ભારત-૨૨ ETFની ઑફરમાં ઍન્કર ઇન્વેસ્ટરોનો હિસ્સો છ ગણો ભરાયો

૨૦૦૦ કરોડ સામે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા આવ્યા

ભારત-૨૨ નામના ETFની  ઑફર  બુધવારે ખૂલ્યા બાદ પ્રથમ દિવસે જ ઍન્કર ઇન્વેસ્ટરો તરફથી જબરદસ્ત પ્રતિભાવ પામી હતી. ઍન્કર ઇન્વેસ્ટરો તરફથી આ ઑફર ૬ ગણી ભરાઈ જતાં એમાં ૧૨,૦૦૦ કરોડ રૂપિયા જમા થયા હતા. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા લૉન્ચ કરાયેલી આ ઑફરનું કદ ૮૦૦૦ કરોડનું છે જેમાંથી પચીસ ટકા એટલે કે ૨૦૦૦ કરોડ રૂપિયાની ઑફર ઍન્કર ઇન્વેસ્ટરો માટે રિઝર્વ રખાઈ હતી જેની સામે ફન્ડને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની બિડ્સ મળી છે.

આ ન્યુ ફન્ડ ઑફરને મ્યુચ્યુઅલ ફન્ડ્સ, ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો, ઇન્શ્યૉરન્સ અને રિટાયરમેન્ટ ફન્ડ એમ ભિન્ન સંસ્થાકીય રોકાણકારો તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. આમાં ન્ત્ઘ્, લ્ગ્ત્ પેન્શન ફન્ડ, બૅન્ક ઑફ ઇન્ડિયા, HDFC એર્ગો ફન્ડ, એમ્પ્લૉઈ પ્રોવિડન્ટ ફન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

જાહેર ક્ષેત્રની ટોચની અને ખાનગી ક્ષેત્રની અમુક અગ્રણી કંપનીના શૅરમાં રોકાણ કરવાની આ તક સમાન ઑફરમાં રોકાણકારને ત્રણ ટકા ડિસ્કાઉન્ટ પણ ઑફર થયું છે.

આ ઑફર ૧૭ નવેમ્બરે બંધ થશે. આ ETFમાં કુલ બાવીસ કંપનીઓનો સમાવેશ છે જે નિયમિત ડિવિડન્ડ આપતી અને નફો કરતી લાર્જ કૅપ કંપનીઓ છે. આ પોર્ટફોલિયો સંપૂર્ણ ડાઇવર્સિફાઇડ છે.

જેમ સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકાણ થાય એમ આ ભારત-૨૨માં રોકાણ થઈ શકશે. એના સોદા લિસ્ટિંગ બાદ શૅરબજાર પર શૅરની જેમ થઈ શકશે જેમાં એક યુનિટની પણ ખરીદી અને વેચાણ થઈ શકશે. આનું સ્વરૂપ ફરજિયાત ડીમૅટમાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK