પંજાબ નૅશનલ બૅન્કે મિશન પરિવર્તન હાથ ધર્યું : બૅન્કની ઇમેજ સુધારવા નવી વ્યૂહરચના

બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ કર્મચારીઓને લખેલા પત્રમાં વિગતે વાત લખી

PNB

નીરવ મોદી સર્જિત મસમોટા કૌભાંડને કારણે ખાસ્સી બદનામ થયેલી પંજાબ નૅશનલ બૅન્કે (PNB) હવે એની ઇમેજ સુધારવા જબરદસ્ત પરિવર્તન નામનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. બૅન્કે એનું મિશન પરિવર્તન અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. આ માટે જે વ્યૂહરચના બૅન્કે અપનાવી છે એેમાં બૅન્કનો નફો મહત્તમ સ્તરે લઈ જવો, ઍસેટ ક્વૉલિટીમાં સુધારો કરવો, પ્રોડક્ટિવિટી વધારવી, રીટેલ બિઝનેસને વધારવા નવા આઇડિયા અમલમાં મૂકવા, ઇનોવેટિવ વિજિલન્સ લાગુ કરવું અને ભૂલો તથા ફરિયાદ ઘટાડવા પર ધ્યાન વધારવું વગેરે બાબતોનો સમાવેશ છે.

થિન્ક ટૅન્ક રચાશે

બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ બૅન્કના કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મિશન પરિવર્તન નામે એક સ્વતંત્ર થિન્ક ટૅન્ક ઊભી કરવામાં આïશે, જે ત્રણ `C' પર ધ્યાન કેન્દ્રિત કરશે. કમિટમેન્ટ, કોલૅબરેશન અને કમ્યુનિકેશન. અને તમામ ઇન્ટર્નલ સ્ટેક-હોલ્ડર્સને એક કરશે. દરેક બૅન્ક-કર્મચારી પાસેથી પણ આઈડિયા મેળવવામાં આવશે. આ હેતુસર એક ખાસ ર્પોટલ પણ રચાશે.

આ થિન્ક ટૅન્ક આદેશાત્મક અને પૉલિસી ઇનપુટ્સ આપશે. મહેતાએ કહ્યું છે કે સમયાંતરે પરિવર્તન જરૂરી હોય છે, સમય સાથે નહીં ચાલનારા પાછળ રહી જાય છે. આ માટે ટેક્નૉલૉજીને અપનાવવી, ગ્રાહકોની ડિમાન્ડ સંતોષવી અને બિઝનેસને વધુ કાર્યક્ષમ બનાવવો પડે. આ પરિવર્તન મિશન પર સતત દેખરેખ રાખવામાં આવશે.

નીરવ મોદીનું ડાયમન્ડ ડાઇવર્ઝન


ડિરેક્ટર ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ કહ્યું છે કે નીરવ મોદી અને તેની કંપનીઓએ સુરતમાં સ્થાનિક બજારમાં ડાયમન્ડ અને પર્લ્સ ડાઇવર્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગોલ્ડમૅન સાક્સ ડાઉનગ્રેડ ગ્રોથ


બીજી બાજુ PNB કૌભાંડને કારણે ઇન્ટરનૅશનલ નાણાસંસ્થા ગોલ્ડમૅન સાક્સે ભારતના GDPનો અંદાજ નીચો કર્યો છે, બૅન્કોની બૅડ લોન્સની દશાને ધ્યાનમાં રાખી  ભારતનો ગ્રોથ નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે. માર્ચ-૨૦૧૯ માટે એણે ૮ ટકાના GDPનો અંદાજ મૂક્યો હતો, જે હવે ઘટાડીને ૭.૬ ટકા કર્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK