છેલ્લા અડધા કલાકની વેચવાલીમાં શૅરબજાર સળંગ બીજા દિવસે નરમ

ડ્રૅજિંગ કૉર્પોરેશન તગડા વૉલ્યુમ સાથે દસેક વર્ષના શિખરે : રિયલ્ટી ઇન્ડેક્સ વર્ષમાં ૧૧૦ ટકા વધીને નવી ઊંચી સપાટીએ : તમામ ૧૦ શૅરના સુધારામાં મેટલ ઇન્ડેક્સ બે ટકા વધ્યો

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


દિવસનો મોટો ભાગ કુલ મળીને માંડ ૫૦-૬૦ પૉઇન્ટની વધ-ઘટમાં અથડાતું રહેલું શૅરબજાર બપોરના બે વાગ્યા પછી પ્રમાણમાં વધુ વૉલેટાઇલ બન્યું હતું જેમાં ૩૪,૦૨૩ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ તેમ જ ૩૩,૭૫૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી સેન્સેક્સ છેવટે ૬૪ પૉઇન્ટની વધુ નરમાઈમાં ૩૩,૮૪૮ બંધ આવ્યો છે. નિફ્ટીમાં ૧૦,૫૩૪ની ટૉપ અને ૧૦,૪૬૦નું ઇન્ટ્રા-ડે તળિયું જોવાયા બાદ ૧૩ પૉઇન્ટના પરચૂરણ ઘટાડા સાથે ૧૦,૪૭૮નો બંધ આપી ડિસેમ્બર વલણ વિદાય પામ્યું છે. છેલ્લો અડધો કલાક સીધી લપસણીનો હતો જેમાં માર્કેટ ઉપરથી ૨૭૧ પૉઇન્ટ નીચે ઊતરી ગયું હતું. સાઇડ કાઉન્ટર્સમાં સુધારાના વ્યાપને લઈ માર્કેટ-બ્રેડ્થ નહીંવત પૉઝિટિવ રહી છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૦ તો નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર માઇનસ હતા. ગ્લ્ચ્ના ૧૯ સેક્ટોરલ બેન્ચમાર્કમાંથી ડઝન ઇન્ડાઇસિસ ઢીલા હતા. ડલ માર્કેટમાં રિયલ્ટી ઇન્ડેક્સ ૨૬૦૬ની વર્ષની ટૉપ બનાવી ત્રણેક ટકાની તેજીમાં ૨૫૯૮ બંધ હતો. આ ઇન્ડેક્સ વર્ષ પૂર્વે ૧૨૩૦ના તળિયે હતો. અત્રે યુનિટેક ૧૧ ટકા અને DLF સવાછ ટકાના જમ્પમાં ગઈ કાલે મોખરે હતા. મેટલ ઇન્ડેક્સ દસેદસ શૅરના સુધારામાં બે ટકા ઊંચકાયો છે. નાલ્કો, જિન્દલ સ્ટીલ, હિન્દાલ્કો, હિન્દુસ્તાન ઝિન્ક, વેદાન્ત, સેઇલ, તાતા સ્ટીલ, હિન્દુસ્તાન કૉપર જેવી જાતો બેથી સાડાછ ટકા વધીને આવી છે. અનિલ ગ્રુપની ગ્રહદશા બદલાïઈ લાગે છે. R.કૉમમાં ચિક્કાર કામકાજ સાથે હાઈ જમ્પનો સિલસિલો જારી રહેતાં ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૪ રૂપિયા નજીક જઈ ૩૧ રૂપિયા આસપાસ બંધ આવ્યો છે. રિલાયન્સ કૅપિટલ ત્રણ ગણા વૉલ્યુમમાં ૫૯૨ રૂપિયા થઈ અંતે પોણાદસ ટકાના ઉછાળે ૫૭૦ રૂપિયા રહ્યો હતો. ક્રૂડની મજબૂતીની ચિંતામાં હિન્દુસ્તાન પેટ્રો, ભારત પેટ્રોલિયમ, IOC જેવા PSU રિફાઇનરી શૅર એકથી સવાબે ટકા ડાઉન હતા. બૅન્કેક્સ આમ તો સાધારણ ઘટ્યો હતો, પરંતુ એના ૧૦માંથી આઠ તો બૅન્ક નિફ્ટીના બારમાંથી દસ શૅર માઇનસમાં હતા. બૅન્ક નિફ્ટીના છ પૉઇન્ટ જેવા નામ કે વાસ્તે ઘટાડા સામે PSU બૅન્ક નિફ્ટી બે ટકા તૂટ્યો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી વધેલા શૅરની સંખ્યા ૧૩ની છે.

ડ્રૅજિંગ કૉર્પોરેશન દાયકાના શિખરે

ડ્રૅજિંગ કૉર્પોરેશન જેવો નફો રળતા ભ્લ્શ્માંથી ૭૪.૪ ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચીને એક્ઝિટ લેવાની સરકારની યોજના સામે મજૂર-મંડળો મેદાને પડ્યાં છે. મૅરી ટાઇમ યુનિયન્સ દ્વારા હડતાળની ધમકી અપાઈ છે. આ નવા ઘટનાક્રમ વચ્ચે શૅર ગઈ કાલે ૧૭ ગણા કામકાજમાં ૮૦૩ રૂપિયાની જાન્યુઆરી ૨૦૦૮ પછીની ઊંચી સપાટી બનાવી છેલ્લે સવાસોળ ટકાના ઉછાળામાં ૭૯૨ રૂપિયા બંધ રહ્યો છે. ભાવ વર્ષ પૂર્વે ૩૭૭ રૂપિયા હતો. જયપી ગ્રુપના શૅર કેટલાક દિવસથી લાઇમલાઇટમાં છે. જયપી ઇન્ફ્રાટેક બાર ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૨ રૂપિયા નજીક બંધ હતો. જેપી અસોસિએટ્સ આગેકૂચની હૅટ-ટ્રિકમાં પોણાનવ ટકા ઊંચકાઈને ૨૩ રૂપિયા પ્લસ થયો છે. જયપ્રકાશ પાવર વેન્ચર્સમાં ય નવ ટકાની તેજી દેખાઈ છે. ઍન્ડ્રુયુલે ઍન્ડ કંપની સવાસાત ટકા વધીને ૩૯ રૂપિયા ભણી સરકી છે. ઍલેમ્બિક લિમિટેડ નવા શિખરમાં ૬૨ રૂપિયા આસપાસ જઈ સાડાસાત ટકાના જમ્પમાં ૬૧ રૂપિયા હતો. મલ્ટિ-નૅશનલ વેન્ડ ઇન્ડિયા રોજના પોણાબસો શૅર સામે ગઈ કાલે ૩૬૬૮ શૅરના વૉલ્યુમમાં ૨૦ ટકાની તેજીની સર્કિટે ૪૯૪ રૂપિયા વધી ૨૯૬૫ રૂપિયાના બેસ્ટ લેવલે પહોંચ્યો છે. વ્હીલ્સ ઇન્ડિયા ૧૯ ગણા કામકાજમાં ૨૩૫૨ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી સાડાચૌદ ટકાની તેજીમાં ૨૨૪૩ રૂપિયા હતો.

R.કૉમનો શૅર ત્રણ દિવસમાં બમણો થયો

તેજીની હૅટ-ટ્રિકમાં અનિલ અંબાણીના નેજા હેઠળની ટેલિકૉમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સનો શૅર આજે સ્ટૉક એક્સચેન્જ BSE ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. સતત ત્રીજા દિવસે તેજીની ચાલ જળવાઈ રહેતાં R.કૉમ કંપનીનો શૅર ઇન્ટ્રા-ડે દસેક ટકાના ઉછાળામાં ૩૪ રૂપિયા નજીકની ઊંચી સપાટીએ ક્વોટ થઈ સેશનના અંતે ૭.૭ ટકાની મજબૂતીમાં ૩૧ રૂપિયાની નજીક બંધ રહેવામાં સફળ થયો છે. BSE ખાતે બે સપ્તાહમાં રોજના સરેરાશ ૩૨૨.૩૪ લાખ શૅર સામે આજે ૮૫૮ લાખ શૅરના કામકાજ થયા હતા. બંધ બજારે કંપનીની માર્કેટકૅપ ૮૫૬૨ કરોડ રૂપિયા રહી હતી. આજે ત્રણ દિવસમાં R.કૉમનો શૅર ૧૦૮ ટકા ઊછળ્યો છે. તો પાછલા સપ્તાહે શૅર ૧૬ રૂપિયાની આસપાસ બોલાતો હતો. ડેટ રેઝોલ્યુશન બાબતે અનિલ અંબાણીના મજબૂત આશાવાદને પગલે R.કૉમનો શૅર ઊછળ્યો છે. ગયા સપ્ટેમ્બરના અંતે કંપનીનું કુલ દેવું ૪૫,૦૦૦ કરોડ રૂપિયા હતું. કંપનીએ માર્ચ ૨૦૧૮ સુધીમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયા ઘટાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ગ્રુપ કંપની રિલાયન્સ નવેલ ઍન્ડ એન્જિનિયરિંગનો શૅર અઢી ટકાની મજબૂતીમાં ૪૮.૫ રૂપિયા, રિલાયન્સ પાવર પોણો ટકો વધીને ૪૫ રૂપિયા અને રિલાયન્સ કૅપિટલનો શૅર ૧૦ ટકાના ઉછાળામાં ૫૭૦ રૂપિયા પ્લસ બંધ થયો હતો.

કોલ્ટે પાટીલમાં આરંભિક ઉછાળો ધોવાયો


કોલ્ટે પાટીલ ડેવલપર્સ કંપનીના શૅરમાં ઇન્ટ્રા-ડે ૭ ટકાના ઉછાળા બાદ બજારની પીછેહઠ સાથે આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો. કંપનીનો શૅર પાછલા બંધથી ઊંચા ગૅપમાં ૩૭૨ રૂપિયાના મથાળે ખૂલ્યા બાદ ઉપરમાં ૩૮૪ રૂપિયા પ્લસ ક્વોટ થયો હતો, પણ બજારના નરમ સેન્ટિમેન્ટ વચ્ચે શૅરનો ભાવ ત્યાર બાદ સતત ઘટીને ૩૬૮ રૂપિયાના તળિયે જઈ અંતે ત્રણ ટકાના સુધારામાં સમેટાઈ ૩૭૧ રૂપિયા પ્લસ બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૬૭,૦૦૦ સામે આજે ૨.૨૬ લાખ શૅરના કામકાજ થયા હતા. આ તેજીનું કારણ કંપનીના પુણેસ્થિત ટાઉનશિપ પ્રોજેક્ટમાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ KKR દ્વારા ૧૯૩ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત છે. આ ટાઉનશિપ પ્રોજેક્ટ એ કોલ્ટે પાટીલ અને ICICI વેન્ચર ફન્ડ મૅનેજમેન્ટ કંપનીનું જૉઇન્ટ વેન્ચર છે. આરંભથી અંત તેજીની ચાલ જળવાઈ રહેતાં રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકાના ચણતરમાં ૨૫૯૬ના મથાળે બંધ થયો હતો. એના ૧૦માંથી ૮ શૅર વધ્યા હતા જેમાં યુનિટેક ૧૧ ટકા, DLF ૬.૩ ટકા, ફીનિક્સ મિલ્સ ૪.૧ ટકા, HDIL ૩.૪ ટકા, શોભા ડેવલપર્સ સવાત્રણ ટકા, ઑમેક્સ, ગોદરેજ પ્રૉપર્ટી અને ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ કંપનીનો શૅર સાધારણ વધ્યા હતા.

TCS સામે અમેરિકામાં નવી મુશ્કેલી


અગ્રણી IT કંપની TCS વિરુદ્ધ અમેરિકામાં ત્યાંના કર્મચારીઓ તરફથી કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે એવા અહેવાલે બપોર સુધીમાં તેજીની ચાલમાં રહેતો વ્ઘ્લ્નો શૅર પોણાત્રણ વાગ્યા બાદ ૨૬૫૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચથી મોટા કડાકામાં એક જ ઝાટકે ૨૬૦૧ રૂપિયાના તળિયે આવી ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો સમગ્ર સેશન દરમ્યાનનો સુધારો ધોવાઈ ગયો હતો. અંતે શૅર વધીને ૨૬૨૯ રૂપિયાની નજીક બંધ રહ્યો હતો. રોજના સરેરાશ ૫૭,૦૦૦ શૅર સામે આજે ૩૨,૦૦૦ શૅરના જ કામકાજ થયા હતા. ૫૯માંથી ૩૬ શૅર પૉઝિટિવ ઝોનમાં રહેવા છતાં પણ IT ઇન્ડેક્સ નજીવો વધીને ૧૧,૧૪૩ બંધ હતો. થ્રી આઇ ઇન્ફોટેક ૧૦ ટકા, ઇન્ટેનટેક ૮.૬ ટકા, સુબેક્સ ૬ ટકા, ડેટામેક્સ ૪.૫ ટકા, લાર્સન-ટૂબ્રો ટેક્નૉલૉજી ૩.૪ ટકા, સિયન્ટ ૨.૬ ટકા, સોનાટા સૉફ્ટવેર ૨.૩ ટકા, પોલારિસ, ણ્ઘ્ન્ ઇન્ફો., ૬૩ મૂન્સ, ક્વિકહિલ જેવા IT બે ટકાની આસપાસ વધ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK