બૅન્કોની NPAમાં વધારો થવા માટે ભૂલભરેલાં પ્રોજેક્ટ-મૂલ્યાંકનો જવાબદાર : રિઝર્વ બૅન્ક

મર્ચન્ટ્સ બૅન્કરોનાં પરસ્પરનાં હિતોના ટકરાવ જવાબદાર

rbi

સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના અંતે બૅન્કિંગ સિસ્ટમમાં નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA) ૧૦ ટકાથી અધિક થઈને ૧૦ લાખ કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી છે ત્યારે રિઝર્વ બૅન્કે આટલી વિરાટ NPA માટે મર્ચન્ટ્સ બૅન્કરોનાં પરસ્પરવિરોધી હિતોના ટકરાવ અને એને પગલે થયેલા દોષપૂર્ણ પ્રોજેક્ટ અપ્રેઇસલ્સને જવાબદાર ઠેરવ્યા છે.

પરસ્પર હિતવિરોધી


વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમાર્ધ અંતના ફાઇનૅન્શિયલ સ્ટૅબિલિટી રિપોર્ટ (FSR)માં મધ્યસ્થ બૅન્કે જણાવ્યું છે કે ‘નોંધપાત્ર પ્રતીક્ષાગાળો હોય એવા લાંબા ગાળાના પ્રોજેક્ટ્સની સમીક્ષા (અપ્રેઇસલ)માં મૂળભૂત ક્ષતિઓ હતી. આવા પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર હિસ્સો એવા પ્રોજેક્ટ્સનો છે, જેને કન્સોર્ટિયમ ધિરાણ પ્રાપ્ત થયું હતું અને અપ્રેઇસલ્સ પ્રોફેશનલ મર્ચન્ટ બૅન્કર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ પરસ્પર વિરોધી હિતો (તેમને બોરોઅર્સ દ્વારા  ચુકવણી કરાવાની હતી) ધરાવતા હતા એમ અહેવાલમાં જણાવાયું હતું.

જાહેર ક્ષેત્રની બૅન્કો

અહીં એ નોંધીએ કે જાહેર ક્ષેત્રની બૅન્કો ધિરાણબજારનો સિંહફાળો ધરાવતી હોવાથી મોટા ભાગના ધિરાણકર્તાઓ લોન અપ્રેઇસલ્સ અને લોન-રિસ્ટ્રક્ચરિંગ તથા પ્રોજેક્ટ અપ્રેઇસલ્સ માટે પણ માર્કેટ-લીડર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મર્ચન્ટ બૅન્કર પાંખ SBI કૅપ્સને રોકતા હતા. ગ્રોસ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ રેશિયો (GNPA) ૧૯.૩ ટકા વધ્યો છે, જેમાં કૉર્પોરેટ ક્ષેત્રનો હિસ્સો સૌથી અધિક રહ્યો છે અને એમાં મુખ્યત્વે મેટલ્સ, પાવર, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કન્સ્ટ્રક્શન ક્ષેત્રનો ફાળો રહ્યો છે.

વિવિધ ઉદ્યોગોની સ્થિતિ

બેઝિક મેટલ્સ અને મેટલ્સ પ્રોડક્ટ્સમાં GNPA ૪૪.૫ ટકા, કન્સ્ટ્રક્શનમાં ૨૬.૭ ટકા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૯.૬ ટકા અને એન્જિનિયરિંગમાં ૩૧ ટકા રહ્યો છે. રિપોર્ટમાં એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે માર્ચના અંત સુધીના ત્રિમાસિક ગાળાના અંતે ૧૦.૮ ટકા અને સપ્ટેમ્બર ૨૦૧૮ના અંતે ૧૧.૧ ટકા થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK