બજારમાં છેલ્લા કલાકમાં કરેક્શન: વધેલા અગ્રણી શૅરોમાં પ્રૉફિટબુકિંગ

સેન્સેક્સ ૧૭૩ પૉઇન્ટ અને નિફ્ટી ૪૬ પૉઇન્ટ નીચે બંધ રહ્યા : કોલ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બૅન્ક જેવા ઇન્ડેક્સના હેવી સ્ટૉક્સ ઘટ્યા

BSE

સતત અને સળંગ વધારા બાદ ગઈ કાલે શૅરબજારે થાક ખાધો હતો. દિવસના મોટા ભાગના સમયમાં ઢીલું રહેલું બજાર આખરી મિનિટોમાં ઝડપથી ઘટી જતાં સેન્સેક્સ ૧૭૩ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો, જ્યારે નિફ્ટી ૪૬ પૉઇન્ટ નીચે આવ્યો હતો. ગઈ કાલના ઘટાડાનું મુખ્ય કારણ પ્રૉફિટ-બુકિંગ હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બૅન્ક, કોલ ઇન્ડિયા અને ઇન્ફોસિસ સહિતના તાજેતરમાં ઘણા વધી ગયેલા ઇન્ડેક્સ સ્ટૉક્સમાં નફો બુક કરાયો હોવાથી વેચવાલી આવી હતી.

ગઈ કાલે કામકાજના વૉલ્યુમમાં પણ ખાસ દમ નહોતો. સાધારણ માઇનસ ખૂલેલું બજાર થોડા સમય બાદ પ્લસ થયું હતું, પરંતુ આખરના એક કલાકમાં એ એકદમથી ઘટી ગયું હતું.

યસ બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક પણ પ્રૉફિટબુકિંગને લીધે ઘટ્યા હતા. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસિસે ફિસ્કલ ડેફિસિટ માટે નકારાત્મક સંકેત આપવાને કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ થોડું ડાઉન થયું હતું.

રિઝર્વ બૅન્કે ફુગાવો અને રાજકોષીય જોખમ બાબત વ્યક્ત કરેલી ચિંતા પણ ગઈ કાલના ઘટાડાનું કારણ બન્યું હતું. સેન્ટ્રલ બૅન્કે એના અહેવાલમાં વર્લ્ડ ટ્રેડ-વૉર બાબતે પણ ચિંતા દર્શાવી હતી. રિઝર્વ બૅન્કે આ સાથે ગ્રોથ અને કૃષિવિકાસ માટે સારો આશાવાદ પણ દર્શાવ્યો છે. જોકે રિઝર્વ બૅન્કે વ્યાજદર વધારાના સંકેત આપીને બજાર માટે થોડી ચિંતા પણ જગાવી છે. જો વ્યાજદરમાં વધારો થાય તો ઇક્વિટી માર્કેટને વિપરીત અસર થઈ શકે.

દિવસ દરમ્યાન સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૩૮,૯૮૯ જેવા ટૉપ લેવલ પર પણ પહોંચી ગયો હતો અને ત્યાર બાદ પાછો ફર્યો હતો. પ્રૉફિટ-બુકિંગને પગલે સેન્સેક્સ ૩૮,૭૭૨ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૬ પૉઇન્ટ ઘટીને ૧૧,૬૯૨ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી પણ વધીને ૧૧,૭૫૩ સુધી ગયો હતો. ડેરિવેટિવ્ઝમાં એક્સપાયરી તારીખના આગલા દિવસને ધ્યાનમાં રાખી મૂવમેન્ટ ધીમી પડી હતી.

ઇન્ફ્રા, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, ફાર્માસ્યુટિકલ્સ, એનર્જી‍ અને બૅન્કિંગ શૅરોની બજાર પર નેગેટિવ અસર જોવાઈ હતી. મજાની વાત એ છે કે નિફ્ટી મિડ કૅપ ઇન્ડેક્સ વધ્યો હતો જે બેન્ચમાર્ક ઇન્ડેક્સથી વિપરીત ચાલ હતી. મિડ કૅપ સ્ટૉક્સ ફરી જોમમાં આવી રહ્યા હોવાની બજારમાં ચર્ચા હતી.

એશિયન કરન્સીની નબળાઈ સાથે ભારતીય રૂપિયો પણ ડૉલર સામે ઘટીને ૭૦.૫૭ના લેવલે પહોંચ્યો હતો. ક્રૂડની સપ્લાય ઈરાને હાલમાં અટકાવી હોવાથી ક્રૂડના ભાવ વધતાં અને ડૉલરની ડિમાન્ડને કારણે રૂપિયો વધુ નબળો પડતાં બજાર પર નેગેટિવ અસર થઈ હતી.

માર્કેટ-બ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી જેમાં ૧૨૮૧ સ્ટૉક્સ વધ્યા હતા, જ્યારે ૧૪૨૯ સ્ટૉક્સ ઘટ્યા હતા. ૧૬૬ સ્ટૉક્સમાં કોઈ વધ-ઘટ નહોતી. સૌથી વધુ ઘટનાર શૅરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, CIL, પાવર ગ્રીડ, નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન, વેદાન્ત, HUL, લાર્સન, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, ઍક્સિસ બૅન્ક હતા, જ્યારે વધનાર સ્ટૉક્સમાં ONGC, બજાજ ઑટો, બજાજ ફાઇનૅન્સ, કોટક બૅન્ક, ઇન્ડિયન ટબૅકો કંપની, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, ICICI બૅન્ક, મહિન્દ્ર, વિપ્રો, હીરો મોટોકૉર્પ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને યુનાઇટેડ ફૉસ્ફરસનો સમાવેશ થયો હતો. સેક્ટરમાં મેટલ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, ઑઇલ-ગૅસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઑટો પૉઝિટિવ ઝોનમાં હતા.

ગ્લોબલ સ્તરે યુરોપ માર્કેટ સાધારણ ઊંચી હતી. બજારનું ધ્યાન વર્લ્ડ ટ્રેડ-વૉરના સમાચાર પર હતું, જ્યારે એશિયન માર્કેટમાં મિશ્ર વલણ હતું.

તાજેતરમાં ડૂબેલી IDBI બૅન્કને તારવા એનો મોટો હિસ્સો ખરીદનાર સંસ્થાકીય ઇન્વેસ્ટર લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC) એ છેલ્લા એક વર્ષમાં દસ સ્ટૉક્સમાં પોતાનું રોકાણ વધાર્યું છે જેમાં એશિયન પેઇન્ટ્સ, બ્રિટાનિયા, કૅસ્ટ્રોલ, ક્રિસિલ, હિન્દ યુનિલીવર, ઇક્રા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ, હાઇજિન હેલ્થ, ઇન્દ્રપ્રસ્થ ગૅસનો સમાવેશ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK