બૅન્કો માટે માથાનો દુખાવો બની ગયાં નીરવ મોદી, NPA અને વધતી યીલ્ડ્સ

ભારતીય બૅન્કિંગ સેક્ટર કફોડી સ્થિતિમાં

nirav

ઇન્ડિયન બૅન્કિંગ સિસ્ટમની હાલત હાલમાં કફોડી અને ચર્ચાસ્પદ બની છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીનું કૌભાંડ, વધતીજતી NPA અને યીલ્ડ્સ આ ત્રણેય પાસાંઓ હાલની તારીખમાં બૅન્કો માટે માથાનો દુખાવો બન્યાં છે. વાસ્તવમાં ૯૦ દિવસમાં કોઈ લોનની ચુકવણી ન થઈ હોય તો એને ૯૦ દિવસ બાદ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ ગણવામાં આવે છે, પણ જો કોઈ ફ્રૉડ કે કૌભાંડ થાય તો એને તાબડતોબ NPA ગણી લેવામાં આવે છે. PNBમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીના કૌભાંડ બાદ PNBની NPA વધી રહી છે. જોકે માત્ર PNB જ નહીં, અન્ય બૅન્કોની વધી રહેલી NPA પણ આ સેક્ટર માટે એક મોટો ચિંતાનો વિષય છે.

ક્રેડિટ એજન્સી ઇકરાના અભિપ્રાય મુજબ જાહેર ક્ષેત્રની ૧૮ બૅન્કોના બૉન્ડ પોર્ટફોલિયોની વૅલ્યુ ઘટી જતાં ૧૧,૧૦૦ કરોડ રૂપિયાના નુકસાનને કારણે ચિંતાનો માહોલ સર્જા‍યો છે. પોર્ટફોલિયો દ્વારા થયેલી ખોટનો આંકડો પણ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા હોવાની સંભાવના છે. ત્રીજો ગંભીર વિષય વધતી જતી NPA છે. બૅન્કોની નિયામક રિઝર્વ બૅન્કે ૧૨ ધિરાણકર્તાઓને પોતાના ડિફૉલ્ટર્સ NPA તરીકે જાહેર કરવા જણાવ્યું છે. જો આ ડિફૉલ્ટર્સ સમયસર પોતાના રૂપિયાની ચુકવણી ન કરી શકે તો તેમની સામે ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટ્સી કોડ હેઠળ પગલાં લેવાની વાત પણ કરવામાં આવી રહી છે. આંકડાકીય દૃષ્ટિએ સ્ટ્રેસ્ડ ઍસેટનો આંકડો હાલની તારીખમાં અંદાજે ૩.૫૦ લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ૧૨ કંપનીઓના મળીને અંદાજે ૨.૭૮ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ ચૂકવવાનું બાકી છે. આ ૧૨ ડિફૉલ્ટર્સની યાદીમાં સૌથી વધારે રૂપિયા ભૂષણ સ્ટીલ, એસ્સાર સ્ટીલ અને ભૂષણ પાવર ઍન્ડ સ્ટીલના નામે છે, જેમના અનુક્રમે ૪૭,૦૦૦ કરોડ, ૪૪,૦૦૦ કરોડ અને ૪૨,૧૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK