નિફ્ટીમાં ૧૦,૧૫૦ના લેવલની નીચે બંધ સાથે બજારમાં માર્ચ વલણ પૂરું

નબળા પરિણામના નિર્દેશમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૧૦૩ રૂપિયા ઘટી ગયો : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાડાચાર મહિનાની નીચી સપાટીએ : ફોર્ટિસ છેવટે હૉસ્પિટલ બિઝનેસમાંથી આઉટ, શૅર સવાતેર ટકા તૂટ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ટ્રેડ-વૉરના મામલે સમાધાન કે મામલો થાળે પડવાના આશાવાદમાં વિશ્વબજારોના તાલે ઘરઆંગણે શૅરબજાર બે દિવસ વધ્યું એની સાથે જ નિફ્ટીમાં માર્ચ વલણની વિદાય ૧૦,૨૦૦ પ્લસના લેવલથી થવાની હવા જોરશોરથી મંગળવારે ચાલુ થઈ હતી. જોકે બે દિવસની રિલીફ-રૅલી આગળ વધી શકી નથી. ગઈ કાલે નિફ્ટી ૧૦,૦૯૭ની નીચે જઈ છેલ્લે ૭૦ પૉઇન્ટ ઘટી ૧૦,૧૧૪ નજીક બંધ રહ્યો છે. મઝાની વાત એ છે કે બ્લૂમબર્ગ, રોઇટર ઇત્યાદિ નિફ્ટી ૭૦ પૉઇન્ટ ઘટ્યો હોવાનું આંકડા જણાવતા હતા, પરંતુ  NSEની વેબસાઇટ પર બજાર બંધ થયાના સવા કલાક બાદ પણ ૬૩ પૉઇન્ટના ઘટાડે ૧૦,૧૨૧નું ક્લૉઝિંગ દેખાતુi હતું. કયો આંકડો સાચો માનવો? આવી ઘટના નજીકના ભૂતકાળમાં બની હોય એવું યાદ નથી. ઍની વે, F&Oમાં માર્ચ વલણની વિદાય ૧૦,૧૫૦ નીચેના નિફ્ટીથી થઈ શકે છે એ વાત નક્કી. સેન્સેક્સ ગઈ કાલે આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં ૧૯૦ પૉઇન્ટ કરતાંય ઓછી ઉપર-નીચેની રેન્જમાં અથડાઈ છેવટે ૨૦૬ પૉઇન્ટની નરમાઈમાં ૩૩,૦૦૦ની અંદર ૩૨,૯૬૯ આસપાસ બંધ હતો. નિફ્ટીના ૫૦માંથી ૩૦ તો સેન્સેક્સના ૩૧માંથી ૧૯ શૅર રેડ ઝોનમાં હતા. સેન્સેક્સમાં તાતા સ્ટીલ સવાત્રણ ટકા તો નિફ્ટીમાં ભારતી ઍરટેલ પોણાચાર ટકાની કમજોરીમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યા હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૮૮૧ રૂપિયા થઈ છેલ્લે બે ટકા જેવા ઘટાડે ૮૮૩ રૂપિયાની અંદર બંધ રહ્યો છે જે ૨૦૧૭ની ૧૩ નવેમ્બર પછીની બૉટમ છે. સળંગ ચાર દિવસના ઘટાડામાં ૨૯૬ રૂપિયા પરથી ૨૭૨ રૂપિયા થઈ ગયેલો વિપ્રો ગઈ કાલે વન-થર્ડ વૉલ્યુમમાં સવાત્રણ ટકા વધીને ૨૮૧ રૂપિયા બંધ રહ્યો છે. અન્ય IT કંપની પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ તરફથી માર્ચ ક્વૉર્ટરમાં આવક તેમ જ માર્જિનમાં ઘટાડો થવાનો નિર્દેશ આવતાં શૅર ૨૫ ગણા કામકાજમાં ૭૮૨ રૂપિયાના આગલા બંધ સામે નીચામાં ૬૭૯ રૂપિયા થઈ છેલ્લે પોણાબાર ટકાની ખુવારીમાં ૬૯૧ રૂપિયા નજીક બંધ હતો. ઇન્ફી દોઢ ટકો ડાઉન તો TCS નહીંવત સુધર્યો હતો. માર્કેટ-બ્રેડ્થ ફરીથી મોટા પાયે બગડી છે. ગઈ કાલે ‘એ’ ગ્રુપના ૩૯૩માંથી ૧૨૭ તો ‘બી’ ગ્રુપના ૧૦૯૨માંથી ૩૧૩ શૅર જ વધી શક્યા હતા. ઑઇલ-ગૅસ તેમ જ કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ્સના નામ પૂરતા સુધારાને બાદ કરતાં માર્કેટના બાકીના ૧૭ ઇન્ડાઇસિસ ગઈ કાલે માઇનસ હતા. R.કૉમ, આઇડિયા, ભારતી ઍરટેલ, MTNLના ત્રણથી સાડાઆઠ ટકાના કડાકામાં ટેલિકૉમ ઇન્ડેક્સ અઢી ટકા તો મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની નબળાઈમાં બે ટકા ખરડાયા હતા.

બાય ધ વે, આ લખાય છે ત્યારે બજાર બંધ થયાના દોઢેક કલાક બાદ NSEની વેબસાઇટમાં નિફ્ટીનું ક્લૉઝિંગ અપ-ડેટ થયું છે. નિફ્ટી ૭૦ પૉઇન્ટ ઘટી ૧૦,૧૧૪ની નજીક બંધ બતાવાયો છે. મતલબ કે એક્સચેન્જની ઑફિશ્યલ સાઇટ કરતાં અન્ય વધુ ઍક્યુરેટ પુરવાર થયા છે.

૨૦૧૮ના માર્ચ ક્વૉર્ટરમાં નિફ્ટી ૩.૯ ટકા તો સેન્સેક્સ ૩.૨ ટકા ઘટ્યા છે. ૨૦૧૬ પછીના ગાળામાં આ પ્રથમ વખતની પીછેહઠ છે.

ફોર્ટિસ હૉસ્પિટલ બિઝનેસ અંતે વેચાશે

ફોર્ટિસ હેલ્થકૅર દ્વારા એના હૉસ્પિટલ બિઝનેસ મનિપાલ હૉસ્પિટલ એન્ટરપ્રાઇઝિસને વેચવાનું નક્કી કરાયું છે. ડીલ થોડીક જટિલ અને કંઈક અંશે લઘુમતી શૅરધારકોના હિત વિરુદ્ધ હોવાનો ખ્યાલ આવતાં શૅર ગઈ કાલે દસેક ગણા વૉલ્યુમમાં નીચામાં ૧૨૦ રૂપિયા થઈ છેલ્લે ૧૩ ટકા તૂટી ૧૨૩ રૂપિયા બંધ રહ્યો છે. યોજના પ્રમાણે ફોર્ટિસ હેલ્થકૅર એના હૉસ્પિટલ બિઝનેસના ડીમર્જર બદલ વ્ભ્ઞ્ તેમ જ મનિપાલ તરફથી ૩૯૦૦ કરોડ રૂપિયા મેળવશે. આ ભંડોળનો ઉપયોગ કંપનીમાં લ્ય્ન્નો ૫૦.૯ ટકા હિસ્સો હસ્તગત કરવા પાછળ ફોર્ટિસ હૉસ્પિટલ બિઝનેસને મર્જ કર્યા પછી અસ્તિત્વમાં આવનારી નવી કંપની મનિપાલ હૉસ્પિટલ્સ તરફથી ખર્ચાશે. ફોર્ટિસનો હાલમાં ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની SRLમાં ૫૬.૬ ટકા હિસ્સો છે. એમાંથી એ ડીલ અનુસાર ૨૦ ટકા હિસ્સો મનિપાલ હૉસ્પિટલ્સને ૭૨૦ કરોડ રૂપિયામાં વેચશે. મનિપાલ પાછળથી આ હોલ્ડિંગ વધારશે. વિશ્લેષકો માને છે કે આ ડીલમાં ફોર્ટિસના હૉસ્પિટલ્સ બિઝનેસનું વૅલ્યુએશન નીચું જણાય છે અને એના વેચાણમાંથી ઊપજનારી રોકડના ઉપયોગ અંગે ઘણા પ્રfનાર્થ છે. આ સોદાના પગલે મનિપાલનું બૅકડોર લિસ્ટિંગ થઈ જશે. જે નવી કંપની અસ્તિત્વમાં આવશે એ એટલે કે મનિપાલ હૉસ્પિટલ્સ આ ક્ષેત્રમાં હાલની નંબર વન અપોલો હૉસ્પિટલ્સને પાછળ મૂકીને પ્રથમ સ્થાને આવી જશે. ફોર્ટિસ હેલ્થકૅરના શૅરધારકોને પ્રત્યેક ૧૦૦ શૅરદીઠ નવી કંપનીના ૧૦.૮૩ શૅર આપશે. ફોર્ટિસ ગ્રુપના અન્ય શૅરમાં રેલિગર એન્ટરપ્રાઇઝિસ ગઈ કાલે સાડાત્રણ ટકા વધીને ૫૪ રૂપિયા તો ફોર્ટિસ મલબાર હૉસ્પિટલ્સ ૫.૪ ટકા ગગડી ૫૮ રૂપિયા બંધ હતા.

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

શૅરદીઠ ૧૨૧૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સાથે મૂડીબજારમાં આવેલી સરકારી કંપની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે. BSE ખાતે ભાવ ૧૧૬૯ રૂપિયા ખૂલી ઉપરમાં ૧૧૮૪ રૂપિયા અને નીચામાં ૧૧૧૭ રૂપિયા થઈ છેલ્લે ૧૧૨૦ રૂપિયા બંધ હતો. કામકાજ ૨.૧૬ લાખ શૅરના હતા. NSEમાં ૧૬.૯૧ લાખ શૅરના વૉલ્યુમ સાથે શૅર ૧૧૫૨ રૂપિયા ખૂલી ઉપરમાં ૧૧૮૫ રૂપિયા નજીક અને નીચામાં ૧૧૨૧ રૂપિયા બતાવી અંતે ૧૧૩૨ રૂપિયા હતો. ૪૨૨૯ કરોડ રૂપિયાનો આ IPO કુલ મળીને ૯૯ ટકા જ ભરાયો હતો અને એમાં LICની મોટી મહેરબાની ન હોત તો ભરણું નિષ્ફળ નીવડ્યું હોત. હાઈ નેટવર્થ પોર્શન માત્ર ૩ ટકા તથા રીટેલ પોર્શન ૩૯ ટકા જ ભરાયા હતા. દરમ્યાન ૩૭૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે તગડા રીટર્નથી મંગળવારે લિસ્ટેડ થયેલી બંધન બૅન્ક ગઈ કાલે ઉપરમાં ૪૭૯ રૂપિયાના નવા શિખરે જઈ છેલ્લે પોણાબે ટકાથી વધુના ઘટાડે ૪૬૮ રૂપિયા બંધ હતો. ૪૨૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ભારત ડાયનેમિક્સ બે ટકાની નરમાઈમાં ૩૯૩ રૂપિયા, ૨૭૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ણ્ઞ્ ઇન્ફ્રા પરચૂરણ સુધારામાં ૨૯૭ રૂપિયા, ૧૯૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો એસ્ટર DM હેલ્થકૅર દોઢેક ટકો વધી ૧૬૭ રૂપિયાની નજીક તો ૧૪૮૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ગૅલૅક્સી સર્ફક્ટન્ટ્સ પોણો ટકો ઘટી ૧૫૦૦ રૂપિયા બંધ હતા.

IDBI બૅન્ક ફ્રૉડ પાછળ ફસડાયો


IDBI બૅન્ક દ્વારા એની આંધþ પ્રદેશ તથા તેલંગણ ખાતેની પાંચ બ્રાન્ચ તરફથી લોન આપવામાં ૭૭૨ કરોડ રૂપિયાનું કૌભાંડ થયાની જાહેરાત થતાં શૅર ગઈ કાલે સવાયા વૉલ્યુમમાં ૭૦ રૂપિયાની અંદર જઈ છેલ્લે સવાપાંચ ટકા તૂટી ૭૨ રૂપિયા બંધ આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસના મજબૂત વલણ પછી બૅન્કિંગ શૅર ગઈ કાલે એકંદરે પ્રૉફિટ- બુકિંગમાં હતા. બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી અડધા ટકાથી વધુ ઘટીને બંધ આવ્યા છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીની ૦.૪ ટકા જેવી સાધારણ પીછેહઠ સામે PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅરની પીછેહઠમાં બે ટકાથીય વધુ માઇનસ હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૦ શૅર પર નજર કરીએે તો વધેલા પ્રત્યેક શૅર સામે ચાર શૅર ડાઉન હતા. વધેલા આઠ શૅરમાંથી લક્ષ્મી વિલાસ બૅન્ક સવાત્રણ ટકા, સિટી યુનિયન બૅન્ક સવાત્રણ ટકા તથા સેન્ટ્રલ બૅન્ક દોઢ ટકાના સુધારામાં મોખરે હતા. IDBI બૅન્ક ટૉપ લુઝર હતો અને PNB, કર્ણાટકા બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, OBC, IDFC બૅન્ક, IOB, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સિન્ડિકેટ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, ICICI બૅન્ક, બંધન બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, કૅનેરા બૅન્ક જેવી ૨૦ જાતો દોઢ ટકાથી લઈને પોણાચાર ટકા સુધી ખરડાઈ હતી. PSU બૅન્કોમાં એકંદર ઢીલાશની અસરમાં PSU ઇન્ડેક્સ પણ ૫૩માંથી ૪૧ શૅરના ઘટાડે અડધો ટકો ઘટીને બંધ આવ્યો છે. સરકારી બૅન્ક ઉપરાંત અત્રે સેઇલ, MMTC, RFC, પાવર ફાઇનૅન્સ, હિન્દુસ્તાન કૉપર, શિપિંગ કૉર્પોરેશન, NMDC અને IFCI જેવી જાતો બેથી ચાર ટકા માઇનસ હતી.

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સના શૅર્સનો ભાવ ઇશ્યુ-પ્રાઇસથી સાત ટકા ઘટ્યો

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સના શૅર્સ બુધવારે BSE અને NSEમાં લિસ્ટ થયા હતા. BSEમાં શૅરનો ભાવ ૧૧૬૯ રૂપિયા ખૂલ્યો હતો અને ઉપરમાં ૧૧૮૪ સુધી અને નીચામાં ૧૧૧૭.૬૦ સુધી જઈ ૧૧૬૯ રૂપિયા બંધ રહ્યો હતો. શૅરનો ભાવ ૧૨૧૫ના ઇશ્યુભાવથી ૭.૧૩ ટકા નીચે એટલે કે ૧૧૬૯ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્ગલોરસ્થિત આ કંપનીનો ૩૪,૧૦૭,૫૨૫ શૅર્સનો IPO ૯૯ ટકા ભરાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK