સ્નૅપડીલ હસ્તગત કરવાનો ફ્લિપકાર્ટનો વ્યૂહ ફેઇલ

૬ મહિનાથી ચાલતી ચર્ચા પર પૂર્ણવિરામ

snapdeal

સ્નૅપડીલે ગઈ કાલે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે એણે એની હરીફ ફ્લિપકાર્ટ સાથેની એકીકરણ (મર્જર)ની ચર્ચાને બંધ કરી દીધી છે અને સ્વતંત્ર હસ્તીરૂપે આગળ વધવાનો નિર્ધાર કર્યો છે. સ્નૅપડીલની આ સ્પષ્ટતા પછી મર્જર થઈ જ જશે એવી જે ધારણા છેલ્લા ૬ મહિનાથી પ્રવર્તતી હતી એનો અંત આવી ગયો છે. 

દિલ્હીના ગુડગાંવસ્થિત ઑનલાઇન માર્કેટ પ્લેસ સ્નૅપડીલના વેચાણની યોજના એમાં સૌથી વધુ  રોકાણ કરનારા સૉફ્ટબૅન્ક ગ્રુપની હતી. એણે કહ્યું હતું કે હવે સ્વતંત્રપણે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એથી બધી વ્યૂહાત્મક ચર્ચાઓ થંભાવી દેવામાં આવી છે. ફ્લિપકાર્ટની પ્રથમ ઑફર બે સપ્તાહ પહેલાં ઠુકરાવવામાં આવી એ પછી એણે આશરે ૮૫ કરોડ ડૉલરની બીજી ઑફર આપી હતી.

કંપનીએ એના છેલ્લામાં છેલ્લા નિવેદનમાં જણાવ્યું છે કે એણે કદમાં ઘટાડો કર્યો છે અને કંપનીનું રિબૂટ કરેલું વર્ઝન કંપનીને આ મહિને ગ્રોસ નફો કરતી કરે એવી અપેક્ષા છે. કંપની પગભર  થવા નૉન-કોર અસ્કયામતોને વેચી દેશે. સ્નૅપડીલના સ્થાપક કુણાલ બહલ અને રોહિત બંસલ કંપનીને  ફ્લિપકાર્ટને વેચી દેવાનો આકરો વિરોધ કરી રહ્યા હતા. બોર્ડના મુખ્ય સભ્યો સૉફ્ટબૅન્ક, વેન્ચર કૅપિટલ ફર્મ્સે વેચાણની અનૌપચારિક મંજૂરી આપી હતી; પરંતુ કંપનીના લઘુમતી શૅરધારકોએ વેન્ચર કૅપિટલ ફર્મ્સને અંદાજે નવ કરોડ ડૉલરની સ્પેશ્યલ ચુકવણીનો વિરોધ કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy