ડીમાર્ટના અબજોપતિ માલિક રાધાકિશન દામાણીની અનોખી સમાજસેવા

દરદીઓનાં સગાંસંબંધીઓ માટે રાહતના દરે રહેવા-જમવાની સુવિધા શરૂ કરી

dmart

જાણીતી રીટેલ શૃંખલા ધરાવતી કંપની ડીમાર્ટની માલિકી ધરાવતા બિઝનેસમૅન અને ઇન્વેસ્ટર રાધાકિશન દામાણીએ કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિ તરીકે બહારગામથી મુંબઈ આવતા દરદીઓના રિલેટિવ્સ માટે રાહતના દરે રહેવા-જમવાની સુવિધાનો માર્ચ મહિનાથી પ્રારંભ કર્યો છે.

એક દિવસના રોકાણના ૮૦૦ રૂપિયા અને એક ટંક ભોજનના ૭૫ તથા નાસ્તાના ૩૦ રૂપિયાના રાહતના દરે તળ મુંબઈના મેટ્રો સિનેમા નજીકના ગોપાલ મૅન્શનમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. રાધાકૃષ્ણ દામાણીના પરિવાર સંચાલિત શિવકિશન મિંદારામ દામાણી ચૅરિટેબલ ટ્રસ્ટે ગોપાલ મૅન્શનમાં ૫૩ ઓરડાની વ્યવસ્થા કરી છે. એમાં દરદીઓનાં સગાંસંબંધીઓને વહેલો તે પહેલોના ધોરણે રહેવા-જમવાની સેવા પૂરી પાડવામાં આવે છે.

દામાણી ક્યારેય મીડિયામાં ગાજાવાજા કરતા ન હોવા છતાં છેલ્લા થોડા વખતથી તેમની આ પ્રવૃત્તિનો વૉટ્સઍપ પર સંદેશ ફરતો થયા બાદ કંપનીમાં પૃચ્છા થતાં ગોપાલ મૅન્શનમાં શરૂ કરાયેલી સુવિધાની પુષ્ટિ થઈ છે.

નોંધનીય છે કે દામાણી હવે અબજોપતિની યાદીમાં આવી ગયા છે. ટોચના ૨૦ ધનિક ભારતીયોમાં તેમને સ્થાન મળ્યું છે. ડીમાર્ટની માલિકી ધરાવતી તેમની કંપની ઍવન્યુ સુપરમાર્કેટનું ગયા વર્ષે શાનદાર લિસ્ટિંગ થયું હતું.

૧૧૪ ટકા ઊંચા ભાવે લિસ્ટ થયેલા શૅરને પગલે ૬૧ વર્ષના દામાણીની નેટવર્થ હવે ૫.૧ અબજ ડૉલર કરતાં વધુ થઈ ગઈ છે. એમાં દામાણીના ૨.૪ અબજ ડૉલરના શૅરનો સમાવેશ થાય છે. હવે તેઓ અનિલ અંબાણી, રાહુલ બજાજ, અજય પિરામલ તથા કલાનિધિ મારન કરતાં આગળ નીકળી ગયા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK