ઊંચા GDPના આશાવાદને લીધે શૅરબજારમાં સુધારાની આગેકૂચ

ફ્રૉડકરણમાં સિમ્ભોલી શુગર અને OBC બૅન્કમાં તગડા કડાકા : એસ્ટર DMનું લિસ્ટિંગ નબળું રહ્યું : વકરાંગીમાં મંદીની સર્કિટનો સિલસિલો, ગીતાંજલિમાં નવી ઑલટાઇમ બૉટમ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


ડિસેમ્બર ક્વૉર્ટરનો GDP ગ્રોથ સાત ટકાની આસપાસ રહેવાની અટકળો અને એશિયન બજારમાં પૉઝિટિવ ટ્રેન્ડની હૂંફે ભારતીય શૅરબજારમાં સુધારાની આગેકૂચ જારી રહી હતી જેમાં સેન્સેક્સ ૩૦૩ પૉઇન્ટ વધીને ૩૪,૪૪૫ અને નિફ્ટી ૯૨ પૉઇન્ટની વૃદ્ધિમાં ૧૦,૫૮૨ના મથાળે બંધ રહ્યા હતા. આરંભથી અંત સુધી બજારમાં તેજી અકબંધ રહેતાં સેન્સેક્સ ઉપરમાં ૩૪,૪૮૩ અને નિફ્ટી ૧૦,૫૯૨ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સના ૩૧માંથી ૨૪ અને નિફ્ટીના ૫૦માંથી ૩૮ બ્લુચિપ સ્ટૉક વધ્યા હતા જેમાં મારુતિ સુઝુકી ૩.૪ ટકા, તાતા મોટર્સ ૩.૨ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક, ઍક્સિસ બૅન્ક ૩ ટકા, લાર્સન ૨.૮ ટકા, કોટક બૅન્ક ૨.૪ ટકા, મહિન્દ્ર-મહિન્દ્ર, અદાણી પોર્ટ્સ સવાબે ટકા અને ICICI બૅન્ક, HDFC બૅન્ક, પાવર ગ્રિડ, હીરો મોટોકૉર્પ, કોલ ઇન્ડિયા, ડૉ. રેડ્ડીઝ, HDFCના શૅરમાં એકથી પોણાબે ટકાની આસપાસ વૃદ્ધિ જોવા મળી હતી. તો બીજી બાજુ ઘટાડે બંધ રહેનાર સ્ટૉકમાં સન ફાર્મા અઢી ટકા, TCS ૧.૩ ટકા, ઇન્ફોસિસ સવા ટકા, ITC, વિપ્રો, ભારતી ઍરટેલ અને SBI અડધાથી સવા ટકાની આસપાસ ડાઉન હતા. પૉઝિટિવ માર્કેટ-બ્રેડ્થમાં BSE ખાતે ૧૫૭૫ શૅર ગ્રીન ઝોનમાં બંધ હતા, જ્યારે બીજી બાજુ ૧૧૭૨ જાતો ઘટાડે બંધ રહી હતી. કામકાજના અંતે બજારની માર્કેટકૅપ ૧૪૮.૫૦ લાખ કરોડ રૂપિયા હતી.

IDBI બૅન્ક સપ્તાહમાં ૩૨ ટકા વધ્યો


IDBI બૅન્ક આગેકૂચ જારી રાખતાં ગઈ કાલે ત્રણેક ગણા કામકાજમાં ૮૪ રૂપિયા નજીક વર્ષની નવી ઊંચી સપાટીએ જઈ છેલ્લે સવાબે ટકાના જમ્પમાં ૭૯ રૂપિયા બંધ રહ્યો છે. સળંગ છઠ્ઠા દિવસની મજબૂતીમાં આ શૅર ૬૨ રૂપિયા પરથી ૮૪ રૂપિયા જેવો થઈ ગયો છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૭૦ રૂપિયા આસપાસ છે. બૅન્કની ઇક્વિટી ૨૦૫૯ કરોડ રૂપિયા નજીક છે. બૅન્કમાં સરકારનું હોલ્ડિંગ ૭૭.૮ ટકા છે. LIC પાસે ૧૨.૭ ટકા માલ છે. કન્સોલિડેટેડ ધોરણે ગયા વર્ષાન્તે બૅન્કની ગ્રોસ NPA ૪૪,૭૫૨ કરોડ રૂપિયા કે સવાએકવીસ ટકાએ પહોંચી ગઈ છે. નેટ NPA ૧૩.૨ ટકા કે ૨૫,૨૦૬ કરોડ રૂપિયા છે. ડિસેમ્બર ૨૦૧૭ના અંતે પૂરા થયેલા ચાલુ વર્ષના નવ મહિનાના અંતે બૅન્કની ગ્રોસ NPA ૫૦,૬૨૨ કરોડ રૂપિયા કે ૨૪.૭ ટકા અને નેટ NPA ૨૯,૩૫૨ કરોડ રૂપિયા કે સોળ ટકાને વટાવી ગઈ છે. ઇનશૉર્ટ બૅન્કની બૅલૅન્સ-શીટ સાવ ખાડે ગયેલી છે. સરકારી મૂડીસહાયનાં ઇન્જેક્શન પર બૅન્ક માંડ-માંડ ટકેલી છે. હાલત ગમે ત્યારે કથળશે. ગયા વર્ષાન્તે બૅન્કની રિઝર્વ ૨૧,૨૦૩ કરોડ રૂપિયા હતી જેમાં રીવૅલ્યુએશનનો ફાળો ૫૪૧૮ કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ૨૦૧૭ના અંતે નેટ NPA બૅન્કની નેટવર્થ કરતાંય વધી ચૂકી છે.

સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝને ૩૫૦૦ કરોડનો ઑર્ડર

સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝને ઇન્ડિયન નેવી માટેના કમ્યુનિકેશન્સ નેટવર્ક માટે ૩૫૦૦ કરોડ રૂપિયાનો ઍડ્વાન્સ પર્ચેઝ ઑર્ડર મળ્યાના અહેવાલમાં શૅર ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૩૭૯ રૂપિયા નજીક જઈ છેલ્લે છ ટકાના જમ્પમાં ૩૬૩ રૂપિયા બંધ રહ્યો છે. બે રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૨૩ રૂપિયા આસપાસ છે. ડૉ. રેડ્ડીઝ લૅબના આંધþ પ્રદેશ ખાતેના શ્રીકાકુલમ પ્લાન્ટ USFDA  દ્વારા જારી થયેલ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ (EIRમાં) વર્તમાન સ્થિતિ યથાવત્ રાખવામાં આવી છે. મતલબ કે કંપનીને કોઈ રાહત આપવામાં આવી નથી. સરવાળે શૅર બમણા કામકાજમાં ૨૧૬૯ રૂપિયાના આગલા બંધ સામે ૨૦૮૦ રૂપિયા ખૂલ્યો હતો. ધીમો સુધારો કામે લાગતાં ભાવ ૨૧૯૪ રૂપિયા થઈ અંતે સવા ટકાના જમ્પમાં ૧૧૯૪ રૂપિયા બંધ રહ્યો છે. સુમિ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૧૮૭ રૂપિયાના આગલા બંધ સામે વિદેશી ફન્ડ હાઉસ CLSA તરફથી ૧૪૮૨ રૂપિયાના ટાગેર્ટ સાથે બાયનું રેટિંગ આવતાં શૅર ગઈ કાલે પાંચેક ગણા કામકાજમાં ૧૨૨૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે અડધા ટકાના ઘટાડામાં ૧૧૮૧ રૂપિયા હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે. વકરાંગી લિમિટેડ સળંગ છઠ્ઠા દિવસની મંદીની સર્કિટમાં પાંચ ટકા તૂટી ૧૮૦ રૂપિયા બંધ હતો. છ દિવસ પૂર્વે ભાવ ૨૫૭ રૂપિયા દેખાયો હતો.

એસ્ટર DMનું લિસ્ટિંગ નિસ્તેજ

શૅરદીઠ ૧૯૦ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળા એસ્ટર DM હેલ્થકૅરના IPOનું લિસ્ટિંગ નબળું રહ્યું છે. ભાવ BSE ખાતે ૧૮૨ રૂપિયા ખૂલી નીચામાં ૧૭૬ રૂપિયા અને ઉપરમાં ૧૮૮ રૂપિયા થઈ છેલ્લે ૧૮૦ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ૧૮૨૬ લાખ શૅરના હતા. NSEમાં શૅર ૧૮૩ રૂપિયાના ઑપનિંગ બાદ નીચામાં ૧૭૬ રૂપિયા અને ઉપરમાં ૧૮૮ રૂપિયા થઈ અંતે ૧૮૧ રૂપિયા હતો. કામકાજ ૧૦,૪૯૯ લાખ શૅરના હતા. ૯૮૦ કરોડ રૂપિયાનો આ IPO ૧.૩ ગણો ભરાયો હતો. રીટેલ પોર્શન ૧૧૮ ટકા તો હાઈ નેટવર્થ પોર્શન ૫૫ ટકા ભરાયા હતા. તાજેતરમાં લિસ્ટેડ અન્ય કેટલાક IPOની વાત કરીએ તો ૧૪૮૦ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો ગૅલૅક્સી સર્ફક્ટન્ટ્સ ગઈ કાલે નજીવો ઘટીને ૧૬૦૭ રૂપિયા, ૮૫૯ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો અમ્બર એન્ટરપ્રાઇઝિસ પોણો ટકો ઘટી ૧૧૧૮ રૂપિયા, ૨૫૬ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો ન્યુજેન સૉફ્ટવેર અઢી ટકાના વધારે ૨૩૯ રૂપિયા, ૨૪૫ રૂપિયાની ઇશ્યુપ્રાઇસવાળો અપોલો માઇક્રો સિસ્ટમ્સ નજીવો ઘટી ૩૧૧ રૂપિયા બંધ હતા.

ફ્રૉડકેસમાં સિમ્ભોલી અને OBC તૂટ્યા

નીરવ મોદી ફ્રૉડના પગલે ગીતાંજલિ ફ્રૉડ, રોટોમૅક ફ્રૉડ પછી હવે સિમ્ભોલી ફ્રૉડ બહાર આવ્યો છે. CBI દ્વારા OBC સાથે ૧૦૦ કરોડ રૂપિયા જેવા ધિરાણના મામલે કરાયેલી છેતરપિંડી અને ૯૭ કરોડ રૂપિયાની લોનના પેમેન્ટમાં ડીફૉલ્ટ થવા બદલ સિમ્ભોલી શુગર સામે કેસ દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલ પાછળ સિમ્ભોલી શુગર ૧૩.૫૦ રૂપિયાની નવેમ્બર ૨૦૧૫ પછીની નીચી સપાટી બનાવી છેલ્લે પોણાસોળ ટકાના કડાકામાં ૧૪ રૂપિયા બંધ હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૮૦ રૂપિયા નજીક છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૪૮.૬ ટકા છે. એમાંથી ૫૮ ટકા શૅર લોક-ઇન પિરિયડવાળા છે અને ૩૬.૪ ટકા માલ ગિરવી પડેલો છે. BSE ખાતે રોજના સરેરાશ ૮૭૦૦ શૅરની સામે ગઈ કાલે ૨.૯૬ લાખ શૅરનું વૉલ્યુમ હતું. કેન્દ્ર સરકારની ૫૮.૪ ટકા માલિકીવાળી OBC બૅન્ક ગઈ કાલે ચાર ગણા કામકાજમાં ૯૨.૫૦ રૂપિયાની જૂન ૨૦૧૬ પછીની નીચી સપાટી બતાવી છેલ્લે ૧૦ ટકાની ખુવારીમાં ૯૫ રૂપિયા બંધ રહ્યો છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૩૬૬ રૂપિયા છે. નવેક મહિના પૂર્વે પાંચમી મેએ આ શૅરમાં ૧૯૧ રૂપિયા જેવો ઊંચો ભાવ દેખાયો હતો. નવેમ્બર-૨૦૧૦ના આરંભે અત્રે ૫૨૫ પ્લસ રૂપિયાનું ઑલટાઇમ ટૉપ બન્યું હતું. નીમો ફ્રૉડ-ગ્રસ્ત પંજાબ નૅશનલ બૅન્ક ૧૧૦ રૂપિયાની જુલાઈ ૨૦૧૬ પછીની બૉટમ બતાવી છેલ્લે દોઢ ટકા અંદરના ઘટાડામાં ૧૧૨ રૂપિયા હતો. ગીતાંજલિ જેમ્સ નીચલી સર્કિટની હારમાળા આગળ ધપાવતા પાંચ ટકા તૂટીને ૨૩.૬૦ રૂપિયાના એક નવા ઑલટાઇમ તળિયે બંધ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK