ખાદ્ય પદાર્થોના લેબલિંગનાં ધોરણોની પુનર્સમીક્ષા થશે

ચરબી, સાકર અને નમકનું ઊંચું પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થો પર લાલ લેબલ લગાવવાનું સૂચન કરતી દરખાસ્તને સરકારે હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે એમ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પવનકુમાર અગરવાલે કહ્યું હતું.

fssai


એપ્રિલમાં FSSAIએ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ ઍન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન્સ ૨૦૧૮ની રૂપરેખા જાહેર કરી હતી, જેમાં આવા પૅકેજ્ડ ખાદ્ય પદાર્થો માટે લાલ લેબલનું માર્કિંગ ફરજિયાત બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

પવનકુમાર અગરવાલે કહ્યું હતું કે ‘અમારો ડ્રાફ્ટ તૈયાર હતો અને એને આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. કેટલાક હિતધારકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હોવાથી અમે એને હાલપૂરતો અટકાવી રાખ્યો છે અને હેલ્થ અને ન્યુટ્રિશન નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી રહી છે, જે ફરી એક વાર લેબલિંગના મુદ્દાને તપાસશે. સમિતિનું નેતૃત્વ નૅશનલ ઈનસ્ટીટ્યુટ ઑફ ન્યુટ્રિશનના ભૂતપૂર્વ ડિરેક્ટર બી. શશિકરણ સંભાળશે અને એમાં વર્તમાન ડિરેક્ટર હેમલતા ઉપરાંત ડૉક્ટર નિખિલ ટંડનનો સમાવેશ હશે.’

ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં લેબલિંગનો મુદ્દો ભારે વિવાદાસ્પદ રહ્યો છે, જેને વેચાણ સામેના અવરોધ તરીકે જોવામાં આવે છે.

પવનકુમાર અગરવાલે કહ્યું હતું કે ‘જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે એમાં કદાચ થોડા સુધારા કરવામાં આવશે. લેબલિંગના મૂળભૂત દિશાનિર્દેશો સાથે બાંધછોડ કર્યા વિના અમે લેબલિંગનાં ધોરણોમાં સુધારા કરવા તૈયાર છીએ.’

કડક લેબલિંગ ધોરણો આવી રહ્યાં હોવાનો નિર્દેશ આપતાં પવનકુમાર અગરવાલે કહ્યું હતું કે ‘ગ્રાહકોની ખાણી-પીણીની આદતોમાં ફેરફાર કરવો મુશ્કેલ છે, કારણ કે તેઓ આડેધડ ખાતા હોય છે; જ્યારે ઘણા લોકો આરોગ્યપ્રદ અને અનારોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો વચ્ચેનો તફાવત જાણતા નથી. આવી સ્થિતિમાં અમે જો લેબલિંગ ધોરણોનું પાલન કરવાનું કહીને સપ્લાય સાઇડને નિશાન બનાવીએ તો સફળતા મેળવી શકીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK