આઝાદ મેદાનમાં અનોખાં ધરણાં

કંપનીને થયેલા અન્યાય સામે ભેગા થયા એક હજાર કર્મચારીઓ: ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝનાં ઑપરેટિંગ અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવાયાં છે એટલે પગાર સામે જોખમ ઊભું થતાં એમ્પ્લૉઈઝે મુંબઈ પોલીસ અને મુખ્ય પ્રધાનને આવેદનપત્ર સુપરત કર્યું

moons

નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના કેસ બાબતે છેલ્લાં પોણાપાંચ વર્ષની કાર્યવાહીમાં ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ (FT)માંથી ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ બનેલી કંપનીના કર્મચારીઓએ હવે વિરોધ-પ્રદર્શન કરવું પડે એવી સ્થિતિ સર્જા‍ઈ છે. મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)એ આ કેસ બાબતે કાર્યવાહીના ભાગરૂપે ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝનાં ત્રણ ઑપરેટિંગ અકાઉન્ટ ફ્રીઝ કર્યાં એના વિરોધમાં કંપનીના કર્મચારીઓએ ગઈ કાલે આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા. કર્મચારીઓનું કહેવું હતું કે તપાસનીશ એજન્સીની જોહુકમીને લીધે એક લિસ્ટેડ કંપનીનાં રોજિંદા વ્યવહારો પર માઠી અસર થઈ છે અને સાથે-સાથે તેમના પગાર પણ જોખમમાં મુકાયા છે.

શાંતિપૂર્ણ દેખાવો બાદ કર્મચારીઓએ મુખ્ય પ્રધાનના કાર્યાલય તથા મુંબઈના પોલીસ-કમિશનરના કાર્યાલયમાં આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું અને કંપનીનાં ઑપરેટિંગ અકાઉન્ટ ડીફ્રીઝ કરવાની વિનંતી કરી હતી. એજન્સીએ કોઈ પણ તર્ક વગર આ કમનસીબ કાર્યવાહી કરી છે એમ કર્મચારીઓએ કહ્યું હતું.

EOWના પગલાથી આશરે ૧૦૦૦ કર્મચારીઓને તથા તેમના પરિવારજનોને અસર થશે એટલું જ નહીં, પાંચ લાખ ટર્મિનલો પર કંપનીના ૨૫ લાખથી વધુ ઓડિન લાઇસન્સ વાપરતા ૮૦૦થી વધુ ક્લાયન્ટ્સને પણ વિપરીત અસર થશે. એની પરોક્ષ અસર કુલ ૧૦ લાખ નોકરીઓ પર થશે, કારણ કે આ કંપનીના કામકાજ સાથે સ્ટૉક એક્સચેન્જો, કૉમોડિટી એક્સચેન્જો અને અન્યો તથા ૨૦૦ કરતાં વધારે વેન્ડર્સ/ક્રેડિટર્સ સંકળાયેલા છે.

કંપનીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘આપણા દેશમાં ન્યાયતંત્ર સર્વોપરી છે અને એમાં અમને દૃઢ વિશ્વાસ છે. આ ઉપરાંત અમે માનીએ છીએ છે કે દરેક નાગરિકને ઉચિત અને નિષ્પક્ષ રીતે તપાસનો સમાન અધિકાર છે. આમ છતાં તપાસનીશ એજન્સીઓ કોઈ અદૃશ્ય હાથના ઇશારે માત્ર અને માત્ર ૬૩ મૂન્સની વિરુદ્ધ કાર્યવાહી કરીને અમારા આ મૂળભૂત અધિકારનો ભંગ કરી રહી છે. બીજી બાજુ, NSEL કેસના એકેય ડિફોલ્ટરનાં ઑપરેટિંગ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં નથી આવ્યાં. આ જ એજન્સીની તપાસમાં જણાઈ આવ્યું છે કે NSEL પેમેન્ટ કટોકટીનાં નાણાં આ જ ડિફૉલ્ટિંગ એન્ટિટીઝની પાસે ગયાં છે.

દરમ્યાન કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એસ. રાજેન્દ્રને જણાવ્યું હતું કે ફ્રીઝિંગને લીધે કર્મચારીઓના પગાર, વેન્ડરોની ચુકવણી તથા અન્ય વૈધાનિક ચુકવણી કરવાનું અશક્ય બની ગયું હોવાથી કંપની મુંબઈ હાઈ ર્કોટમાં અપીલ કરવાની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK