પૉઝિટિવ માર્કેટ-બ્રેડ્થ સાથે બજારમાં સુધારાની આગેકૂચ

બંધન બૅન્ક લિસ્ટિંગની સાથે જ ટોચની ૫૪મા ક્રમની કંપની બની : રોકડામાં ઘટાડે આકર્ષણ પાછળ માર્કેટ-બ્રેડ્થ મજબૂત: V-માર્ટ ૬૧૫ ગણા કામકાજમાં વિક્રમી સપાટીએ પહોંચ્યો

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

દિવસ દરમ્યાન ૩૦૦ પૉઇન્ટ જેવી રેન્જ સાથે પૉઝિટિવ ઝોન પકડી રાખતાં શૅરબજાર ગઈ કાલે ૧૦૮ પૉઇન્ટ વધીને ૩૩,૧૭૪ તો નિફ્ટી ૫૩ પૉઇન્ટની આગેકૂચમાં ૧૦,૧૮૪ બંધ રહ્યો છે. આજે F&Oમાં માર્ચ વલણની પતાવટ છે ત્યાર પછી માર્કેટ મિની વેકેશનમાં બંધ રહેશે. સેન્સેક્સના ૩૧માંથી ૨૦ તો નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૅર ગઈ કાલે વધ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી એકધારા ઘટાડામાં વર્ષના તળિયે આવી ગયેલો IOC સાડાચાર ટકાની મજબૂતીમાં ૧૭૫ રૂપિયા નજીકના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. સેન્સેક્સમાં સ્ટેટ બૅન્ક ત્રણ ટકાની તેજીમાં મોખરે હતો. ગઈ કાલે સ્ટેટ બૅન્ક, ICICI બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, ઍક્સિસ બૅન્ક પોણા ટકાથી લઈ ત્રણ ટકા વધીને બંધ આવતાં સેન્સેક્સને લગભગ ૮૦ પૉઇન્ટ મળ્યા હતા. HDFC બૅન્ક આગલા લેવલે ટકેલો હતો. સેન્સેક્સના ૦.૩ ટકા જેવા સાધારણ સુધારા સામે મિડ કૅપ ઇન્ડેક્સ એક ટકો, સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૧.૪ ટકા અને બ્રૉડર માર્કેટનો માપદંડ ગણાતો BSE-૫૦૦ પોણા ટકાની નજીક વધીને આવતાં માર્કેટ-બ્રેડ્થ સારી એવી સ્ટ્રૉન્ગ જોવા મળી છે. NSE ખાતે તો ૩૭૨ શૅર નરમ હતા. સામે વધેલા શૅરની સંખ્યા ૧૧૪૨ રહી છે. BSEના ૧૯માંથી ૧૮ સેક્ટોરલ બેન્ચમાર્ક પ્લસમાં હતા. એકમાત્ર ટેલિકૉમની રિંગ દોઢ ટકાની નજીક કટ થઈ હતી.

ડાઉ પાછળ વિશ્વબજારો મૂડમાં

ચાઇના સાથે ટ્રેડવૉરના મામલે માનભેર સમાધાન શોધવા અમેરિકા તરફથી ઉત્સુકતા દર્શાવાતાં અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ સોમવારની મોડી રાત્રે ઉપરમાં ૨૪,૨૩૨ વટાવી છેલ્લે ૬૬૯ પૉઇન્ટની તેજીમાં ૨૪,૨૦૨ બંધ આવ્યો હતો. એની પાછળ વિશ્વબજારોમાં સોમવારનો સુધારો ગઈ કાલે વધુ સુદૃઢ થયો છે. જૂજ અપવાદ સિવાય તમામ એશિયન શૅરબજાર નોંધપાત્ર વધીને બંધ રહ્યાં છે. જૅપïનીઝ નિક્કી અઢી ટકા, તાઇવાન સવા ટકાથી વધુ, ચાઇના એક ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો, ન્યુઝી લૅન્ડ એક ટકો, સિંગાપોર પોણો ટકો, ઑસ્ટ્રેલિયા અડધો ટકો અને સાઉથ કોરિયન કોસ્પી અડધા ટકાથી વધુ પ્લસ હતા. યુરોપ મજબૂત ઓપનિંગ બાદ રનિંગ ક્વોટમાં પોણા ટકાથી લઈ પોણાબે ટકા સુધી ઉપર ચાલતા હતા. બ્રેન્ટ ક્રૂડ ૭૦ ડૉલર અને નાયમેક્સ ૬૬ ડૉલરની નીચે ટકેલા હતા. હાજર તેમ જ વાયદામાં વૈશ્વિક સોનું સાધારણ પીછેહઠ બતાવતું હતું. ચાંદી ટ્રૉય ઔંસ (૩૧.૧૦ ગ્રામ) દીઠ ૧૬.૭૦ ડૉલરે અથડાયેલી હતી. કૉમેક્સ કૉપર એક ટકો વધી પ્રત્યેક રતલ દીઠ ૩૦૦ ડૉલર બોલાતું હતુ. લંડન ઝિન્ક વાયદામાં સવા ટકાથી વધુની મજબૂતી આવી હતી.

બંધન બૅન્કનું લિસ્ટિંગ મજેદાર

શૅરદીઠ ૩૭૫ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો IPO બંધન બૅન્કનું લિસ્ટિંગ મજેદાર નીવડ્યું છે. BSE ખાતે ભાવ ૪૮૫ રૂપિયા ખૂલી ઉપરમાં ૪૯૮ રૂપિયા અને નીચામાં ૪૫૫ રૂપિયા બતાવી અંતે ૪૭૭ રૂપિયા બંધ આવ્યો છે. વૉલ્યુમ ૧૩૯ લાખ શૅરના હતા. NSEમાં ૯૧૧ લાખ શૅરના કામકાજમાં ભાવ ૪૯૯ રૂપિયા ખૂલ્યા બાદ નીચામાં ૪૫૫ રૂપિયા થઈ છેલ્લે ૪૭૭ રૂપિયા નજીક બંધ હતો. લિસ્ટિંગની સાથે જ ૫૬,૯૨૦ કરોડ રૂપિયાના માર્કેટકૅપમાં આ કંપની દેશની ટોચની ૧૦૦ કંપનીઓની યાદીમાં ૫૪મા ક્રમે આવી ગઈ છે. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી જાતોમાં ૪૨૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ભારત ડાયનામિક્સ ગઈ કાલે પોણાબે ટકા વધીને ૪૦૨ રૂપિયા બંધ હતો. ૨૭૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો HG ઇન્ફ્રા નજીવા સુધારામાં ૨૯૬ રૂપિયા, એસ્ટર DM હેલ્થકૅર કે જેની ઇશ્યુ પ્રાઇસ ૧૯૦ રૂપિયા હતી એ બે ટકાના ઘટાડે ૧૬૪ રૂપિયા, જ્યારે ૧૪૮૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો ગૅલૅક્સી સર્ફક્ટન્ટ્સ બે ટકા ઘટીને ૧૫૦૦ રૂપિયા બંધ હતા.

ફોર્ટિસ હેલ્થકૅરમાં ઊભરા પછી ઘટાડો

ફોર્ટિસ હેલ્થકૅરમાં વિદેશી ફન્ડ TPGના સપોર્ટ સાથે મનીપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝિસ તરફથી ટેકઓવરની ઑફર આવી હોવાના અહેવાલ પાછળ ફોર્ટિસ હેલ્થકૅરનો ભાવ ગઈ કાલે ૧૫૦ રૂપિયા ખૂલી ઉપરમાં ૧૫૪ રૂપિયા થઈ ગયો હતો, પરંતુ કંપની તરફથી આ મામલે હજી કશું નક્કર નથી અને કોઈ નિર્ણય લેવાયો નથી એવી સ્પષ્ટતા જારી થતાં ભાવ ૧૪૦ રૂપિયા થઈ છેલ્લે પોણાત્રણ ટકાની નબળાઈમાં ૧૪૪ રૂપિયા બંધ રહ્યો છે. વૉલ્યુમ લગભગ ત્રણેક ગણું હતું. દરમ્યાન હેલ્થકૅર ઇન્ડેક્સ ગઈ કાલે પણ ૬૯માંથી ૫૪ શૅરના સુધારામાં એકાદ ટકા વધ્યો છે. કૅપ્લિન પૉઇન્ટ લૅબ, નેક્ટર લાઇફ સાયન્સ, JB કેમિકલ્સ, FDC, બાયોકૉન, સિક્વન્ટ સાયન્ટિફિક, ફાઇઝર, વિમતા લૅબ, કૉપરાન, નોવાર્ટિસ, ડિવીઝ લૅબ, એસ્ટ્રા ઝેનેકા જેવી જાતો ચારથી સાત ટકા ઊંચકાઈ હતી. આગલા દિવસના તગડા જમ્પ બાદ કૅડિલા હેલ્થકૅર પ્રત્યાઘાતી ઘટાડે દોઢ ટકા ડાઉન હતો. તો સોમવારના દસેક ટકાના કડાકાને આગળ ધપાવતા યુનિકેમ નીચામાં ૨૮૦ રૂપિયા થઈ છેલ્લે અઢી ટકાની નબળાઈમાં ૨૮૮ રૂપિયા હતો.

V-માર્ટ રીટેલ વિક્રમી સપાટીએ


V-માર્ટ રીટેલમાં પ્રમોટર્સ હોલ્ડિંગની નવરચનાના ભાગરૂપ રોજના સરેરાશ ૧૨,૦૦૦ શૅર સામે ગઈ કાલે લગભગ ૭૫ લાખ શૅરના કામકાજમાં ૨૧૦૩ રૂપિયાની નવી વિક્રમી સપાટી બની હતી. ભાવ અંતે બે ટકા વધી ૧૯૨૯ રૂપિયા બંધ હતો. વર્ષ પૂર્વે આ શૅર ૭૨૭ રૂપિયાના તળિયે હતો. પિઅર ગ્રુપ ખાતે આદિત્ય બિરલા ફેશન્સ, અવેન્યુ સુપરમાર્ટ, કૅન્ટાબિલ રીટેલ, મંધાના રીટેલ બેથી સાડાચાર ટકા વધ્યા હતા. ફ્યુચર ગ્રુપ ખાતે ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ, ફ્યુચર લાઇફ સ્ટાઇલ, ફ્યુચર રીટેલ, ફ્યુચર કન્ઝ્યુમર, ફ્યુચર સપ્લાય ચેઇન પોણાથી પોણાત્રણ ટકા અપ હતા. ફ્યુચર માર્કેટ નેટવર્ક પાંચ ટકા ગગડીને ૧૧૪ રૂપિયા બંધ હતો. ટ્રેન્ટમાં સવા ટકાનો તો શૉપર્સ સ્ટૉપમાં બે ટકાનો ઘટાડો જોવાયો છે. કીટેક્સ ગાર્મેન્ટ્સ અને કેવલ કિરણ ક્લોધિંગ્સ પરચૂરણ વધ-ઘટે ફ્લેટ બંધ હતા.  

સરકારી બૅન્કોમાં મજબૂતી


સરકાર દ્વારા બૉરોઇંગ પૉલિસીના ભાગરૂપ ધારણાથી વિપરીત ચાલુ વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં સવાત્રણથી સાડાત્રણ લાખ કરોડની એકંદર અપ્ોક્ષા સામે ૨.૮૮ લાખ કરોડ રૂપિયાનું બજાર કરજ લેવાનો ઇરાદો જાહેર થતાં બૉન્ડના ભાવમાં અણધારી તેજી આવી છે. બૅન્કોને યીલ્ડ વધતાં માર્કેટ-ટુ-માર્કેટ ધોરણે થયેલા નુકસાનમાં આનાથી બૅન્કોને મોટી રાહત મળવાની છે. આ ગણતરી પાછળ ગઈ કાલે બૅન્કિંગ સેક્ટરના ૪૦માંથી માત્ર છ શૅર જ માઇનસમાં હતા. બૅન્કેક્સ એક ટકાની નજીક તો બૅન્ક નિફ્ટી પોણા ટકાથી વધુ સુધર્યા હતા. આગલા દિવસે પાંચેક ટકાનો તગડો જમ્પ લેનાર PSU બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧૨માંથી ૧૧ શૅરની આગેકૂચમાં ત્રણ ટકા વધ્યો છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૦.૭ ટકા અપ હતો. ઘટેલા છ શૅરમાં સેન્ટ્રલ બૅન્ક સવાબે ટકા સાથે મોખરે હતો, જ્યારે અલાહાબાદ બૅન્ક, કરૂર વૈશ્ય, IDBI, કૉર્પોરેશન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, PNB, યુનિયન બૅન્ક, દેના બૅન્ક સહિત બે ડઝન બૅન્કો દોઢથી સવાછ ટકા સુધી ઊંચકાઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK