મોદીરાજમાં છેલ્લાં સાડાચાર વર્ષમાં પહેલી જ વાર ધિરાણના દરમાં વૃદ્ધિ

રેપો રેટમાં ૨૫ બેઝિસ પૉઇન્ટનો વધારો કરવામાં આવતાં એ હવે ૬.૨૫ ટકા થઈ ગયો

RBI

રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલના વડપણ હેઠળની મૉનિટરી પૉલિસી કમિટી (MPC)એ છેલ્લાં સાડાચાર વર્ષમાં પહેલી વાર ધિરાણના નીતિવિષયક દરમાં વધારો કર્યો છે.

MPCના નિર્ણય મુજબ શૉર્ટ ટર્મ લૅન્ડિંગ રેટ (અર્થાત રેપો રેટ)માં ૨૫ બેઝિસ પૉઇન્ટનો વધારો કરવામાં આવતાં આ રેટ હવે ૬.૨૫ ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય બૅન્કે કૅશ રિઝર્વ રેશિયો (CRR) અને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો (SLR) અનુક્રમે ૪ ટકા અને ૧૯.૫ ટકાના દરે યથાવત રાખવાનો પણ નિર્ણય લીધો છે.

વર્તમાન વર્ષની આ બીજી વારની દ્વિમાસિક નીતિવિષયક સમીક્ષાના અંતે MPCએ નીતિવિષયક વલણ સ્થિર હોવાનું જાહેર કર્યું છે.

નોંધનીય છે કે મનીમાર્કેટમાં ધિરાણના દરમાં વૃદ્ધિ થવાની અપેક્ષા હતી. આ વધારાને પગલે બૉન્ડની ઊપજમાં વૃદ્ધિ થવાની તથા એને પગલે ફુગાવામાં વધારો થવાની શક્યતા છે.

અન્ય નોંધપાત્ર મુદ્દો એ છે કે પ્ભ્ઘ્ની બેઠક આ વખતે સામાન્ય બે દિવસને બદલે ત્રણ દિવસ ચાલી હતી.

તાજેતરમાં ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થયો છે. રિઝર્વ બૅન્કે એપ્રિલમાં રાખેલા અંદાજ મુજબ ક્રૂડનો પ્રતિ બૅરલ ભાવ ૬૮ ડૉલર થશે એવું કહેવાયું હતું, પરંતુ મે મહિનામાં ભાવ ૮૦ ડૉલર કરતાં વધી ગયા હતા. એને પગલે દેશના કરન્ટ અકાઉન્ટની ખાધ વધી ગઈ છે અને એને કારણે મોંઘવારી વધવાની આશંકા ઊભી થાય છે. રીટેલ ભાવનો અંદાજ આપતો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એપ્રિલમાં ૪.૫૮ ટકા અને માર્ચમાં ૪.૨૮ ટકા હતો. રિઝર્વ બૅન્કે એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં આ દરની રેન્જ ૪.૭થી ૫.૧ ટકા જેટલી અંદાજી છે.

મોંઘવારી વધવાની ભીતિને પગલે ધિરાણના વ્યાજદરમાં વૃદ્ધિ

રિઝર્વ બૅન્કે ધિરાણના વ્યાજદરમાં વધારો કરવા પાછળનું કારણ મોંઘવારીમાં વધારાની આશંકા છે.

કેન્દ્રીય બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થઈ રહ્યો હોવાથી દેશમાં મોંઘવારી વધી શકે છે. એના મતે વર્તમાન નાણાકીય વર્ષના પૂર્વાર્ધમાં રીટેલ ફુગાવાનો દરે ૪.૮થી ૪.૯ ટકા રહી શકે છે અને ઉત્તરાર્ધમાં એ ૪.૭ ટકા રહેવાનો અંદાજ છે. આ અંદાજ કેન્દ્ર સરકારના કર્મચારીઓના હાઉસ રેન્ટ અલાવન્સની અસરને લક્ષમાં લીધા બાદનો છે. એ અસરને ધ્યાનમાં ન લેવાય તો આ દર અનુક્રમે ૪.૬ ટકા અને ૪.૭ ટકા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

નીતિવિષયક દરમાં વધારો કરવા માટે કમિટીના છએ છ સભ્યોએ સંમતિ આપી હતી.

કૃષિ લોનમાફીની બૅન્કોની NPA પર અસર નહીં : રિઝર્વ બૅન્ક

પાક લોનમાફીને કારણે બૅન્કોની NPA પર કોઈ અસર થઈ નથી એવું રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઘણાં રાજ્યોએ ખેડૂતોને લોનમાફી આપી છે. જેમ કે તાજેતરમાં રાજસ્થાને ૮૫૦૦ કરોડ રૂપિયાની લોન માફ કરી છે, જેની અસર NPA પર પડી નથી. કૃષિ લોન રાજ્યો માટેના બજેટમાંથી માફ કરવામાં આવે છે, જેથી બૅન્કોની NPA પર એની અસર થતી નથી.

કર્ણાટકમાં પણ નવી ચૂંટાયેલી સરકારે ફાર્મ લોનમાફીની જાહેરાત કરી છે. સૌથી પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે આ લોનમાફી આપી હતી, જે ૩૬,૩૫૯ કરોડ રૂપિયા જેટલી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્ર અને પંજાબે પણ આ પગલું ભર્યું હતું. આ લોનમાફીને લીધે રાજ્યોની ફિસ્કલ ડેફિસિટ ખાસ્સી વધી ગઈ છે.

વર્તમાન નાણાકીય વર્ષ માટે ૭.૪ ટકાના વૃદ્ધિદરનો રિઝર્વ બૅન્કનો અંદાજ


દેશમાં ફુગાવો વધવાના જોખમ છતાં રોકાણ અને વપરાશમાં વૃદ્ધિ થવાની આશાને પગલે રિઝર્વ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષમાં ૭.૪ ટકાના દરે વૃદ્ધિ થવાનો અંદાજ રાખ્યો છે.

૨૦૧૮-’૧૯ની બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા બાદ કેન્દ્રીય બૅન્કે કહ્યું હતું કે પેટ્રોલિયમ પેદાશોમાં તીવþ વધારો થવાને લીધે લોકોની આવકનો વપરાશનો હિસ્સો ઘટી જશે એવું જણાય છે. તાજેતરનાં ક્વૉર્ટર્સમાં આર્થિક પ્રવૃત્તિઓ સુધરી છે અને રોકાણનું વાતાવરણ સુધરી રહ્યું છે. આ ઉપરાંત ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટસી કોડ હેઠળ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સની સમસ્યાનો હલ લાવી શકાશે. આ બધાં પરિબળોના આધારે વર્તમાન નાણાકીય વર્ષ માટે ૭.૪ ટકાના વૃદ્ધિદરનો અંદાજ રાખવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પરિબળો વિશે રિઝર્વ બૅન્કે કહ્યું છે કે વૈશ્વિક ડિમાન્ડ વધી રહી છે એને પગલે નિકાસને વેગ મળશે અને રોકાણ પણ વધશે. જોકે ભૂ-રાજકીય જોખમો, વૈશ્વિક નાણાકીય બજારોની ચંચળતા તથા વેપાર સંબંધિત રક્ષણવાદને લીધે દેશમાં સુધારાનું વાતાવરણ ડહોળાઈ શકે છે.

નવી ધિરાણનીતિના મુખ્ય અંશો

રેપો રેટમાં ૨૫ બેઝિસ પૉઇન્ટનો વધારો. નવો દર ૬.૨૫રિવર્સ રેપો રેટ ઘટાડીને ૬ ટકા કરાયો

ઑક્ટોબર-માર્ચ સમયગાળાનો કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર ૭.૩થી ૭.૪ ટકા રહેવાનો અંદાજ

નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯માં કુલ રાષ્ટ્રીય પેદાશ ૭.૪ ટકાના દરે વધવાની ધારણા રાખવામાં આવી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK