UPAએ ઉદ્યોગપતિઓને લોન આપવા બૅન્કોને દબાણ કર્યું હતું : નરેન્દ્ર મોદી

ફિક્કીની વાર્ષિક સભા પૉલિટિકલ ગ્રાઉન્ડ બની

FICCI

કૉન્ગ્રેસના વડપણ હેઠળની UPA સરકારે અમુક ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓને અબજો રૂપિયાની લોન આપવા માટે બૅન્કો પર દબાણ કર્યું હતું એવો આક્ષેપ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ બાબત ૨G કૌભાંડ, કોલસા કૌભાંડ અને કૉમનવેલ્થ ગેમ કૌભાંડ કરતાં પણ વધારે મોટું કૌભાંડ છે.

ફિક્કીની ૯૦મી વાર્ષિક સાધારણ સભામાં બોલતાં મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકારના અર્થશાસ્ત્રીઓએ અમને NPAની સમસ્યા વારસામાં આપી છે.

તેમણે વર્તમાન સરકારે શરૂ કરેલી યોજનાઓ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મહિલાઓને વિનામૂલ્યે રાંધણગૅસનાં કનેક્શન આપવામાં આવ્યાં છે, દરેક ઘરમાં બૅન્ક-અકાઉન્ટ ખોલાવાયાં છે, યુવાનોને લોન આપવામાં આવી છે તથા સસ્તાં ઘરો માટેની યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સરકાર બિઝનેસોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડે છે અને જૂના તથા કાળબાહ્ય કાયદાઓ નાબૂદ કરે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK