યુરોપિયન યુનિયને ગૂગલને ૪.૩૪ અબજ યુરોનો દંડ ભરવાનું ફરમાન કર્યું

યુરોપિયન યુનિયને ગઈ કાલે ગૂગલને એની ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમના વર્ચસ્વની પ્રબળતાને મુદ્દે ૪.૩૪ અબજ યુરો (અંદાજે ૩૪૭ અબજ રૂપિયા)નો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો.

google

યુરોપના ઇતિહાસમાં આ ઍન્ટિટ્રસ્ટ પેનલ્ટીની આ સૌથી મોટી રકમ છે. ત્રણ વર્ષના ઇન્વેસ્ટિગેશન પછી પેનલ્ટી લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દરમ્યાન ગૂગલના તંત્રે દંડ લાગુ કરવાના યુરોપિયન યુનિયનના નિર્ણય સામે અપીલ કરવાનો નિર્ણય લીધો હતો. ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઍન્ડ્રૉઇડને કારણે દરેક વ્યક્તિની પસંદગીનો વ્યાપ વધ્યો છે. એથી વિશેષ કંઈ નથી.

યુરોપિયન યુનિયનના કૉમ્પિટિશન કમિશનરે જણાવ્યું હતું કે ‘અમેરિકાની ટેક-જાયન્ટ કંપની ગૂગલે એના સર્ચ-એન્જિન અને બ્રાઉઝરનો વપરાશ વધારવા માટે ગેરકાયદે રીતે એના ઍન્ડ્રૉઇડની લગભગ એકાધિકાર જેવી સ્થિતિનો ઉપયોગ કર્યો હતો. ઇન્ટરનેટ સર્ચના બજારમાં પોતાના વર્ચસ્વને વધારે નક્કર બનાવવા માટે ગૂગલે ગેરકાયદે રસ્તા અપનાવ્યા હતા. ગૂગલ એ ગેરકાયદે પ્રવૃત્તિ ૯૦ દિવસમાં બંધ નહીં કરે તો રોજના સરેરાશ ટર્નઓવરની પાંચ ટકા રકમ દંડરૂપે ભરવી પડશે.’

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના યુરોપથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર કરવેરા નાખવાના નિર્ણયને પગલે ઍટલાન્ટિક સમુદ્રના કિનારાના દેશોમાં ટ્રેડ-વૉર શરૂ થવાના ભય વચ્ચે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ ૨૦૧૭માં પણ સિલિકૉન વૅલીના જાયન્ટ ગૂગલને દંડ લાગુ કરવામાં આવ્યો હતો. એ વખતે ગૂગલની શૉપિંગ કમ્પૅરિઝન સર્વિસને મુદ્દે ૨.૪ અબજ યુરો (અંદાજે ૧૯૨ અબજ રૂપિયા)નો દંડ લાગુ કરવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK