સૉવરિન રેટિંગ અપગ્રેડ કર્યા બાદ મૂડીઝને ભારતનું આર્થિક ભાવિ સારું લાગી રહ્યું છે

ટેલિકૉમ સેક્ટર માટે નેગેટિવ આઉટલુક

moodys

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સંબંધિત અંતરાયો દૂર થતાં વેચાણ વધશે અને એકંદર આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થશે. પરિણામે આગામી વર્ષથી ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો થશે એવી સંભાવના રેટિંગ એજન્સી મૂડીઝને દેખાઈ રહી છે. ૧૪ વર્ષમાં પહેલી વાર મૂડીઝે દેશનું સૉવરિન રેટિંગ્સ સ્ટેબલ આઉટલુક સાથે ગ્ખ્ખ્૨ પર અપગ્રેડ કર્યું છે.

૭.૬ ટકાના GDP વૃદ્ધિદર સાથે વેચાણમાં વધારો થશે અને બારથી ૧૮ મહિના દરમ્યાન નવી ઉત્પાદનક્ષમતાઓ અને કૉમોડિટીઝના ભાવની વૃદ્ધિ સાથે પાંચથી છ ટકાની કરવેરા પહેલાંની એકંદર વૃદ્ધિ થશે એમ મૂડીઝના સિનિયર પ્રેસિડન્ટ અને સિનિયર ઍનૅલિસ્ટે ૨૦૧૮ના નૉન-ફાઇનૅન્શ્યલ ઇન્ડિયન કૉર્પોરેટ આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું હતું.

આર્થિક સ્થિતિ સુધરશે

મોટા ભાગની કંપનીઓ ૨૦૧૮માં મૂડીબજારના પ્રવેશ અને મોટી રોકડ પુરાંતો દ્વારા રીફાઇનૅન્સિંગને મૅનેજ કરી શકશે એમ પણ મૂડીઝના સિનિયર પ્રેસિડન્ટ અને સિનિયર ઍનૅલિસ્ટે જણાવ્યું હતું. કંપનીઓ તેમના વિદેશમાં ઇશ્યુ કરેલા બૉન્ડ્સની મૅચ્યૉરિટીઝને પણ સાચવી શકશે એમ મૂડીઝના અસિસ્ટન્ટ વાઇસ-પ્રેસિડન્ટે કહ્યું હતું. એજન્સીએ કહ્યું છે કે GSTના સરળીકરણ અને અન્ય માળખાકીય સુધારાઓને પગલે કંપનીઓના કાર્યકારી નફામાં વધારો થતાં કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરશે. જોકે રિપોર્ટમાં એમ જણાવાયું છે કે GDPની વૃદ્ધિ છ ટકાની નીચે રહેવાની અપેક્ષા અને કૉમોડિટીની કિંમતો કરવેરા પહેલાંની નીચી વૃદ્ધિમાં પરિણમી શકે છે. સુધારાની ગતિમાં ઘટાડો, રાજકીય અનિશ્ચિતતા, ઊંચા વ્યાજદર અને વિદેશી હૂંડિયામણના દરની વધઘટ ભંડોળની તંગ સ્થિતિમાં પરિણમી શકે છે.

કયા સેક્ટર માટે કેવું આઉટલુક?

એજન્સી ઑઇલ, રિયલ એસ્ટેટ, ઑટો, ઑટો-સપ્લાયર્સ અને IT સર્વિસિસ કંપનીઓ માટે સ્થિર આઉટલુક; જ્યારે ટેલિકૉમ કંપનીઓ માટે નેગેટિવ આઉટલુક ધરાવે છે. ટેલિકૉમ માટે નેગેટિવ આઉટલુકનું કારણ એજન્સી એ આપે છે કે એમાં આગામી બાર મહિના માટે સ્પર્ધા તીવ્ર બનવાની હોવાથી આવક અને માર્જિન્સ પર અસર થશે અને કૉન્સોલિડેશનને પગલે ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓ ઊભરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK