બજારની ગાડી ધીમી કે ઊભી હોય ત્યારે પકડી લેવી સારી

શૅરબજાર એક દિવસ તૂટે છે, બીજે દિવસે ઊછળે છે. એક દિવસ તેને ગ્રીસ દેશની આર્થિક કટોકટી સતાવે છે, બીજે દિવસે તેને ગ્રીસની આ કટોકટી યાદ પણ નથી આવતી. ગ્રીસને કારણે તૂટેલું બજાર એવું તે શું થઈ જાય છે કે બીજે દિવસે જ સુધરી જાય? કેમ ભાઈ, ગ્રીસની ક્રાઇસિસ એક દિવસ પૂરતી જ હતી?

 

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા


આ જ રીતે અમેરિકા મોટો દેશ તો એની ક્રાઇસિસ મોટી અને એની અસર પણ મોટી. ગુરુવારે એણે મોટો કડાકો બોલાવ્યો. અમેરિકાએ એના ગ્રોથ વિશે નિરાશાજનક નિવેદન કરતાં યુએસ સહિત વિદેશોનાં સઘળાં બજારો તૂટ્યું અને ભારતે ૭૦૪ પૉઇન્ટનો નીચે ભૂસકો માર્યો. બીજે દિવસે શુક્રવારે બજાર શરૂમાં ઘટ્યું, પણ પછીથી રિકવર થયું. તેથી કદાચ ઘટાડાએ પણ થાક ખાધો એમ કહી શકાય. અફર્કોસ હજી જપાન, ચીન અને યુરોપના વિવિધ દેશોની મુસીબતો તો ઊભી જ છે.

 

ગ્લોબલ પરિબળોની સાઇડ ને શૉર્ટ-લૉન્ગ ઇફેક્ટ સમજો : લાંબા ગાળા માટે શૅરો જમા કરતા જવાનો સમય નજીક આવી રહ્યો છે

 

તેથી એનાં જુદાં કારણો નીકળે. પણ નવાઈની વાત એ છે કે જે બજાર ગ્લોબલ ક્રાઇસિસને લીધે તૂટે કે ધરખમ ઘટે એ ક્રાઇસિસના સમાચારના બે-ચાર દિવસમાં જ પાછું સુધરી જાય એનો અર્થ આ ક્રાઇસિસ કરતાં એના સમાચાર વધુ અસર કરતા હોય છે. અમેરિકાની વાત જુદી છે, પણ ગ્રીસ એક એવો નાનકડો દેશ છે જેને ભારત સાથે એવા કોઈ સંબંધ નથી કે એની ક્રાઇસિસની આપણે ચિંતા કરવી પડે. તેમ છતાં જે છે એ સાઇકોલૉજી કે સેન્ટિમેન્ટ વધુ છે.

બીજાઓની ક્રાઇસિસથી આપણને પૅનિક શા માટે?
આપણા કોઈ પાડોશીના ધંધામાં મોટી ખોટ જાય અથવા તેના ધંધામાં કોઈ પાર્ટી ઊઠમણું નોંધાવે અને એને લીધે આપણા એ પાડોશી વેપારીએ સહન કરવાનું આવે ત્યારે આ પાડોશી મિત્રે પોતાના ઘરના દાગીના વેચવા પડે એવી કટોકટી સર્જાઈ જાય તો શું આપણે પણ તેને જોઈ ક્રાઇસિસમાં આવી આપણા ઘરનું સોનું વેચવા કાઢી દઈએ છીએ ખરા? ના. કેમ? કારણ કે એ તેની ક્રાઇસિસ છે, તેથી તેણે એમ કરવું પડે. આ જ વાતને આપણે શૅરબજાર સાથે મૂલવીએ કે એની તુલના કરીએ તો અન્ય દેશોમાં આર્થિક કટોકટી સર્જાતાં એ દેશના કે ગ્લોબલ રોકાણકારો ભારતીય શૅરબજારમાં વેચાણ કરીને પોતાનાં નાણાં પાછાં
ખેંચવા લાગે એનો અર્થ એ ન થાય કે આપણો દેશ પણ કટોકટીમાં આવી ગયો છે અને આપણી ઇકોનૉમી પણ ડામાડોળ થઈ ગઈ છે. તેથી બીજાઓને જોઈ શૅરો વેચવા માંડો. વાસ્તવમાં દરેક રોકાણકાર કે તેનો સમૂહ ચોક્કસ કારણસર શૅરો વેચે છે અથવા ખરીદે છે. આ પરિબળોની શૉર્ટ અને લૉન્ગ ઇફેક્ટ સમજ્યા વિના એનું અનુકરણ કરાય નહીં.

વર્તમાન સંજોગોમાં ગાડી સ્ટેશન પર ઊભી ગણાય
જોકે આપણી પાસે આપણાં કારણો છે જે નિરાશા ઉપજાવે છે. સૌથી પહેલું કારણ ફુગાવો ઉર્ફે મોંઘવારી. બીજું, ઊંચા વ્યાજદર વગેરે. જોકે આને લીધે ઇકોનૉમી પડી ભાંગી નથી એ ખરું, કિન્તુ વિશ્વાસ જરૂર હચમચી ગયો છે. એથી જ આપણે ખરીદી માટે હજી ઉત્સુક નથી; હજી રાહ જોવામાં માનીએ છીએ. ગ્લોબલ સ્તરેથી અપેક્ષિત સમાચારોની વાટ જોઈ રહ્યા છીએ, જ્યારે સેન્સેક્સ ૧૬ અને ૧૭ હજારની વચ્ચે કાં આસપાસ ફરે રાખે છે. ગુરુવારે જે ૭૦૦ પૉઇન્ટનો કડાકો આવ્યો એ માટે યુએસનું નિરાશાજનક નિવેદન; જેને પગલે એફઆઇઆઇ દ્વારા એક જ દિવસમાં થયેલું જબ્બર વેચાણ, રૂપિયાના મૂલ્યમાં ઘરખમ ઘટાડો, વગેરે જેવાં કારણોની હજી ભલે ચર્ચા ચાલતી રહે કિન્તુ ભારતીય બજાર માટે ખરીદીનો સમય નજીક આવતો જાય છે એમ કહી શકાય. જોકે માત્ર અને માત્ર લાંબા ગાળા માટે.

આ સંજોગોને આપણે ગાડી સ્ટેશન પર ઊભી છે એમ કહી શકીએ અથવા હજી મંદ ગતિએ ચાલવી શરૂ થઈ છે, પરંતુ એણે અત્યાર સુધી પ્લૅટફૉર્મ છોડ્યું નથી એમ માની શકાય. તો સવાલ એ થાય કે શું આ ગાડીમાં હમણાં જ ચડી જવાય?

ઊભેલી ગાડી પકડી લેવી સારી
ઉપરના સવાલ સાથે અત્યારે અનેક ઇન્વેસ્ટરો ખરીદી માટે ઊભા છે જેમના મનમાં ક્યાંક ભય કે શંકા છે કે બજાર હજી નીચે ઊતરી શકે છે. આ ભય સાવ ખોટો પણ નથી, પરંતુ આ ભય સાથે તેઓ નર્ણિય નહીં લઈ શકે તો કદાચ એવું બને કે તેઓ ખરીદીનો અવસર ચૂકી જાય. બની શકે કે તેઓ ખરીદે એ પછી બજાર વધુ ઘટી જાય, પણ તેઓ નહીં ખરીદે તો બજાર વધશે નહીં એવું પણ નક્કી તો નથી જ. આવા સમયમાં જો પૂરેપૂરો વિશ્વાસ ન બેસતો હોય તો પણ થોડી-થોડી ખરીદી કરતા રહેવું જોઈએ. એ પછી ભલે માર્કેટ ઘટે; નવા ઘટાડામાં પણ પુન: ખરીદી થઈ શકે છે. ઊભી ગાડીમાં એક વાર અંદર ગયા પછી પણ ગાડી ઊપડવામાં વાર લગાડે તો કંઈ મોટું નુકસાન નથી થઈ જતું, પણ જો ગાડી ઊપડી ગયા પછી આગળ જતાં ખરીદી સમયે ગિરદી વધી શકે ત્યારે પ્રવેશ મુશ્કેલ અને મોંઘો પણ બની શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK