ટ્રાઈએ ૫G સર્વિસિસ માટેના સ્પેક્ટ્રમના ઑક્શન માટેની તૈયારીઓ આરંભી

ટેલિકૉમ નિયામક ટ્રાઈએ ૫G સર્વિસિસ માટેનાં ૨૭૫ મેગાહર્ટ્ઝનાં બે નવાં બૅન્ડ્સ અને છેલ્લા ઑક્શનમાં વેચાયા વિનાના રહેલા ૬૦ ટકા રેડિયોવેવના સ્પેક્ટ્રમના ઑક્શનના બીજા દોર માટેની મંત્રણાઓનો પ્રારંભ કર્યો હતો.

TRAI

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ (ડૉટ)એ ઑક્શન ૨૦૧૭માં યોજવાનું સૂચન કર્યું હતું ત્યારે ટ્રાઈએ ઑક્શનનો બીજો દોર ક્યારે યોજવો અને એ તબક્કાવાર યોજવો જોઈએ કે નહીં એ વિશેનો અભિપ્રાય સરકાર પાસે માગ્યો હતો.

સરકાર ૭૦૦ મેગાહર્ટ્ઝ, ૮૦૦ મેગાહર્ટ્ઝ, ૯૦૦ મેગાહર્ટ્ઝ, ૧૮૦૦ મેગાહર્ટ્ઝ, ૨૧૦૦ મેગાહર્ટ્ઝ, ૨૩૦૦ મેગાહર્ટ્ઝ, ૨૫૦૦ મેગાહર્ટ્ઝ, ૩૩૦૦-૩૪૦૦ મેગાહર્ટ્ઝ અને ૩૪૦૦-૩૬૦૦  મેગાહર્ટ્ઝ બૅન્ડ્સનું ઑક્શન કરવા જઈ રહી છે એમ ટ્રાઈએ કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું હતું. ડૉટે લાગુપાત્ર રિઝર્વ પ્રાઇસ, ઑક્શન કરવા માટેના સ્પેક્ટ્રમના જથ્થા અને બધી સર્વિસ માટે આ બૅન્ડ્સમાં સ્પેક્ટ્રમના ઑક્શન માટેની ભલામણ કરવાની વિનંતી ઑથોરિટીને કરી છે. સ્પેક્ટ્રમના સૂચિત ઑક્શનમાં કુલ સ્પેક્ટ્રમના છેલ્લા ઑક્શનમાં બાકી રહેલા આશરે ૬૦ ટકાનું વેચાણ કરવાનું આયોજન ડૉટે કર્યું છે. એ ઉપરાંત ડૉટે વધુ બે બૅન્ડ્સ ૩૩૦૦-૩૪૦૦  મેગાહર્ટ્ઝ અને ૩૪૦૦-૩૬૦૦ મેગાહર્ટ્ઝનો ઉમેરો કર્યો છે, જે મોબાઇલ સર્વિસિસને ઑક્શન દ્વારા ફાળવવામાં આવશે.

ડૉટે આગામી ઑક્શનમાં બધાં બાવીસ લાઇસન્સ્ડ ટેલિકૉમ સર્કલ્સમાં ઍક્સેસ સર્વિસિસ માટે ૩૩૦૦-૩૪૦૦ મેગાહર્ટ્ઝ બૅન્ડમાં ૧૦૦ મેગાહર્ટ્ઝનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. ૩૪૦૦-૩૬૦૦ મેગાહર્ટ્ઝ બૅન્ડમાં ઉપલબ્ધ ૨૦૦ મેગાહર્ટ્ઝમાંથી ૨૫ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ (૩૪૦૦-૩૪૨૫) ઇસરોના વપરાશ માટે રાખવામાં આવશે. બાકીના ૧૭૫ મેગાહર્ટ્ઝ ઑક્શનમાં મૂકવામાં આવશે એમ ટ્રાઈએ જણાવ્યું હતું.

છેલ્લા લિલામમાં સરકારે ૫.૬૬ લાખ કરોડના મૂલ્યના સ્પેક્ટ્રમ વેચાણ માટે મૂક્યાં હતાં એમાં ૭ ટેલિકૉમ કંપનીઓએ વિવિધ બૅન્ડ્સ ફ્રીક્વન્સીના ૯૬૪.૮૦ મેગાહર્ટ્ઝ ખરીદવા માટે ૬૫,૭૮૯ કરોડ રૂપિયાની ગૅરન્ટીઝ આપી હતી. ઑક્શનના અંતે વેચાણ માટે મૂકવામાં આવેલા સ્પેક્ટ્રમમાંથી ૬૦ ટકા સ્પેક્ટ્રમ વેચાયાં નહોતાં અને ૭૦૦ મેગાહર્ટ્ઝ બૅન્ડમાં ૪ લાખ કરોડ રૂપિયાના  સ્પેક્ટ્રમના કોઈ લેવાલ નહોતા.

ટેલિકૉમ ઉદ્યોગની નાણાકીય હાલત નાજુક છે અને નફાકારકતાને જોતાં આગામી ઑક્શન આવતા વર્ષના પ્રારંભમાં કે પછી ૨૦૧૯માં યોજાવું જોઈએ. આ કન્સલ્ટેશન પેપર પર ટિપ્પણી સુપરત કરવા માટેની છેલ્લી તારીખ ૨૫ સપ્ટેમ્બર અને કાઉન્ટર કમેન્ટ માટેની તારીખ ૩ ઑક્ટોબર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK