શૅરબજારોમાં થતી ગરબડને ડામવા અગમચેતીનાં પગલાંની તૈયારી

એક્સચેન્જ અને ડિપોઝિટરી સાથે મળીને સેબી પ્રિવેન્ટિવ ઍક્શન-પ્લાન ઘડશે
શૅરબજારમાં મેનિપ્યુલેશનને રોકવા અને એની સામે અગમચેતીનાં પગલાં ભરવા સેબી ચોક્કસ ઍક્શનની વિચારણા કરી રહ્યું છે. એ માટે સેબીએ એક પ્રિવેન્ટિવ માળખું સૂચવ્યું છે જે માટે સેબીએ સ્ટૉક એક્સચેન્જિસ અને ડિપોઝિટરીઝ પાસે પણ વિચારો અને મંતવ્યો માગ્યાં છે.

ડેટા-ઍનૅલિસિસ


સેબી મની-લૉન્ડરિંગ માટે શૅરબજારના પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે એવા અને મેનિપ્યુલેશન કરે છે એવા લોકોને શોધવા-પકડવા માટેનું મેકૅનિઝમ ઘડવા માગે છે. આ હેતુસર સેબી ડેટા ભેગા કરવાની અને એનું ખાસ ઍનૅલિસિસ કરવાની યોજના વિચારે છે. માર્કેટમાં જ્યારે પણ ગરબડ યા ગેરરીતિ થાય છે ત્યારે એના લાભ કોણ લઈ જાય છે યા કોને આખરે પહોંચે છે એ વિશે છાનબિન કરવાનું કામ સેબી સ્ટૉક એક્સચેન્જ અને ડિપોઝિટરીને સોંપવા ચાહે છે. એ માટે શૅરબજાર અને ડિપોઝિટરીએ ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજી વિકસાવવી પડે એમ છે જે આવી કંપનીઓના પ્રમોટર્સ-સ્ટેકહોલ્ડર્સની સ્ક્રૂટિની કરી શકે.

સબ-કમિટીની રચના આ ઉપરાંત સેબી બ્રોકરોના ક્લાયન્ટ્સનાં વેરિફિકેશન કરવાનું લક્ષ્ય પણ રાખે છે અથવા એમાં વધુ બારીક નિરીક્ષણ કરવા ચાહે છે.

સામાન્ય રીતે પ્રમોટર્સ અને ઑપરેટર્સ વચ્ચેની સમજૂતી કે મિલીભગત શૅરના ભાવોને કૃત્રિમ રીતે ઉપર ખેંચે છે અને એમાં મેનિપ્યુલેશન કરે છે. આ સાથે સેબી લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સનો ગેરલાભ લેનાર સામે પણ સક્રિય બન્યું છે. સેબીએ એક્સચેન્જિસને આ વિષયમાં અપરાધોને શોધવા-સમજવા એક સબ-કમિટી રચવા પણ જણાવ્યું છે જે આ ગેરરીતિઓ ડામવાના અન્ય વિકલ્પ સૂચવશે. આ બધા કાર્યમાં સેબી બ્રોકરેજ હાઉસિસનો પણ સપોર્ટ મેળવી રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK