રૂપિયાના રેલામાં એક મહિનાના બૉટમ સાથે બજારમાં જૂન વલણની વિદાય

તળવલકર લાઇફના લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ તળવલકર બેટર વૅલ્યુ પાંચ ટકાની ઉપલી સર્કિટે : દોઢેક ડઝન બૅન્ક-શૅરમાં નવું ઐતિહાસિક બૉટમ: રિઝર્વ બૅન્કના આદેશથી ઇન્ડિયન બૅન્ક દ્વારા ડિવિડન્ડ રદ કરાયું

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૭૮ ડૉલર અને નાયમેક્સ ક્રૂડ ૭૩ ડૉલર નજીક આવી ગયાં છે. ડૉલર સામે રૂપિયો ધારણા કરતાં વધુ ઝડપથી ગગડીને ૬૯ને આંબી ચૂક્યો છે. વૈશ્વિક શૅરબજારો ટ્રેડ-વૉરના ટેન્શનમાં છે. ઘરઆંગણે મોદી સરકાર માટેની યુફોરિયાની કલાઇમૅક્સ ક્યારનીય આવી ગઈ છે. હવે ઍન્ટિ-કલાઇમૅક્સનો દોર શરૂ થયો છે. આ બધામાં શૅરબજારનો મૂંઝારો વધતો જાય છે. માર્કેટ ગઈ કાલે નીચામાં ૩૪૯૩૭ થઈ અંતે ૧૭૯ પૉઇન્ટના વધુ ઘટાડામાં ૩૫,૦૩૮ નજીક તો નિફ્ટી ૧૦,૫૫૮નો બંધ આવી મહિનાની નરમાઈમાં ૧૦૫૮૯નો બંધ આવી મહિનાની નીચી સપાટીએ આવી ગયું છે. જૂન વલણની આવી વિદાયની કલ્પના બહુ ઓછાને હતી. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૦ અને નિફ્ટીના ૫૦માંથી ૧૪ શૅર પ્લસ હતા. પોણાબે ટકાના સુધારમાં NTPC ૧૫૬ રૂપિયાના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર હતો. મિડ કૅપ એક ટકો અને સ્મૉલ કૅપ દોઢ ટકો વધુ નરમ પડ્યા છે. માર્કેટબ્રેડ્થમાં ખાસ્સો બગાડ જળવાઈ રહ્યો છે. ગઈ કાલે BSE ખાતે ૩૫ શૅર ભાવની રીતે નવા ઐતિહાસિક શિખરે ગયા હતા, સામે ૫૧૨ જેટલા શૅરમાં નવું નીચું બૉટમ બન્યું હતું. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ આગલા દિવસના ૫૪૦ પૉઇન્ટના ધબડકાને આગળ ધપાવતાં ગઈ કાલે પણ તમામ દસ શૅરની ખરાબીમાં ૩૪૫ પૉઇન્ટ કે અઢી ટકાની સર્વાધિક નબળાઈમાં ૧૩,૨૯૦ બંધ રહ્યો છે. ONGC, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, IOC, MRPL જેવાં અગ્રણી કાઉન્ટરમાં નવાં નીચાં બૉટમ બન્યાં છે. હેવી વેઇટ રિલાયન્સ ૨૧ જૂને ૧૦૩૬ નજીકની વિક્રમી સપાટી બતાવ્યા બાદ સળંગ પાંચમા દિવસે ઘટી ૯૪૧નું ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી બે ટકાથી વધુના ઘટાડામાં ૯૪૫ રૂપિયા નજીક બંધ હતો. પાંચ દિવસમાં રોકાણકારોને અહીં ૫૭,૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. એકમાત્ર ટેલિકૉમ ઇન્ડેક્સના સાધારણ સુધારાને બાદ કરતાં ગુરુવારે બજારના તમામ ઇન્ડાઇસિસ માઇનસમાં બંધ હતા. NSEમાં નિફ્ટી મિડ કૅપ-૧૦૦ અને સ્મૉલ કૅપ-૧૦૦ બે-બે ટકાની નજીક ખુવાર થયા હતા અને અહીં તો સમ ખાવા પૂરતો એકેય બેન્ચમાર્ક પ્લસમાં નહોતો. તાતા મોટર્સમાં સળંગ રોજેરોજ નવી નીચી સપાટી બની રહી છે. ભાવ ગઈ કાલે પોણાત્રણ ટકા ગગડી ૨૬૪ રૂપિયાની અંદર બંધ આવ્યો છે.

ઇન્ફોસિસ નવા શિખરે, વ્ઘ્લ્માં નરમાઈ

ડૉલર સામે રૂપિયો ગગડતો રહીને ૬૯ના લેવલને આંબી જવા છતાં IT શૅરમાં મજબૂતી એવું ગણિત માની લેવું સારી વાત નથી. ગઈ કાલે BSEનો IT ઇન્ડેક્સ ૧૩,૯૮૧ નજીક ગયા બાદ નીચામાં ૧૩,૭૪૫ થઈ અંતે સાધારણ ઘટી ૧૩,૭૮૯ બંધ રહ્યો છે. એના ૫૯માંથી ૩૯ શૅર નરમ હતા. હેવી વેઇટ્સમાં TCS નીચામાં ૧૮૩૦ થઈ અંતે ૦.૭ ટકા ઘટીને ૧૮૪૭ રૂપિયા બંધ હતો. ટેક મહિન્દ્ર બમણા કામકાજમાં ૬૬૦ના ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૬.૮ ટકા તૂટીને ૬૬૫ રૂપિયા રહ્યો છે. મજેસ્કો, એમ્ફેસિસ, ઝેન્ટેક, રામકો સિસ્ટમ્સ, લાર્સન ટેક્નૉલૉજીઝ, હેક્સાવેર, નીટ, તાતા ઍલેક્સી, ડી-લિન્ક ઇન્ડિયા, TVS ઇલેક્ટ્રો જેવાં કાઉન્ટર અઢીથી પોણાપાંચ ટકા ડાઉન હતાં. ઇન્ફોસિસ ૧૨૯૮ વટાવીને નવી ઑલટાઇમ હાઈ બતાવી છેલ્લે એક ટકાની મજબૂતીમાં ૧૨૮૨ રૂપિયા બંધ આવ્યો છે. વિપ્રોમાં અડધા ટકાનો સાધારણ સુધારો હતો. એપટેક પોણાબે ગણા વૉલ્યુમમાં ૨૪૧ વટાવી અંતે પાંચ ટકાના ઉછાળે ૨૩૭ રૂપિયા રહ્યો છે. નિફ્ટી ખાતે IT ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની પીછેહઠમાં એક ટકા કટ થયો હતો. માઇન્ડ ટ્રીના પ્રમોટર્સ તેમનું સંપૂર્ણ ૧૩.૪ ટકા હોલ્ડિંગ વેચીને એક્ઝિટ લેશે એવા અહેવાલને કંપનીએ રદિયો આપતાં શૅર ૯૯૧થી ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૯૪૯ થઈ છેલ્લે ૨.૨ ટકા ઘટીને ૯૫૨ રૂપિયા બંધ આવ્યો છે.

બૅન્કિંગ શૅરમાં આગળ ધપી રહેલી મંદી

બૅન્કિંગ શૅર દિવસે-દિવસે જે રીતે બગડી રહ્યા છે એ જોતાં બૅન્કેક્સ તથા બૅન્ક નિફ્ટીમાં નવું મલ્ટિયર બૉટમ નજીક દેખાય છે. ગઈ કાલે બૅન્કેક્સ ૧૦માંથી આઠ શૅરના ઘટાડે ૦.૬ ટકા તો બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૦ શૅરની નબળાઈમાં ૦.૪ ટકા ઢીલા હતા. PSU બૅન્ક નિફ્ટી રાબેતા મુજબ બારેબાર શૅરના બગાડમાં બે ટકા ડાઉન હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧ શૅરમાંથી ફક્ત પાંચ વધ્યા હતા.

ફોર્ટિસ-ફેમ નામિયા સિંહ બ્રધર્સને આપેલા અને બૅડ લોન થઈ ગયેલા ૭૨૩ કરોડ રૂપિયા સામે ગ્રુપ-કંપની રેલિગેર ફિનવેસ્ટ દ્વારા મુકાયેલી ૭૯૪ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ જMïત કરવાનો લક્ષ્મી વિલાસ બૅન્કનો નિર્ણય કોર્ટકેસનો મામલો બન્યો છે. જો કોર્ટનો ચુકાદો એની વિરુદ્ધ આવે તો બૅન્કની નેટવર્થની સ્થિતિ બગડશે. શૅર ગઈ કાલે નીચામાં ૧૦૨ થઈ અંતે ૪.૮ ટકા તૂટીને ૧૦૫ રૂપિયા બંધ હતો. વિડિયોકૉન લોનપ્રકરણમાં ચંદા કોચર ઘરભેગાં થઈ ગયાં છે, પરંતુ ICICI બૅન્કની સમસ્યા એનાથી હલ નથી થઈ. હિસાબી હેરફેર મારફત બૅડ લોન ઓછી બતાવી નફાના ઊજળા આંકડા બતાવવાના નવા આક્ષેપ સાથે બીજાં વધુ હાડપિંજર બહાર આવવા માંડ્યાં છે. ભાવ સળંગ ચોથા દિવસની ખરાબીમાં ૨૬૮નું ઇન્ટ્રા-ડે બૉટમ બાદ છેલ્લે ૨.૮ ટકાના ધોવાણમાં ૨૭૧ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ અઢી ગણું હતું. અહીં ચાર દિવસમાં માર્કેટ કૅપની રીતે રોકાણકારોને લગભગ ૨૧૦૦૦ કરોડ રૂપિયાનો માર પડી ચૂક્યો છે. કર્ણાટક બૅન્ક દ્વારા નાદાર DS કુલકર્ણી ગ્રુપને આપેલી ૯૬ કરોડની લોન ડૂબી ગઈ હોવાની કબૂલાત થતાં ભાવ ત્રણ ગણા કામકાજમાં ૧૦૫ વર્ષની નીચી સપાટી બનાવી અંતે ૪.૨ ટકા ખરડાઈને ૧૦૬ રૂપિયા રહ્યો છે. દરમ્યાન ગુરુવારે બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, દેના બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, ફેડરલ બૅન્ક, IDBI બૅન્ક, IOB, JK બૅન્ક, કર્ણાટક બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ઓરિયેન્ટલ બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, આંધ્ર બૅન્ક, યુનિયન બૅન્ક, વિજયા બૅન્ક જેવા દોઢ ડઝન બૅન્ક શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી નીચી સપાટીએ ગયા હતા.

તળવલકર લાઇફનું આજે લિસ્ટિંગ થશે

તળવલકર બેટરવૅલ્યુ ફિટનેસમાંથી ડીમર્જ થયેલી તળવલકર લાઇફ-સ્ટાઇલના શૅરનું આજે શૅરબજારો ખાતે લિસ્ટિંગ થશે. એની અસરમાં તળવલકર બેટરવૅલ્યુનો શૅર ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૮ રૂપિયા નજીક બંધ રહ્યો છે. બુધવારે ભાવ ૪૫ રૂપિયા પ્લસની ઐતિહાસિક નીચી સપાટીએ ગયો હતો. રિઝર્વ બૅન્કના આદેશને પગલે ૮૧.૯ ટકા સરકારી માલિકીની ઇન્ડિયન બૅન્ક દ્વારા અગાઉ જાહેર કરેલા શૅરદીઠ છ રૂપિયાના ડિવિડન્ડને રદ કરવાની ફરજ પડતાં શૅર પોણાત્રણ ગણા કામકાજમાં નીચામાં ૩૩૨ થઈ અંતે પોણો ટકો ઘટીને ૩૪૫ રૂપિયા બંધ રહ્યો છે. વિશ્વબજારમાં ક્રૂડ મક્કમ ગતિએ આગળ વધતાં બૅરલદીઠ ૭૮ ડૉલર નજીક આવી ગયું છે. જેટ ફ્યુઅલના ભાવ નજીકમાં જ વધવા માંડશે, આ ગણતરી પાછળ એવિયેશન શૅરમાં માનસ ખરડાતું જાય છે. ગઈ કાલે જેટ ઍરવેઝ સવાયા વૉલ્યુમમાં ૩૨૮નું નવું નીચું બૉટમ બતાવી છ ટકા તૂટીને ૩૩૨ રૂપિયા, ઇન્ડિગોફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન ચાર ટકા, ગગન ૧૧૦૨ રૂપિયા તથા સ્પાઇસ જેટ ત્રણ ટકાની નબળાઈમાં ૧૦૬ રૂપિયા બંધ હતા. ઓપન ઑફરના આદેશ પાછળ NDTV ખરાબ બજારમાં સળંગ બીજા દિવસે તગડા, કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૭ રૂપિયા નજીક બંધ હતો. પરિણામની અસરમાં મનપસંદ બેવરેજિસ બેતરફી વધ-ઘટમાં ઉપરમાં ૧૫૦ અને નીચામાં ૧૩૬ બતાવી અંતે બમણા કામકાજમાં પોણા ટકાની નરમાઈમાં ૧૪૨ રૂપિયા બંધ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK