન ગણી શકાય. એમાંથી ડિજિટલ વ્યવહારોના ૧.૨ ટ્રિલ્યન રૂપિયાના મૂલ્યને ઘટાડી દીધા બાદ રોકડની ખેંચનો ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો આંકડો મળે છે.

ઉક્ત રિસર્ચ નોટમાં કહેવામાં આવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ના ઉત્તરાર્ધમાં ડેબિટ કાર્ડની મદદથી ATMમાંથી ૧૫.૨૯૧ અબજ રૂપિયાની નોટોનો ઉપાડ થયો હતો. એ પહેલાંના છ મહિનાના ગાળાની તુલનાએ ૧૨.૨ ટકાની વૃદ્ધિ થઈ કહેવાય.

દેશમાં ATM ખાલીખમ પડ્યાં છે એ મતલબના અહેવાલો બાદ રિઝર્વ બૅન્કે મંગળવારે જણાવ્યું હતું કે ATMમાં પૈસા મૂકવામાં વ્યવહારુ મુશ્કેલીઓ હોવાને કારણે અને ૨૦૦ રૂપિયાની નોટો માટે મશીનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો હોવાને લીધે ચલણી નોટોની કમી વર્તાતી હોય એ શક્ય છે.

ઉક્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરમાં અર્થતંત્ર ફરી ધમધમતું થયું હોવાથી પણ ATMમાંથી વધુ રકમ ઉપાડવામાં આવવા લાગી હોય એવું બની શકે.

ફાઇનૅન્શિયલ રેઝોલ્યુશન ઍન્ડ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ બિલની દરખાસ્તોને જાણ્યા બાદ ચલણી નોટોની ડિમાન્ડ વધી હોય એ બાબતને SBI રિસર્ચે રદિયો આપ્યો છે. એનું કહેવું છે કે આ ખરડાની જોગવાઈઓ તો પાંચ મહિના પહેલાં જાહેર થઈ હતી. રોકડની અછત ખાસ કરીને આંધþ પ્રદેશ અને તેલંગણમાંથી શરૂ થઈ છે. ઉક્ત બિલની કેટલીક દરખાસ્તોને કારણે વચ્ચે એવી અફવા ઊડી હતી કે બૅન્કોમાં જમા કરાવવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ સરકાર બૅન્કોને ઉગારી લેવામાં કરી શકે છે. એને લીધે બૅન્કોમાં લોકોના રૂપિયા સુરક્ષિત નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK