નિફ્ટી નવેમ્બર વલણની પૂર્વસંધ્યાએ શૅરબજાર સાંકડી રેન્જ વચ્ચે સુસ્તીમાં

ચાલુ વર્ષે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ૯૭ ટકાની દાયકાની મોટી તેજીમાં : ટેક્નોફૅબ વીસ ટકાની ઉપલી સર્કિટમાં નવા ઊંચા શિખરે : જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅર નરમાઈમાં મોખરે

sensex

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

નૉર્થ કોરિયા દ્વારા એક વધુ મિસાઇલ ટેસ્ટની વચ્ચે ઘરઆંગણે આજે ડેરિવેટિવ્સમાં નવેમ્બર વલણની પતાવટ તેમ જ સપ્ટેમ્બર ક્વૉર્ટર માટે ઞ્Dભ્નો ડેટા માથે હોઈ શૅરબજાર ગઈ કાલે સુસ્ત ચાલમાં ૧૬ પૉઇન્ટ ઘટી ૩૩,૬૦૩ તથા નિફ્ટી ૯ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦,૩૬૧ બંધ રહ્યા છે. વધ-ઘટની રેન્જ અતિ સંકડાયેલી હતી. દિવસ દરમ્યાન સેન્સેક્સ માંડ ૧૩૦ પૉઇન્ટ તો નિફ્ટી ફક્ત ૩૬ પૉઇન્ટ ઉપર-નીચે થયો હતો. સેન્સેક્સના ૩૧માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૩ શૅર પ્લસ હતા. ઍક્સિસ બૅન્ક સવાïબેથી અઢી ટકાની નરમાઈમાં બન્ને મેઇન ઇન્ડેક્સ ખાતે ટૉપ લુઝર બન્યો હતો. બૉશ લિમિટેડ ઉપરમાં ૨૦,૧૭૬ રૂપિયા બતાવી અંતે ૫.૭ ટકા કે ૧૦૮૩ રૂપિયાના ઉછાળે ૨૦,૦૬૫ રૂપિયા બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર રહ્યો હતો. માર્કેટ-બ્રેડ્થમાં રસાકસી એટલે કે ફિફ્ટી-ફિફ્ટીનો રંગ જોવાયો છે. બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટી નહીંવત નરમ હતા, પણ PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની નબળાઈમાં એકાદ ટકો ડાઉન હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૦માંથી ૩૦ શૅર ડાઉન હતા. DCB બૅન્ક ૩.૪ ટકાની ખરાબી સાથે અત્રે મોખરે હતો. સાઉથ ઇન્ડિયન બૅન્ક ત્રણેક ગણા કામકાજમાં ઉપરમાં ૩૩ રૂપિયા થઈ છેલ્લે સાડાચાર ટકા વધીને ૩૨ રૂપિયા પ્લસ હતો. દરમ્યાન પાકિસ્તાનનો કરાચી શૅરબજારનો ઇન્ડેક્સ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૩૯,૪૬૩ની અંદર ઊતરી ગયો હતો જે એક વર્ષની નીચી સપાટી કહી શકાય. કરાચી ઇન્ડેક્સ રનિંગ ક્વૉટમાં ગઈ કાલે સાધારણ ઘટાડામાં ૩૯,૬૦૦ આસપાસ દેખાતો હતો. ચાલુ વર્ષના મે મહિનાના સેકન્ડ હાફમાં કરાચી શૅરબજાર ૫૩,૧૨૭ની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. છ મહિનામાં ત્યાં ઊપલા મથાળેથી અત્યાર સુધીમાં ૧૩,૬૬૫ પૉઇન્ટનો કડાકો નોંધાઈ ચૂક્યો છે. જાણકારો આગામી છ-આઠ મહિના વધ-ઘટે વધુ નરમાઈના જુએ છે. 

બિટકૉઇનમાં રોજેરોજ નવી વિક્રમી સપાટી


ક્રિપ્ટોકરન્સીનો ક્રૅઝ પરીકથાની રાજકુમારીની જેમ વધી રહ્યો છે. આ સેગમેન્ટમાં માર્કેટ લીડર ગણાતો બિટકૉઇન આ લખાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦૦ ડૉલરના ઉછાળે ૧૦,૮૬૪ની નવી વિક્રમી સપાટી બનાવી રનિંગ ક્વૉટમાં નવ ટકા પ્લસની તેજીમાં ૧૦,૭૬૨ ડૉલર આસપાસ દેખાતો હતો. ભારતીય કરન્સીમાં બિટકૉઇનનો રેટ-ઝેબ પે પ્લૅટફૉર્મ ખાતે નવ લાખ રૂપિયાની નજીક તો કોઇન ડેસ્ક ખાતે ૮.૬૦ લાખ રૂપિયા બોલાયો છે. સપ્તાહમાં અત્રે બિટકૉઇનના ભાવ ૨.૬૪ લાખ રૂપિયા ઊંચકાયા છે. ૩૦ નવેમ્બર, ૨૦૧૬ના રોજ બિટકૉઇનનો ભાવ ૭૪૨ ડૉલર અને ૨૦૧૬ની ૩૧ ડિસેમ્બરે એ ૯૬૮ ડૉલર હતો. બિટકૉઇનની આ તેજી ગાંડી લાગતી હોય તેમના માટે એક વધુ સમાચાર છે. બિટકૉઇનનો ભાવ ૨૦૧૮ના આરંભમાં ૧૦,૦૦૦ ડૉલર થવાની આગાહી કરનાર વિશ્લેષક હવે આગામી ૧૨ મહિનામાં એટલે કે વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં બિટકૉઇન ૪૦,૦૦૦ ડૉલરે જવાનો વરતારો ભાખ્યો છે. મતલબ કે ભારતીય રૂપિયામાં બિટકૉઇન સહેજે ૩૪-૩૫ લાખ રૂપિયાએ જોવાશે!! દરમ્યાન ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ ગઈ કાલે ૩૩૧ અબજ ડૉલરને વટાવી ગયું છે જેમાં બિટકૉઇનનો હિસ્સો ૧૮૨ અબજ ડૉલરથી વધુનો છે.

ટેક્નોફૅબમાં નવા ઑર્ડરની તેજી


કન્સ્ટ્રક્શન-ઇજનેરી સેગમેન્ટમાં પ્રવૃત્ત ટેક્નોફૅબ એન્જિનિયરિંગ રોજના સરેરાશ માંડ સવાબસો શૅર સામે ગઈ કાલે ૧૩૦૦ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૮૯ રૂપિયાની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો છે. છેલ્લે એક લાખ શૅરથી વધુના બાયર BSE ખાતે ઊભા હતા. કંપનીએ એશિયન ડેવલપમેન્ટ બૅન્કના ફન્ડિંગવાળા પાણીપુરવઠા ક્ષેત્રે ૨૮૧ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ મળ્યા હોવાના અહેવાલ તેજીનું કારણ બન્યા હતા. કંપનીની ઑર્ડરબુક હાલમાં ૨૦૦૦ કરોડ રૂપિયા જેવી છે જેમાં ૪૫ ટકા ઑર્ડર વૉટર સેગમેન્ટના છે. GNA એક્સેલ રોજના એકંદર ૬૦,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૩૩ લાખ શૅરના વૉલ્યુમમાં નીચામાં૩૭૬ રૂપિયા થઈ છેલ્લે સવાપાંચ ટકાના ઘટાડે ૩૮૭ રૂપિયાની અંદર રહ્યો હતો. રિલેક્સો ફુટવેર ૯૭ ગણા કામકાજમાં પાંચ ટકા ગગડીને ૬૦૩ રૂપિયા, સેઇલ ત્રણ ગણા વૉલ્યુમમાં સવાત્રણ ટકાના ઘટાડે ૭૮ રૂપિયા, ટ્રેન્ટ ૩૦ ગણા કામકાજમાં ત્રણ ટકાથી વધુની નરમાઈમાં ૩૪૦ રૂપિયાની નીચે બંધ હતા. ADF ફૂડ્સ સાડાઆઠ ગણા વૉલ્યુમમાં ૩૩૮ રૂપિયાની નવી ઐતિહાસિક ટૉપ બતાવી ૧૪.૭ ટકાના જમ્પમાં ૩૩૨ રૂપિયા પ્લસ બંધ રહ્યો હતો.

રિયલ્ટી ઇન્ડેક્સ બેવડાઈને વર્ષની ટોચે

ફ્લૅટ માર્કેટમાં રિયલ્ટી ઇન્ડેક્સ ગઈ કાલે ૧૦માંથી ૭ શેરના સુધારામાં ૨૪૪૮ની વર્ષની ઊંચી સપાટી બનાવી છેલ્લે પોણા ટકા જેવા સુધારામાં ૨૪૧૯ બંધ રહ્યો છે. ૧૧ મહિના પહેલાં, ૨૭ ડિસેમ્બરે આ આંક ૧૧૯૫ના તળિયે હતો. નિફ્ટી રિયલ્ટી બૅન્ચમાર્ક પણ ૧૦માંથી સાત શૅરની આગેકૂચમાં ૩૨૬ પ્લસની વર્ષની ટૉપ બનાવી એકાદ ટકા નજીકના સુધારામાં ૩૨૨ બંધ રહ્યો છે. ૧૧ મહિના પહેલાં આ આંક ૧૫૫ની અંદર હતો. નોટબંધીની રિયલ્ટી સેક્ટર પર માઠી અસર થઈ છે. મકાનો-દુકાનોના સોદા ઘટી ગયા છે. નવા પ્રોજેક્ટ નાણાભીડથી અટવાઈ ગયા છે છતાં રિયલ્ટી શૅર એક વર્ષમાં જબરો તેજીમાં દેખાય છે. છેલ્લા એક વર્ષમાં અજમેરા રિયલ્ટીનો શૅર ૧૬૦ ટકા, ડેલ્ટા કૉર્પ ૧૩૪ ટકા, DLF ૧૦૨ ટકા, ઇમામી ઇન્ફ્રા ૩૬૧ ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ ૧૩૭ ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ૨૦૮ ટકા, કોલ્ટે-પાટીલ ૨૯૦ ટકા, મૅરેથૉન રિયલ્ટી ૧૬૮ ટકા, પાર્શ્વનાથ ૧૫૦ ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ ૧૦૬ ટકા, પૂર્વાન્કારા ૨૫૮ ટકા, શોભા લિમિટેડ ૧૪૦ ટકા, સનટેક રિયલ્ટી ૩૩૫ ટકા, ઝન્ડુ રિયલ્ટી ૧૦૮ ટકા, પ્રોઝોન ૧૦૯ ટકા, ઑબેરૉય રિયલ્ટી ૭૨ ટકા, સિટાડેલ રિયલ્ટી ૧૧૩ ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ ૯૫ ટકા વધી ગયા છે.

મારુતિ સુઝુકી ૮૭૦૦ રૂપિયા નજીક

મારુતિ સુઝુકી ૮૫૮૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૮૬૯૫ રૂપિયાની નવી ઑલટાઇમ હાઈ બનાવી ગઈ કાલે અડધા ટકાના સુધારામાં ૮૬૬૯ રૂપિયા જેવો બંધ રહ્યો છે. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવેલ્યુ ૧૨૨૮ રૂપિયા છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. શૅર-વિભાજન પણ પાકી ગયું છે. બજારમાં મોટુ કરેક્શન ન આવે તો જાણકારો માર્ચ સુધીમાં અત્રે પાંચ આંકડાનો ભાવ લાવ્યા છે. સૉફ્ટવેર કંપની એઇટ કે માઇલ્સ જેનો ભાવ આ વર્ષમાં ૭૦૦ રૂપિયાથી ઘસાતો-ઘસાતો બે મહિના પૂર્વે ૩૬૫ રૂપિયાના તળિયે પહોંચી ગયો હતો એ ઑપરેટર્સની પકડમાં વધતો-વધતો ગઈ કાલે બમણા કામકાજમાં ૧૦૨૪ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે સવાïચાર ટકાના ઉછાળે ૯૮૫ રૂપિયા નજીક બંધ રહ્યો છે. પાંચ રૂપિયાના શૅરની બુકવïૅલ્યુ ૧૩૭ રૂપિયા છે. ઇન્ડસ્ટ્રીના ૧૯.૮ના P/E સામે આ કાઉન્ટર હાલમાં લગભગ ૨૯ના P/E પર ચાલી રહ્યું છે. પ્રમોટર્સ પાસે ૬૦ ટકા હોલ્ડિંગ છે એમાંથી સવાદસ ટકા માલ ગિરવે પડ્યો છે. મૂળ રોઝબડ કમર્શિયલના નામે ઓળખાતી આ કંપનીનું નામ બદલીને ૨૦૦૯માં પી. એમ. સ્ટ્રીપ્સ કરાયું હતું. ૨૦૧૧માં ફરી વાર નામ બદલી એઇટ કે માઇલ્સ થયું હતું. દરમ્યાન અનિલ અંબાણી ગ્રુપની ય્.કૉમ ગઈ કાલે વધુ સાડાત્રણ ટકાના ધોવાણમાં સાડાબાર રૂપિયાની નીચે બંધ રહ્યો છે. રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ નિપ્પૉન, રિલાયન્સ નેવલ, રિલાયન્સ ઇન્ફ્રા સવાથી અઢી ટકા ડાઉન હતા. રિલાયન્સ હોમ સવાત્રણ ટકા વધીને ૮૦ રૂપિયા નજીક બંધ હતો. રિલાયન્સ પાવર જૈસે-થે હતો. વડીલ બંધુ મુકેશ અંબાણી ગ્રુપ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાધારણ સુધારામાં ૯૪૫ રૂપિયા બંધ આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટિÿયલ ઇન્ફ્રા દોઢ ટકો નરમ હતો. નેટવર્ક ૧૮ બે ટકા તો TV-૧૮ સાધારણ અપ હતા. જેના ફન્ડામેન્ટલ્સ તદ્દન ઝીરો છે અને NSEL કરણમાં ૯૦૦ કરોડ રૂપિયા પ્લસનું ફૂલેકુ જેના પ્રમોટરો ફેરવી ચૂક્યા છે એ એન. કે. ઇન્ડસ્ટ્રીઝ સળંગ આઠમા દિવસની ઉપલી સર્કિટમાં ગઈ કાલે ૮૨ રૂપિયાની મલ્ટિયર ટૉપ બતાવી પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૭૪ રૂપિયા થઈ અંતે સાડાચાર ટકાના ઘટાડે ૭૫ રૂપિયા બંધ હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK