બજાર પાસે વધુ ઊંચે જવા કિક નથી અને કડાકા માટે કોઈ જ કારણ નથી

ગયું સપ્તાહ કંઈક અંશે પ્રૉફિટ-બુકિંગમાં પસાર થયું છતાં એકંદરે બજાર રોજ પૉઝિટિવ બંધ રહ્યું. હવે મોટા ભાગના રોકાણકારોને મોટા કરેક્શનની અપેક્ષા અને પ્રતીક્ષા છે ત્યાં સુધી મોટી ખરીદી થવાની શક્યતા જણાતી નથી. બાકી બજારની એક ગંભીર નજર ગુજરાતની ચૂંટણી પર પણ છે. બાકી થોભો અને રાહ જુઓનો માહોલ છે

BSE

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા સપ્તાહમાં મૂડીઝના મૂડમાં બજારે જે ઉત્સાહ દર્શાવ્યો હતો એ સોમવારે આગળ વધશે એવી રોકાણકારોમાં આશા હતી જેને બદલે સોમવારે બજાર સાધારણ વધ-ઘટ સાથે માત્ર ૧૭ પૉઇન્ટના વધારા સાથે બંધ રહ્યું હતું. મંગળવારે બજારે સુધારો આગળ વધાર્યો હતો અને બજાર વધીને પાછું નીચે આવી ગયું હતું, પરંતુ સેન્સેક્સ ૧૧૮ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી વધીને ૧૦,૩૦૦ પર પહોંચી ગયો હતો. બુધવારે ફરી સાધારણ સુધારો જ આગળ વધ્યો હતો. ગુરુવારે આ જ રીતે બજાર ઊંચે જઈને પાછું ફરી ગયું હતું. છેવટે સાધારણ સુધારો જ નોંધાયો હતો. શુક્રવારે પણ વધુ-ઓછે અંશે આવો જ ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ ૯૧ પૉઇન્ટ વધીને ૩૩,૬૭૯ બંધ રહ્યો અને નિફ્ટી ૪૧ પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૧૦,૩૮૯ બંધ રહ્યો હતો જે ૧૦,૪૦૦ની નવી ઊંચી સપાટીને સ્પર્શીને પાછો ફર્યો હતો. કહેવાય છે કે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માહોલમાં સાવચેતી રહેશે. બજાર પાસે હાલમાં વધુ ઊંચે જવાની કોઈ મોટી કિક નથી અને કડાકા માટે કોઈ મોટાં કારણ નથી. જોકે બજારને હવે પછી ઇન્ટરનૅશનલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ (S&P) તરફથી પણ ભારતનું રેટિંગ સુધરવાના અહેવાલની પ્રતીક્ષા-આશા હતી. જોકે S&Pએ ભારતનું રેટિંગ યથાવત રાખ્યું છે. આઉટલુક પણ સ્ટૅબલ રાખ્યું છે છતાં એણે ભારતના આર્થિક સુધારાનાં કદમને બિરદાવ્યાં છે અને ૨૦૧૮થી ૨૦૨૦ દરમ્યાન ભારત નોંધપાત્ર વિકાસ કરશે એવો આશાવાદ પણ દર્શાવ્યો છે. જો રેટિંગ અપગ્રેડ કર્યું હોત તો બજાર મોટા ઉછાળા મારી શક્યું હોત એ નિશ્ચિત હતું. હવે જ્યારે એમ નથી થયું તો આગામી સપ્તાહમાં બજાર થોડી નિરાશા વ્યક્ત કરી શકે છે. જોકે રોકાણકારોએ એમાંથી લાંબા ગાળાના પૉઝિટિવ સંકેત લેવા જોઈએ.

તંદુરસ્ત કરેક્શનની જરૂર

બજાર સતત વધ-ઘટ કરવાને બદલે તંદુરસ્ત કરેક્શન અથવા ધીમી ગતિએ જ આગળ વધે એમાં સાર ગણાશે, કારણ કે એકધારી તેજીના ઉછાળા બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. જ્યાં ઊંચા ભાવે ખરીદનારા ઘટતા જશે અને વેચનારા વધતા જશે. રેટિંગનું અપગ્રેડ થવું એ આવકાર્ય ઘટના હોવા છતાં અહીં એ યાદ રાખવું પણ જરૂરી છે કે સરકારે હજી ઘણા સુધારા કરવાના બાકી છે. મૂડીઝ તરફથી ભારતનું રેટિંગ અપગ્રેડ થવાને લીધે બૅન્કિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લાભ થશે. વળી સરકારે લૉજિસ્ટિક સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપ્યો હોવાથી આ સેક્ટરને પણ લાભ થશે. આ સેક્ટર માટે આમ પણ વધતી ઇકૉનૉમીમાં સ્કોપ વધી જાય છે એથી આ સંજોગોમાં સારી લૉજિસ્ટિક કંપનીઓ રોકાણની મજબૂત તક બની શકે. અત્યારે રોકાણકારો મજબૂત બૅન્કો અને લૉજિસ્ટિક કંપનીઓમાં રોકાણનો વિચાર અવશ્ય કરી શકે.

વિદેશી ઇન્વેસ્ટરોની આશા


વિદેશી ઇન્વેસ્ટરો માને છે કે મૂડીઝના રેટિંગથી ભારતીય માર્કેટમાં રોકાણપ્રવાહ વધુ આવશે. ખાસ કરીને ડિસેમ્બર બાદ આ નવો પ્રવાહ વધુ વેગથી આવી શકે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના મામલે પણ વિદેશી રોકાણકારો આશાવાદી છે. તેમના મતે અત્યારે ભલે GSTના કારણે સેટબૅક આવ્યો હોય, પરંતુ ૨૦૧૮માં આ નવી ટૅક્સ-સિસ્ટમ મજબૂત અને પરિણામલક્ષી સાબિત થશે જેને લીધે ટૅક્સ-કલેક્શન વધશે અને બિઝનેસ પણ વધુ સ્પર્ધાત્મક બનશે. જોકે વિદેશી ઇન્વેસ્ટરો વિશે એવું પણ કહેવાય છે કે તેઓ ભારતીય માર્કેટમાં કરેક્શનની રાહ જોઈ રહ્યા છે. તેમની ધારણા મુજબનું કરેક્શન આવ્યા પછી તેઓ ખરીદી માટે સક્રિય બનશે. આ બાબત ભારતીય રોકાણકારો માટે સમજવા જેવી છે.

GSTના સુધારા માટે સક્રિયતા

GST બાબતે સરકાર સતત સુધારા કરી રહી છે અને વધુ સુધારા કરશે એવા સંકેત પણ સતત આપતી રહી હોવાથી વેપાર-ઉદ્યોગ વર્ગની નિરાશા ઘટતી રહે અને વિશ્વાસ વધી શકે છે. આમ કરવાનું કારણ એ છે કે GSTથી ધંધા-પાણીને ગંભીર અસર થઈ છે. ખાસ કરીને એની પદ્ધતિ અને ગૂંચવણોથી તેમ જ એમાં રહેલી ક્ષતિઓમાં વેપારોનાં નાણાં અટવાઈ જાય છે. તેમનાં પેમેન્ટ પણ અટવાઈ જાય છે અને ઓવરઑલ અસર એના ટર્નઓવર પર થાય છે. આ અસર હજી ત્રણથી છ મહિના રહી શકે, પરંતુ અત્યારે તો આ બાબત વેપાર-ઉદ્યોગનો વીક પૉઇન્ટ બની ગયો છે અને એટલે જ સરકાર વહેલી તકે આ સુધારા અમલી બનાવી એને સરળ માર્ગે મૂકવા ચાહે છે. બજાર માટે આ બહુ મહત્વનું પગલું છે. GST ભલે દેશના રેટિંગના સુધારા માટે કારણ બન્યું હોય, પરંતુ દેશના વેપાર-માહોલના સુધારા માટે GSTમાં સુધારા અનિવાર્ય છે. અલબત્ત, સરકાર આ દિશામાં સક્રિય અને ગંભીર છે. જાન્યુઆરીમાં આ વિષયમાં ધરખમ સુધારા આવવાના સંકેત છે.

બૅન્કોને ઉગારવાના ઉપાય


બૅન્કોની બૅડ લોન્સની સમસ્યાના ઉકેલ માટે સરકારે ઇન્સૉલ્વન્સી ઍક્ટ તૈયાર કર્યો છે જેમાં નાદાર કંપનીઓની ઍસેટ્સ વેચાવા નીકળે ત્યારે એને ખરીદવામાં વિલફુલ ડિફૉલ્ટર્સ ભાગ ન લઈ શકે તેમ જ અન્ય જરૂરી સુધારા સાથે સરકારે વટહુકમ બહાર પાડ્યો છે જેને પ્રેસિડન્ટની મંજૂરી પણ મળી જતાં બૅન્કિંગ સેક્ટર માટે સારી બાબત બની છે તેમ જ લેભાગુ વર્ગ આનો ગેરલાભ ન ઉઠાવી શકે એવી જોગવાઈ થઈ છે. બૅન્કિંગ સેક્ટરના આ સુધારાને પરિણામે ભવિષ્યમાં બૅન્કોની કામગીરી વધુ સારી થઈ શકે અને તેમને વધુ સ્કોપ મળી શકે. ડિફૉલ્ટનું પ્રમાણ ઘટી શકે. આશરે ૯ લાખ કરોડની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA) ધરાવતી આપણી બૅન્કો નવા કાનૂન હેઠળ જેકંઈ વસૂલ કરી શકશે એ નોંધનીય હશે. એટલું જ નહીં, ભવિષ્યમાં બૅડ લોન્સ મારફત બૅન્કો બૅડ બની જવાની શક્યતા પણ ઘટશે. એની લાંબા ગાળાની અસર થશે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ


૧. લાર્જ કૅપ વધુ વધી ગયા હોવાથી સિલેક્ટિવ સ્મૉલ - મિડ કૅપ પર નજર રાખવી

૨. દરેક કરેક્શન વખતે ખરીદીનો મંત્ર સફળતાનો મંત્ર બનશે

૩. આશરે ૧૬૦ સ્ટૉક્સ એની બાવન સપ્તાહની ટોચે પહોંચી ગયા છે

૪. મ્યુચ્યુઅલ ફન્ડ્સનો રોકાણપ્રવાહ સતત ચાલુ રહ્યો છે

૫. ઇન્કમ ટૅક્સ કાનૂનમાં પણ સુધારા થશે

૬. સરકારના આર્થિક સુધારાનો દોર ચાલુ રહેવાના સંકેત

૬. જે ગ્લોબલ ફન્ડ્સ ભારતના રેટિંગ સુધારાની રાહ જોતાં હતાં એ હવે નવા વર્ષથી ભારતમાં આવવા માંડશે.

ગુજરાત પર બજારની પણ નજર


બજાર ગુજરાતની ચૂંટણીને બારીકાઈથી જોઈ રહ્યું છે. ગુજરાત એ મોદીનો ગઢ ગણાતો હોવાથી આ ચૂંટણી મોદી માટે વધુ મહત્વની છે. એના પરિણામની બજાર પર ટૂંકા ગાળાની મોટી અસર થઈ શકે. જો BJP જીતી ગયું તો માર્કેટના જમ્પ નક્કી છે અને હારી ગયું તો કડાકા પણ નિશ્ચિત મનાય છે, કારણ કે આ હાર આગામી સમયના નિર્દેશ પણ આપી શકે છે. નોટબંધી અને GSTના પગલાથી મોદી સરકારની શાખ વધી કે ઘટી છે એનો સંકેત પણ આમાંથી ઉદ્ભવે તો નવાઈ નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK