વિદેશી અને સ્થાનિક રોકાણકારોની ખરીદીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈ પર

સેન્સેક્સમાં ૨૦૨ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૪૬ પૉઇન્ટનો ઉછાળો

BSE

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ દેશના બન્ïને મુખ્ય ઇન્ડેક્સ ગઈ કાલે સતત બીજા દિવસે વધીને નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. વધુ વિદેશી ભંડોળ અને સ્થાનિક રોકાણકારોની અવિરત ખરીદીને પગલે સેન્સેક્સ ૨૦૨.૫૨ પૉઇન્ટ (૦.૫૨ ટકા) વધીને ૩૮,૮૯૬.૬૩ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી-૫૦ ૪૬.૫૫ પૉઇન્ટ (૦.૪૦ ટકા)ની વૃદ્ધિ સાથે ૧૧,૭૩૮.૫૦ થયો હતો. સોમવારે નિફ્ટી ૧૧,૭૦૦ની થોડો નીચે બંધ રહ્યો હતો, જ્યારે મંગળવારે સેન્સેક્સ ૩૮,૯૦૦ની જરાક નીચે બંધ રહ્યો હતો.

ગુરુવારે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઑગસ્ટ મહિનાની એક્સપાયરીને અનુલક્ષીને બજારના સહભાગીઓએ વેચાણનાં ઓળિયાં સુલટાવ્યાં હતાં અને એને કારણે પણ સ્ટૉક્સ વધ્યા હતા. મંગળવારે વધેલા શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત HDFC, HDFC બૅન્ક અને મારુતિ સુઝુકી મુખ્ય હતા.

અમેરિકા અને મેક્સિકો વચ્ચે વેપારસંધિ થયાના સમાચારને પગલે એશિયન બજારોમાં તેજીનું વલણ રહ્યું એની અસર ભારતીય બજારો પર પણ હતી. મેટલ, એનર્જી‍, ઑટો અને પાવર સેક્ટરના સ્ટૉક્સ ઇન્ડેક્સને નવી ઊંચાઈએ લઈ ગયા હતા.

સેન્સેક્સ દિવસના પ્રારંભથી જ મજબૂત ખૂલ્યો હતો અને એમાં સતત વૃદ્ધિ થતી ગઈ હતી. ઇન્ટ્રા-ડે ધોરણે થયેલા અગાઉના ૩૮,૭૩૬.૮૮ પૉઇન્ટના સ્તરને તોડીને ઇન્ડેક્સ ૩૮,૯૩૮.૯૧ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ અગાઉના ૧૧,૭૦૦.૯૫ના રેકૉર્ડને તોડીને ઇન્ટ્રા-ડે ધોરણે ૧૧,૭૬૦.૨૦ પર પહોંચ્યો હતો.

અદાણી પોર્ટ્સ અને વેદાંત લિમિટેડ ૨.૨ ટકા વધ્યા હતા. વેદાંતે ગઈ કાલે ભારતના પ્રથમ એકરેજ લિલામમાં તેલ અને ગૅસના સારકામના પંચાવનમાંથી ૪૧ બ્લૉકની સફળ બિડ કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૩૦૦નો આંક પાર કરીને ૨.૦૬ ટકાની વૃદ્ધિ સાથે ૧૩૧૮.૨૦ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ધોરણે એણે ૧૩૨૩ સુધીની મજલ મારી હતી. HDFC અને HDFC બૅન્ક પણ ૧.૪૮ ટકા વધ્યા હતા, જ્યારે મારુતિમાં ૧.૭૨ ટકાનો અને ઍક્સિસ બૅન્કમાં ૧.૬૨ ટકાનો ઉછાળો આવ્યો હતો.

અન્ય વધેલા શૅરમાં તાતા સ્ટીલ, નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન, કોટક બૅન્ક, કોલ ઇન્ડિયા, તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ, તાતા મોટર્સ, હીરો મોટો કૉર્પ અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર સામેલ હતા. પ્રૉફિટબુકિંગને પગલે યસ બૅન્કમાં ૩.૦૭ ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ૧.૦૭ ટકાનો ઘટાડો થયો હતો.

હિન્દુસ્તાન યુનિલીવર, ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન, ઇન્ડિયન ટબૅકો કંપની, ઇન્ડસઇન્ડ બૅન્ક, બજાજ ઑટો, વિપ્રો, ભારતી ઍરટેલ, પાવરિગ્રડ અને સન ફાર્મામાં પણ નફો અંકે કરવામાં આવ્યો હતો.

સરકાર ફર્ટિલાઇઝરનું બિલ ઑનલાઇન તૈયાર થાય કે તરત જ એની સબસિડી છૂટી કરે છે એવા અહેવાલોને પગલે ફર્ટિલાઇઝર સ્ટૉક્સ ઊંચે ગયા હતા. અગાઉ સબસિડીના પેમેન્ટ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ ત્રાવણકોર, સધર્ન પેટ્રોકેમિકલ્સ, ચંબલ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ તથા મદ્રાસ ફર્ટિલાઇઝર્સ અલગ-અલગ પ્રમાણમાં ૧૦.૯૮ ટકા સુધી વધ્યા હતા.

ક્ષેત્ર વાર જોઈએ તો બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો મેટલ ઇન્ડેક્સ ૧.૮૯ ટકા, એનર્જી‍ ૧.૧૬ ટકા, ઑટો ૦.૫૭ ટકા, પાવર ૦.૪૪ ટકા, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ૦.૪૪ ટકા વધ્યા હતા. પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑઇલ ઍન્ડ ગૅસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ્ટી, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, કૅપિટલ ગુડ્સ, હેલ્થકૅર અને બૅન્કિંગ ઇન્ડેક્સ અલગ-અલગ પ્રમાણમાં ૧.૧૩ ટકા સુધી ઘટ્યા હતા.

એકંદરે બજારમાં મિશ્ર વલણ હતું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૩૬ ટકા વધ્યો હતો, જ્યારે મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૩૫ ટકા ઘટ્યો હતો. બજારમાં ૧૧૮૮ સ્ક્રિપ વધી હતી અને ૧૫૦૮ જાતો ઘટી હતી. ૧૭૪ સ્ક્રિપમાં કોઈ ફરક પડ્યો નહોતો.

વૈશ્વિક પરિબળો પણ બજારને ઊંચે લઈ જવામાં સહાયભૂત નીવડ્યાં હતાં.

દરમ્યાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ગઈ કાલે ૨૫૨.૫૨ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧૧૧૭.૨૪ કરોડની નેટ ખરીદી કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK