ખેતપેદાશોના ઉત્પાદનખર્ચથી દોઢગણા ભાવ આપવાનું વચન

ચૂંટણીઢંઢેરાની જાહેરાત મુજબ ખેડૂતોને ૫૦ ટકા નફો મળશે : જેટલી

economy

કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષના બજેટની જાહેરાતમાં ખેડૂતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વિવિધ સંગઠનો દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટે એનાં ઉત્પાદનો પર ૫૦ ટકાનો નફો થાય એવી માગણી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ‘BJPએ પોતાના ચૂંટણીઢંઢેરામાં ખેડૂતોને ખેતપેદાશોના વેચાણ પર ૫૦ ટકા નફો મળે એવું વચન આપ્યું હતું જેના સંદર્ભે અમે ખેડૂતોને તેમના ઉત્પાદનખર્ચના દોઢ ગણા ભાવ મળે એ પ્રકારના મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવ જાહેર કરીશું અને ચાલુ રવી સીઝનમાં જ કેટલાક પાકોના ભાવ એ જ પ્રમાણે જાહેર કર્યા છે અને આગામી દિવસોમાં બાકીના પાકના ભાવ નક્કી કરીશું. સરકાર દ્વારા આગામી ખરીફ પાકોના ટેકાના ભાવ એ જ રીતે જાહેર કરીશું જેથી ખેડૂતોને ઉત્પાદનપડતરના દોઢ ગણા ભાવ મળે.’

અરુણ જેટલીએ કહ્યું હતું કે આ જાહેરાતના સંદર્ભમાં મને પૂરો વિશ્વાસ છે કે સરકાર દ્વારા લેવામાં આવેલો આ ઐતિહાસિક નિર્ણય ખેડૂતોની ૨૦૨૨ સુધીમાં બમણી આવક કરવામાં પૂરતી મદદ કરશે.

તેમણે કહ્યું હતું કે ‘અમારી સરકારનો માત્ર ટેકાના ભાવ જાહેર કરવાનો ઉદ્દેશ નથી, પરંતુ આ સમગ્ર સિસ્ટમનો લાભ ખેડૂતોને પૂરતી માત્રામાં મળી રહે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં જો ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી નીચે હશે તો એને ટેકાના ભાવથી ખરીદવામાં આવશે અથવા તો એને એટલા ભાવ મળે એ માટે બીજી સિસ્ટમ અપનાવવામાં આવશે. નીતિ આયોગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને જરૂરી સલાહ-સૂચનો આપીને ખેડૂતોને તેમની ખેતપેદાશોના પૂરતા ભાવ મળે એમાં મદદ કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK