સવાબે લાખ કંપનીઓની નોંધણી રદ થવાની શક્યતા

આ કંપનીઓ એમનાં ફાઇનૅન્શિયલ સ્ટેટમેન્ટ્સ ફાઇલ કરતી ન હોવાથી લેવાશે ઍક્શન

jaitley

રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં નોંધાયેલી ૧૪ લાખ કંપનીઓમાંથી આશરે ૪૦ ટકા કંપનીઓ એમનાં કાનૂની રિટર્ન્સ ફાઇલ કરતી નથી અર્થાત્ અંદાજે ૫.૬૦ લાખ કંપનીઓ કૉર્પોરેટ અર્ફેસ મિનિસ્ટ્રીના ધ્યાનમાં છે જે ડીરજિસ્ટર્ડ થઈ શકે છે. કૉર્પોરેટ અર્ફેસ મિનિસ્ટ્રીની માહિતી મુજબ ૨૦૧૭-’૧૮માં મિનિસ્ટ્રીએ એમનાં ફાઇનૅન્શિયલ રિટર્ન્સ ફાઇલ નહીં કરનારી ૨.૨૬ લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કર્યું હતું. મિનિસ્ટ્રીએ ૨૦૧૩-’૧૪થી ૨૦૧૫-’૧૬નાં રિટર્ન્સ બાબતે નોંધ લીધી છે.

કંપની બાબતોના મંત્રાલયે નોંધ્યા મુજબ આ કંપનીઓને ડીરજિસ્ટર્ડ કર્યા બાદ પણ એમના ડિરેક્ટરોએ ઑફિસ છોડી નથી જે તેમણે છોડી દેવી પડતી હોય છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં પ્રાઇમ મિનિસ્ટર્સની ઑફિસે એક ટાસ્ક ફોર્સની રચના કરીને એને ડબ્બા કંપનીઓની તપાસ કરવા જણાવ્યું હતું. એ કંપનીઓ ગેરકાનૂની અને ગેરરીતિના કામકાજ કરતી હોય છે જેને અલગ તારવીને ટાસ્ક ફોર્સે એમનું રજિસ્ટ્રેશન રદ કરવાની ભલામણ કરી હતી.

આ ટાસ્ક ફોર્સમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટ, સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ, રિઝર્વ બૅન્ક, સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ, સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ સભ્ય છે.

આ વર્ષે ૨૦૧૮-’૧૯ માટે પણ ટાસ્ક ફોર્સે સવાબે લાખ જેટલી કંપનીઓ રદ કરવા માટે અલગ તારવી છે જેમના વિશે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. આ સંખ્યા વધી પણ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK