દિવાળી પછી ખરેખર દિવાળી : માર્કેટમાં હવે સીક્રેટ સુપરસ્ટાર્સને શોધવા પડશે

બજાર તેજીમય મૂડમાં છે અને રહેશે એવું માની શકાય, પરંતુ રોકાણકારોએ બજાર કરતાં વધુ સ્ટૉક સિલેક્શન પર ધ્યાન આપવું જોઈશે; અર્થાત્ કઈ સ્ક્રિપ્સમાં હજી કરન્ટને અવકાશ છે, કઈ સ્ક્રિપ્સ હજી ઊંચે જવાની સંભાવના છે, કયા સ્ટૉક્સ અન્ડરવૅલ્યુડ છે એવા સીક્રેટ સ્ટૉક્સ (સ્ટાર્સ)ને શોધવા જોઈશે. જેઓ અભ્યાસ કરીને અથવા યોગ્ય સલાહ મેળવીને આમ કરી શકશે તેમની આગામી દિવાળી સુધરી જશે

bse


શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

દિવાળીની રજા બાદ ખૂલેલું બજાર આખું  સપ્તાહ પૉઝિટિવ રહ્યું હતું. દિવાળીના મુરત ટ્રેડિંગના રોજ નીચે ઊતરી ગયેલા બજારે નવા વર્ષના પહેલા દિવસે પૉઝિટિવ શરૂઆત કરી એને રોકાણકારો સારી શરૂઆત માનતા હતા. બીજા દિવસે મંગળવારે પણ બજારે સકારાત્મક વલણ દર્શાવીને વધુ સુધારો નોંધાવ્યો હતો. ઇન્ફોસિસ, HDFC બૅન્ક સહિત વિવિધ અગ્રણી કંપનીઓનાં પરિણામ એકંદરે સારાં રહ્યાં હતાં. જોકે મંગળવારે સાંજે સરકાર તરફથી સંખ્યાબંધ પ્રોત્સાહક જાહેરાત થઈ જેમાં રોડ-હાઇવે બાંધકામ માટે જંગી ખર્ચ કરવાની યોજના, GSTની લેટ-ફીમાં રાહત, બૅડ લોન્સના બોજ હેઠળ દબાયેલી  બૅન્કોને મૂડીનો સપોર્ટ કરવાની જાહેરાત થઈ અને બુધવારે સેન્સેક્સે એના પ્રતિભાવમાં ૪૩૫ પૉઇન્ટના ઉછાળા સાથે પ્રથમ વાર ૩૩,૦૦૦ ઉપરનું અને નિફ્ટીએ ૮૭ પૉઇન્ટના જમ્પ સાથે ૧૦,૩૦૦નું નવું લેવલ પણ બનાવ્યું હતું. ગુરુવારે બજારે સુધારાની ગતિ ચાલુ રાખી હોવાથી બજાર ફરી નવી ઊંચાઈએ બંધ રહ્યું હતું. જોકે શુક્રવારે બજાર ૧૦૦ પૉઇન્ટથી વધુ ઉપર જઈને પછીથી માત્ર ૧૦ પૉઇન્ટ પ્લસ સાથે બંધ રહ્યું જેમાં પ્રૉફિટ- બુકિંગે નોંધપાત્ર ભૂમિકા ભજવી હોવાથી હવે પછીના સપ્તાહમાં તેજીની ગતિ ધીમી પડે યા પ્રૉફિટ-બુકિંગ સ્વરૂપે કરેક્શન ચાલે તો નવાઈ નહીં. જોકે સેન્ટિમેન્ટ તેજીમય હોવાથી અને સરકાર સુધારાનાં પગલાં લેવામાં સક્રિય હોવાથી બજારની તેજી વધુ ઝડપ પણ પકડી શકે છે.

નવા વર્ષે નવી ઊંચાઈ

નવા વર્ષમાં બજાર વધુ નવી ઊંચાઈ તરફ આગળ વધશે એવી આશા વચ્ચે બજારમાં ઉત્સાહ તો છે, પરંતુ એ સાથે સાવચેતી પણ છે, કારણ કે બે રાજ્યોની ચૂંટણી પર પણ બજારની નજર છે, જ્યારે બીજી બાજુ સરકાર સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઞ્લ્વ્માં આગામી સમયમાં વધુ સુધારા કરાશે એવું રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ કહ્યું છે. નવેમ્બરમાં આ સંબંધી મળનારી કાઉન્સિલની મીટિંગમાં સકારાત્મક જાહેરાતની અપેક્ષા બંધાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ GST બાબતે વલણ હળવું અને સરળ કરવામાં આવશે એવા સંકેત આપ્યા હતા.

સરકારનાં પ્રોત્સાહક પગલાં

જેનો તરત જ અમલ થઈ રહ્યો હોય એમ ગયા સપ્તાહમાં સરકાર તરફથી મહત્વની જાહેરાત થઈ હતી. અર્થતંત્રને વેગ આપવા માટે કરવામાં આવેલી આ જાહેરાતોમાં નાણાપ્રધાને રોડ-હાઇવે પ્રકલ્પ માટે ૭ લાખ કરોડ રૂપિયાની જંગી ખર્ચ યોજનાઓ અનાઉન્સ કરી હતી જેને પરિણામે રોજગારસર્જન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ મળશે. વધુમાં GST બાબતે રાહતો આપવાનો સિલસિલો આગળ વધ્યો હતો જેમાં ઞ્લ્વ્ના વિલંબિત પેમેન્ટ પરની પેનલ્ટી માફ કરવામાં આવી હતી અને અગાઉ લેવાયેલી પેનલ્ટીની પણ કરદાતાને ક્રેડિટ આપવાનું ઉદાર પગલું ભરાયું હતું. એને વેપાર-ઉદ્યોગ દિવાળી કે લાભપાંચમની ભેટ ગણતા હતા. ગયા મંગળવારે ઞ્લ્વ્ના કલેક્શનના આંકડા પણ જાહેર થયા હતા જે એકંદરે સારા હતા. અલબત્ત GST સામે હજી કેટલાક મુદ્દા ઊભા છે જેના ઉપાય કરવા અનિવાર્ય છે. સરકાર આ બાબતે ગંભીર છે એ મહત્વનું છે. વાસ્તે ઞ્લ્વ્ના સુધારા અને સરળીકરણ આવતાં રહેશે જે અર્થત્ાંત્ર-વેપાર-ઉદ્યોગ અને બજારને પણ વેગ આપવાની ભૂમિકા ભજવી શકે.

બૅન્કોં કી ગાડી ચલ પડી

ગયા સપ્તાહમાં જાહેર ક્ષેત્રની બૅન્કો માટે પણ લાભપાંચમ શુભ સાબિત થઈ હતી, કારણ કે સરકારે બૅન્કો માટે ૨.૧૧  લાખ કરોડ રૂપિયાનો કૅપિટલ સપોર્ટ જાહેર કર્યો હતો જેમાં બૅન્કોના બૉન્ડ્સ ઇશ્યુનો પણ સમાવેશ થતો હતો. એને કારણે બજારે અને બૅન્ક નિફ્ટીએ પણ કૂદકા માર્યા હતા. આમાં મહત્વની નોંધવા પાત્ર વાત એ છે કે બૅન્કો પાસે ભંડોળ વધવાથી નાના-મધ્યમ અને માઇક્રો સ્તરના એકમોને ધિરાણ મેળવવામાં સરળતા થશે અને આમ થાય એના પર સરકાર પણ ધ્યાન આપશે. આ પગલું પણ રોજગારસર્જનનું નિમિત્ત બનશે. વધુમાં બૅન્કોના બૅડ લોન્સના દબાણને પણ કંઈક અંશે રાહત થશે છતાં બૅન્કોના ભાવિ મર્જરની શક્યતા તો ઊભી જ છે અને રહેશે, કેમ કે મજબૂત બૅન્કોને સરકાર વધુ વિકાસલક્ષી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે નબળી બૅન્કોને હાલમાં ટેકો આપવા માગે છે. આમ પણ જાહેર ક્ષેત્રની મોટા ભાગની બૅન્કોની દશા એ છે કે સરકારના ટેકા વિના તેમને કોઈનો આશરો નથી. વાસ્તે બૅન્ક સ્ટૉક્સમાં રોકાણ કરતા લોકોએ આ વાતની કાળજી લેવી આવશ્યક છે.

કંપનીઓનાં ક્વૉર્ટરલી રિઝલ્ટ્સ

આ સમયગાળો ક્વૉર્ટરલી રિઝલ્ટનો હોવાથી કંપનીઓની કામગીરી જાહેર થઈ રહી છે જેમાં એકંદરે સારો છતાં અધૂરપવાળો દેખાવ જોવામાં આવે છે, કેમ કે ક્યાંક GSTની અસર તો ક્યાંક નોટબંધીની અસર સમાયેલી છે. માગ અને ધિરાણમાં પણ મંદ ગતિ ચાલુ રહી હોવાથી બિઝનેસને વિપરીત અસર દેખાય છે, પરંતુ આ સાથે આગામી સમયમાં જેમ-જેમ આ અસર ઓછી થવા માંડશે એમ કંપનીઓની કામગીરી વધુ સુધરવાની આશા વ્યક્ત થાય છે. શૅરબજારની નહીં તો સિલેક્ટિવ શૅરોની તેજીને જાળવી કે વધારી રાખવામાં આ પરિબળ મહત્વનું બની રહેશે એથી જ સતત નવી ઊંચાઈ હાંસલ કરતા બજારમાં સ્ટૉક સ્પેસિફિક રહેવામાં વધુ સાર અને સમજણ ગણાય છે.

IPOનો પ્રવાહ

રિલાયન્સ નિપ્પોનનો IPO મિનિટોમાં જ છલકાઈ ગયો જેવા સમાચાર IPO બજારની તેજી કરતાં વધુ પડતો ઉત્સાહ જવાબદાર હોવાનું દર્શાવે છે. પાંચ-દસ IPO વધુ પડતા સફળ થવાનો અર્થ દરેક IPO એવા જ સારા અને સફળ રહેશે એવું માની લેવાની ભૂલ કરવી નહીં. શૅરબજારમાં ભાવો વધુ ઊંચા થઈ ગયા હોવાને કારણે પણ રોકાણકારો, પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ્સ તેમ જ મ્યુચ્યુઅલ ફન્ડ્સ, સંસ્થાકીય રોકાણકારો IPO તરફ વધુ વળી રહ્યા છે જેને લીધે પણ IPO છલકાઈ રહ્યા છે. જોકે આ સંજોગોમાં પણ ઇન્શ્યૉરન્સ કંપનીઓના GSTને ઠંડો પ્રતિભાવ કે તેમના ભાવોને મળી રહેલા નબળા પ્રતિસાદને જોતાં સવાલ થવા સ્વાભાવિક છે. ઇન શૉર્ટ, બજારમાં લોકો પાસે વધુ નાણાકીય પ્રવાહિતા છે જેને તેઓ શૅરોમાં વધુ અજમાવે છે. 

કરેક્શન આવી શકે ને આવવું પણ જોઈએ

ભારતીય બજાર સામે અત્યારે સૌથી મોટું અને મુખ્ય જોખમ જિયોપૉલિટિકલ બાબતનું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પહેલાં કરતાં ઠંડા પડ્યા છે. બીજી બાજુ બજારના ઊંચા ભાવ - વૅલ્યુએશન પણ ચિંતા અને ચિંતનનો વિષય બન્યા છે. યાદ રહે કે પ્રૉફિટ-બુકિંગ અને  કરેક્શન આવતાં રહેશે અને આવવાં પણ જોઈએ. રાજ્યોની ચૂંટણી જાહેર થઈ હોવાને લીધે બજાર ક્યાંક વૉલેટાઇલ પણ થતું રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK