રૂપિયા ને ક્રૂડને કારણે કરેક્શન: જોકે છેલ્લી મિનિટોમાં રિકવરી

આજે જૂન ક્વૉર્ટરના જાહેર થનારા GDP ડેટા પર બજારની નજર:  બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો : સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેક્સ પ્લસમાં

BSE

શૅરબજારમાં બુધવારનું કરેક્શન ગુરુવારે આગળ વધ્યું હતું. દિવસના મોટા ભાગના સમયમાં વધ-ઘટ કરતું રહેલું બજાર આખરી મિનિટોમાં રિકવર થયું હતું, જેને પગલે સેન્સેક્સ માત્ર ૩૨ પૉઇન્ટ અને નિફ્ટી માત્ર ૧૫ પૉઇન્ટ નીચે બંધ રહ્યો હતો.

બુધવારના ઘટાડાનું મુખ્ય કારણ પ્રૉફિટબુકિંગ હતું, જ્યારે ગુરુવારે રૂપિયો વધુ નબળો પડવાની અને ક્રૂડના ભાવ વધવાની અસર થઈ હતી. રૂપિયાની વધતી જતી નબળાઈ અર્થંતંત્રને મોંઘી પડે એમ છે એને ધ્યાનમાં રાખતાં લેવાલી અટકી ગઈ હતી. ટ્રેડર્સ વર્ગ પણ ખાસ સક્રિય નહોતો.

ગુરુવારે ડેરિવેટિવ્ઝમાં એક્સપાયરી ડેટ હતી, જેમાં નિફ્ટી ઑગસ્ટ સિરીઝ ૧૧,૭૦૦ નીચે બંધ રહી હતી, જે છેલ્લી મિનિટોની રિકવરીને આભારી હતી. બૅન્ક નિફ્ટી પણ ૧૨૮ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો.

FMCG, મેટલ અને ફાર્મા શૅરો ટોચના વધનાર રહ્યા હતા. નોંધપાત્ર વાત એ હતી કે બુધવારની જેમ ગુરુવારે પણ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઘટ્યા હતા, પણ સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેક્સ પ્લસ રહ્યા હતા તેમ જ માર્કેટ બ્રેડ્થ ગુરુવારે પૉઝિટિવ રહી હતી. ૧૪૪૧ સ્ટૉક્સ વધ્યા હતા અને ૧૨૫૧ સ્ટૉક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૬૯ સ્ટૉક્સમાં કોઈ વધ-ઘટ નહોતી. જોકે  ફરી  મિડ કૅપ-સ્મૉલ કૅપ શૅરો રિકવરીના માર્ગે આગળ વધશે અને લાર્જ કૅપ શૅરો કરેક્શનને માર્ગે વળશે એવું માનવામાં આવે છે.

ટોચના વધનાર શૅરોમાં તાતા સ્ટીલ, સન ફાર્માનો સમાવેશ થયો હતો જ્યારે ટોચના ઘટનાર શૅરોમાં મારુતિ સુઝુકી, આઇશર મોટર્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક, બજાજ ફાઇનૅન્સનો સમાવેશ થતો હતો.

પેટ્રોનેટ LNGમાં  વિદેશી સંસ્થાની ખરીદીની ભલામણને કારણે આ શૅર ત્રણ ટકા વધી ગયો હતો, જે હજી વધશેની ચર્ચા બજારમાં ચાલતી હતી.

રિયલ એસ્ટેટની જાયન્ટ કંપની DLFમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું  ૦.૬૭ ટકા (૧.૧૯ કરોડ શૅર) રોકાણ હોવાનું પ્રથમ વાર બહાર આવ્યું હતું, જેની આ શૅર પર પૉઝિટિવ અસર થવાની ધારણા મુકાઈ છે. 

બૅન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચની ખરીદીની ભલામણ પર ITC ગુરુવારે બાવન સપ્ïતાહની ટોચની સપાટીએ આવ્યો હતો, જે વધીને ૩૧૮ પર પહોંચ્યો હતો. આ શૅરમાં હજી ૧૫ ટકાની વૃદ્ધિની ભલામણ છે.

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન તરફથી ૩૦,૬૦૦ કરોડ રૂપિયાની સહાય મળવાના અહેવાલે ગુરુવારે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ ઈન્ટ્રા-ડેમાં ૧૮ ટકા વધી ગયો હતો જે આખરમાં ૧૬.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. આમ તો આ શૅર સતત છ મહિનાથી ડાઉન જ રહ્યો હતો. આ સહાયથી નિગમ પોતાનું દેવું ઓછું કરી શકશે.

રૂપિયાની વધુ નબળાઈની અસરરૂપે ફાર્મા અને મેટલ શૅરોમાં સુધારો થયો હતો. બીજી બાજુ ગુરુવારે પણ કામકાજના વૉલ્યુમમાં ખાસ ઉત્સાહ નહોતો. નિફ્ટી મિડ કૅપ ઈન્ડેક્સ વધ્યો હતો, જે બેન્ચમાર્ક ઇન્ડેક્સથી વિપરીત ચાલ હતી. મિડ કૅપ સ્ટૉક્સ ફરી જોમમાં આવી રહ્યા હોવાની બજારમાં ચર્ચા હતી.

ગુરુવારે બજારના ઘટાડામાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોનો ફાળો પણ હતો. આ રોકાણકારોએ ૧૪૧૫.૮૭ કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય ઇન્વેસ્ટરોએ ૧૧૧૪.૩૬ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી.

ક્રૂડના ભાવ વધીને બૅરલદીઠ ૭૭ ડૉલર થવાની અસર પણ બજાર પર હતી. અમેરિકામાં ક્રૂડ ઇન્વેન્ટરીઝ નબળી પડતાં તેમ જ ઈરાન અને વેનેઝુએલાથી ઑઇલ સપ્લાય પર સંભવિત અસરને લીધે પણ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. શુક્રવારે જૂન ક્વૉર્ટરના GDP ડેટા જાહેર થવાના હોવાથી બજારની નજર હવે આ ડેટા પર રહેશે.

આજે પણ બજાર કરેક્શન ચાલુ રાખે એવી શકયતા વધુ છે. જોકે GDPના ડેટાની અસર પૉઝિટિવ થશે તો રિકવરીને સ્કોપ છે. એમ છતાં બહુ મોટી વધ-ઘટની આશા નથી. રૂપિયાની અને ક્રૂડની  ચિંતા બજારની ગતિને રોકનારું અત્યારનું  સૌથી મોટું પરિબળ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK