ગુજરાતી સહિતની સાત ભારતીય ભાષાઓમાં ગૂગલે શરૂ કરી તેઝ નામની પેમેન્ટ ઍપ

ગુજરાતી સહિતની ૭ ભારતીય ભાષાઓમાં શરૂ કરવામાં આવેલી ઍપ ઍન્ડ્રૉઇડ અને ઍપલની ઑપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે.

google

સરકારી નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ વિકસાવેલી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ નામની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ગૂગલે તેઝ તૈયાર કરી છે. આ ઍપ દ્વારા બૅન્ક-ખાતામાંથી નાણાં મોકલવાં, ખાતામાં નાણાં પ્રાપ્ત કરવાં, બિલ ચૂકવવાં જેવા વ્યવહાર કરી શકાય છે. તેઝના યુઝર પોતાનાં બૅન્ક-અકાઉન્ટને ઍપ સાથે સાંકળી શકશે.

અરુણ જેટલીએ કરી લૉન્ચ


કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે તેઝ ઍપ લૉન્ચ કરી હતી. એ પ્રસંગે ગૂગલના નેક્સ્ટ બિલ્યન યુઝર્સ નામના પ્રોજેક્ટના વાઇસ પ્રેસિડન્ટ સીઝર સેનગુપ્તાએ જણાવ્યું હતું કે પેમેન્ટ્સના ક્ષેત્રે ભારત પાશ્ચત્ય જગત કરતાં આગળ નીકળી જશે. રોકડની ચુકવણી કરવા જેટલી સરળતાથી તેઝ મારફત વ્યવહાર કરી શકાશે.

ચાર બૅન્કો સાથે સહયોગ


તેઝ ગુજરાતી અને અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, કન્નડ, મરાઠી, તામિલ અને તેલુગુમાં ઉપલબ્ધ છે. ઍપ માટે ગૂગલે ઍક્સિસ બૅન્ક, HDFC બૅન્ક, ICICI બૅન્ક અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે સહયોગ સાધ્યો છે.

ગૂગલની આ નવી સેવામાં કૅશ મોડ રાખવામાં આવ્યું છે જેમાં બૅન્કની વિગતો કે ફોન-નંબર શૅર કર્યા વગર ચુકવણી કરી શકાય છે. ઑડિયો QR કોડ નામની આ ટેક્નૉલૉજીમાં નિયર ફીલ્ડ કમ્યુનિકેશનનો તથા અલ્ટ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ થાય છે. ફોનના માઇક્રોફોન અને સ્પીકર દ્વારા બે ફોન સાંકળીને નાણાંની લેવડ-દેવડ શક્ય બને છે.

ગૂગલના અિગ્ન એશિયા અને ભારતના વાઇસ પ્રેસિડન્ટ રાજન આનંદને જણાવ્યા મુજબ ભારતમાં આજે ૩૦ કરોડ લોકો સ્માર્ટફોન પર ઇન્ટરનેટ ધરાવે છે અને દેશમાં અકલ્પનીય પ્રમાણમાં લોકો ઇન્ટરનેટ અપનાવી રહ્યા છે. ૨૦૨૦ની સાલ સુધીમાં ઇન્ટરનેટના યુઝરની સંખ્યા ૬૫ કરોડ કરતાં વધારે થવાની ધારણા છે. ગૂગલ દરેક વ્યક્તિ સુધી ઇન્ટરનેટ સેવા પહોંચે એવું લક્ષ્ય ધરાવે છે.

વેપારીઓ પણ તેઝનો ઉપયોગ કરી શકશે અને ઍપ મારફત પેમેન્ટ પ્રાપ્ત કરી શકશે. જોકે ગ્રાહકો જેની સાથે વ્યવહાર કરતા હશે એવા બિઝનેસ જ એનો ઉપયોગ કરી શકશે. આમ સ્પામિંગ માટે એનો વપરાશ શક્ય બનશે નહીં.

તેઝની અન્ય મહત્વપૂર્ણ ખાસિયતો


સેનગુપ્તાએ જણાવ્યા મુજબ ગૂગલ તેઝ મારફત ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટને પણ સાંકળવાની તૈયારી કરી રહી છે. આ વર્ષના અંત ભાગમાં એનો પ્રારંભ થઈ જશે. તેઝ ઍપની સલામતી માટે ‘તેઝ શીલ્ડ’થી એને સંરક્ષિત કરવામાં આવી છે. ઍપમાં તેઝ સ્ક્રૅચ કાર્ડની સિસ્ટમ રાખવામાં આવી છે. એમાં યુઝર ૧૦૦૦ રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે. દરેક રવિવારે લકી ડ્રૉ દ્વારા ૧લાખ રૂપિયા જીતવાની પણ શક્યતા છે. એ માટે વ્યવહાર લઘુતમ ૫૦ રૂપિયાનો કરવો પડશે.

તેઝ NPCIની ભિમ ઍપ જેવી છે. અત્યારે દેશભરમાં ભિમ ઍપ ઘણી લોકપ્રિય બની ગઈ છે.

નાણાપ્રધાને ‘તેઝ’ના લૉન્ચિંગ વખતે શું કહ્યું?

નાણાપ્રધાને ગૂગલની નવી ઍપ તેઝના લૉન્ચિંગ પ્રસંગે કહ્યું હતું કે ‘માર્કેટમાં વધુ ને વધુ અદ્યતન ટેક્નૉલૉજી આવતી જશે એમ ડિજિટલ પેમેન્ટમાં વેગ આવતો જશે. ઘણા લોકો સુવિધા માટે નહીં, પણ પરાણે જવું પડ્યું એથી ડિજિટાઇઝેશનના માર્ગે ગયા. જોકે એ ફરજ આજે આદત બની ગઈ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK