સેન્સેક્સ 572 પોઇન્ટ્સ પછડાઈને 35,312 પર, નિફ્ટી પણ 190 પોઈન્ટ તૂટ્યો

ગુરૂવારનું વેપારી સત્ર શેરબજાર માટે અતિશય ખરાબ રહ્યું. દિવસનું ટ્રેડિંગ ખતમ થવા પર સેન્સેક્સ 572 પોઇન્ટ્સ તૂટીને 35,312 પર અને નિફ્ટી 190 પોઇન્ટ્સ તૂટીને 10,592 પર બંધ થયો. નિફ્ટીમાં સામેલ 50 શેર્સમાંથી 4 ગ્રીન અને 46 લાલ નિશાન પર ટ્રેડ કરીને બંધ થયા. નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીનો મિડકેપ 1.82 ટકા અને સ્મોલકેપ 1.74 ટકાના ઘટાડા સાથે કારોબાર કરીને બંધ થયો. 

Indian Share Market

આજના કારોબારમાં સેક્ટોરિયલ ઇન્ડેક્સની સ્થિતિ પણ ઘણી ખરાબ. (ફાઇલ)


સેક્ટોરિયલ ઇન્ડેક્સની ખરાબ સ્થિતિ


આજના કારોબારમાં સેક્ટોરિયલ ઇન્ડેક્સની સ્થિતિ પણ ઘણી ખરાબ રહી. નિફ્ટી ઓટો 2.24 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.40 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી એફએમસીજી 1.49 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી આઇટી 2.13 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી મેટલ 1.10 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી ફાર્મા 1.43 ટકા અને નિફ્ટી રિયાલિટી 2.40 ટકાના ઘટાડા સાથે કારોબાર કરીને બંધ થયો. 


મેટલ અને રિયાલિટીમાં ઘટાડો


જો સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી ઓટો 0.81 ટકાના ઘટાડા, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.71 ટકાના ઘટાડા, નિફ્ટી એફએમસીજી 0.82 ટકાના ઘટાડા, નિફ્ટી આઇટી 0.16 ટકાની તેજી, નિફ્ટી મેટલ 1.75 ટકાના ઘટાડા, નિફ્ટી ફાર્મા 0.29 ટકાની તેજી અને નિફ્ટી રિયાલિટી 1.06 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 


આ પણ વાંચો: બજારના તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં : મેટલ, ઑટો, ફાર્મા, પાવર સેક્ટરમાં વધુ નરમાઈ


વૈશ્વિક બજારોની પરિસ્થિતિ


આજે મુખ્ય એશિયન બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. દિવસના 9 વાગે જાપાનનો નિક્કેઈ 1.84 ટકાના ઘટાડા સાથે 21,514 પર, ચીનનો શાંઘાઈ 1.46 ટકાના ઘટાડા સાથે 2611 પર, હેંગસેંગ 2.84 ટકાના ઘટાડા સાથે 26,058 પર અને તાઈવાનનો કોસ્પી 1.28 ટકાના ઘટાડા સાથે 2074 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે અમેરિકાના બજારની વાત કરીએ તો ગઇકાલે ડાઓ જોન્સ 3.10 ટકાના ઘટાડા સાથે 25027 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 3.24 ટકાના ઘટાડા સાથે 2700 પર અને નેસ્ડેક 7158 પર સ્ટેબલ સાથે બંધ થયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK