BSE SME પ્લૅટફૉર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા ૨૦૦ વટાવી ગઈ

મહારાષ્ટ્ર SMEના ઉત્તેજન માટે BSE સાથે હાથ મિલાવવા તૈયાર

એશિયાના સૌથી જૂના સ્ટૉક એક્સચેન્જ BSEના સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) પ્લૅટફૉર્મ પર ગુરુવારે વધુ ત્રણ કંપનીઓ લિસ્ટ થતાં આ પ્લૅટફૉર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા ૨૦૦થી અધિકની થઈ ગઈ છે. ત્રણ કંપનીઓ શૅર ઇન્ડિયા  સિક્યૉરિટીઝ, ટ્રાઇડન્ટ ટેક્સોફૅબ અને પૂજા વેસ્ટર્ન મેટાલિક્સ ગુરુવારે લિસ્ટ થઈ હતી એ સાથે BSE SME પ્લૅટફૉર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા વધીને ૨૦૧ની થઈ હતી.

S&P BSE SME IPO ઇન્ડેક્સ ઑગસ્ટ-૨૦૧૨માં લૉન્ચ કરવામાં આવ્યો ત્યારે ૧૦૦ના બેઝ પર હતો એ ગુરુવારે વધીને ૧૪૯૦ની સપાટીએ પહોંચ્યો હતો અને ૧૩ ગણો વધીને S&P BSE સેન્સેક્સથી પણ સારી કામગીરી દર્શાવી છે.

રોજગારીની તક

BSE SMEનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૭,૨૬૮ કરોડ રૂપિયાનું છે, જેમાં ૧૫ રાજ્યો અને ૨૦ મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ખેતીવાડી બાદ સૌથી મોટા પાયે દેશમાં રોજગારીની તક પૂરી પાડવામાં SMEનો બીજો ક્રમ છે એટલે આ કંપનીઓને ઉત્તેજન આપવું આવશ્યક છે. મહારાષ્ટ્ર સરકાર SMEના લિસ્ટિંગને ઉત્તેજન આપવા BSE સાથે જૉઇન્ટ વર્કિંગ ગ્રુપ રચવા તૈયાર છે.’

મહારાષ્ટ્ર સરકાર શું કરી શકે

SMEના લિસ્ટિંગને ઉત્તેજન આપવા BSEના ચીફ આશિષ ચૌહાણે સૂચન કર્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે ૨૫-૫૦ કરોડ રૂપિયાનું ભંડોળ રચવું જોઈએ, જે લિસ્ટિંગ પ્રાપ્ત કરે અને આવી કંપનીઓમાં રોકાણ કરે.

સરકાર લિસ્ટેડ થનારી SME કંપનીના ઇશ્યુના ૧૫ ટકા કે એક કરોડ રૂપિયા એ બેમાંથી જે રકમ ઓછી હોય એટલું રોકાણ કરી શકે. એમ કરવાથી વધુ SME સ્ટૉકમાર્કેટમાં આવશે અને સરકાર માટે પણ વધુ ફન્ડ્સનું સર્જન થશે. SME સેગમેન્ટમાં ૨૫ કરોડ રૂપિયાથી ઓછી પેઇડ-અપ કૅપિટલ ધરાવતી કંપનીઓ લિસ્ટ થાય છે. મૂળ SME પ્લૅટફૉર્મ પર લિસ્ટ થયેલી ૩૩ કંપનીઓ મેઇન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK