GST રિટર્ન્સ ફાઇલ કરવામાં વિલંબ બદલની પેનલ્ટી રદ કરવા વિનંતી

કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે‍ (CAIT) જુલાઈ માટેની સમરી રિટર્ન્સ જેમાં ફાઇલ કરવાનું છે એ GSTR ફૉર્મ ૩B ફાઇલ કરવામાં વિલંબ બદલની પેનલ્ટી રદ કરવાની વિનંતી સરકારને કરી હતી.

GST

GSTના અમલના પ્રથમ મહિનામાં સરકારને આશરે ૯૩,૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. ૬૫ ટકા વેપારી હસ્તીઓ GSTN વેબસાઇટ પર રજિસ્ટર્ડ છે. જુલાઈમાં થયેલા વેપારની સમરીનું GSTR ૩B ફૉર્મ ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૨૮ ઑગસ્ટ હતી, પરંતુ બાકીના વેપારીઓએ પેનલ્ટી સાથે ફૉર્મ ફાઇલ કરવું પડશે. પેનલ્ટી પ્રતિદિન ૧૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૫૦૦૦ રૂપિયા છે એમ CAITના પ્રમુખ બી. સી. ભરતિયાએ જણાવ્યું હતું. મોટા ભાગના ટ્રેડર્સે GSTનું પાલન કર્યું છે એટલે જુલાઈ અને ઑગસ્ટના GST રિટર્ન્સની પેનલ્ટી રદ કરવામાં આવે એવી વિનંતી CAITએ કરી છે. આ તબક્કે પેનલ્ટી GST અપનાવવામાં વેપારીઓ માટે અવરોધરૂપ થશે એમ CAITના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK