બજારમાં રિકવરી ને કરેક્શન આગળ-પાછળ ચાલ્યા કરશે : સ્ટૉક-સ્પેસિફિક રહેવામાં સાર

કે પછી કરેક્શન પૂંરું થયું એવો અહેસાસ આપ્યો છે, પરંતુ આનાથી ફરી તેજી શરૂ થઈ હોવાનું માની લેવાની જરૂર નથી; ફરી કરેક્શન સંભવ છે, કેમ કે બજાર સામે હજી ચોક્કસ જોખમો, ગ્લોબલ અનિશ્ચિતતારૂપે વૉલેટિલિટી અને પડકારો ઊભાં છે

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

ગયા સપ્તાહની શરૂઆત વૉલેટિલિટી સાથે થઈ, થોડી રિકવરીનાં એંધાણ આપી બજાર છેવટે ૨૩૬ પૉઇન્ટ નીચે બંધ રહ્યું. મંગળવારે પણ બજાર વધ-ઘટ સાથે સાધારણ નીચે જ બંધ આવ્યું હતું. બજાર વધે પણ છે તો એ વધારો ટકતો નથી, એમાં તરત જ કરેક્શન આવી જાય છે. નવાઈની વાત એ છે કે ગ્લોબલ માર્કેટ્સના સુધારાની પણ આપણી બજાર પર પૉઝિટિવ અસર થઈ નહોતી, કેમ કે બૅન્ક-કૌભાંડનાં ભૂતો બજારના માથે પણ ધૂણી રહ્યાં છે. જોકે બુધવારે શરૂઆત પૉઝિટિવ થવા સાથે માર્કેટ બંધ પણ પૉઝિટિવ રહ્યું. ભાવો ઘટતા અટક્યા અને સેન્સેક્સ ૧૫૦ પૉઇન્ટ તેમ જ નિફ્ટી ૪૦ પૉઇન્ટ જેટલો સુધરીને બંધ રહ્યો હતો, જેને લીધે બજારે થોડો હાશકારો ફીલ કર્યો હતો. ગુરુવારે બજાર મંદ ગતિમાં જ રહ્યું. જોકે સેન્સેક્સ તેમ જ નિફ્ટી નજીવા ઘટ્યા હતા. શુક્રવારે બજારે ૩૨૨ પૉઇન્ટ જેવો ઉછાળો મારીને આર્ય આપ્યું હતું. બજેટ બાદ આ પહેલો ઉછાળો હતો. જોકે સતત કરેક્શનની સામે રિકવરીની આ એકમાત્ર ઝલક હતી. અત્યારે બજાર પાસે કોઈનેય મોટી આશા નથી.

હવે એવું જણાય છે કે જ્યાં સુધી PNB (પંજાબ નૅશનલ બૅન્ક) કૌભાંડની ચર્ચા અને એના છાંટા બહાર આવતાં રહેશે તેમ જ અન્ય બૅન્કોના લોચા કે ડિફૉલ્ટના અહેવાલો પણ બહાર આવતા જશે ત્યાં સુધી બજારને આગળ વધવા માટે કે સ્થિર થવા કોઈ નક્કર ટ્રિગર કે દિશા મળશે નહીં, પરિણામે નીચે ઊતરવા માટેનો એનો માર્ગ સરળ બનતો જશે, જે ક્યાં જઈને અટકશે એ અત્યારે તો કોઈ કહી શકે કે કળી શકે એમ નથી. એક લાંબી તેજી તરફ જતી બજારે એક લાંબી મંદી તરફ માર્ગ લઈ લીધો છે એમ તો ન કહેવાય, પરંતુ પોતાની ચાલ મંદ કરી નાખી છે, રોકાણકારોનો ઉત્સાહ મંદ કરી નાખ્યો છે અને નવી ઊંચાઈની આશા પર પાણી ફેરવી નાખ્યું છે.

લિસ્ટેડ બૅન્કોના ભાવોની દશા

PNB સ્કૅમના આ સમયગાળામાં ૩૯ લિસ્ટેડ બૅન્કોમાંથી ૩૧ બૅન્કોના શૅરના ભાવ નીચે ઊતરી ગયા છે જેમાં PNB ઉપરાંત પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, લક્ષ્મી વિલાસ બૅન્ક, યુનિયન બૅન્ક, અલાહાબાદ બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, દેના બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્રનો સમાવેશ છે. આ ભાવ ૨૩થી ૩૬ ટકાની રેન્જમાં ડાઉન થયા હતા. આ સાથે નિફ્ટીમાં સમાવિષ્ટ ૧૨ જાહેર ક્ષેત્રની બૅન્કોમાંથી ૧૧ બૅન્કો પણ ડાઉન ગઈ હતી જે લાંબી મંદીનો નિર્દેશ કરે છે. આમ બૅન્કોના શૅરોના ધોવાણને ધ્યાનમાં રાખતાં બૅન્કો માટે મૂડીબજારમાંથી રૂપિયા ઊભા કરવાનું કઠિન બનશે, એમને હવે સરકાર સિવાય કોણ રૂપિયા આપશે એ સવાલ છે અને સરકાર પણ ક્યાં સુધી અને કેટલી સહાય કરી શકશે?

મર્જર કે ખાનગીકરણ તરફ

હવે એક નોંધપાત્ર વાત એ જોવા મળે છે કે જાહેર ક્ષેત્રની નબળી બૅન્કોના મજબૂત બૅન્કો સાથે મર્જર કરવાના સરકારના વિચારને સ્થાને બૅન્કોના ખાનગીકરણનો વિચાર વધુ સક્રિય બની રહ્યો છે. આ બાબત હવે વધુ ને વધુ ગંભીર બનતી જાય છે. જેથી રોકાણકારો તેમ જ બૅન્કોના વર્તમાન શૅરધારકો માટે આ વિષયમાં વેઇટ ઍન્ડ વૉચ સિવાય કોઈ ઉપાય બચ્યો નથી. આમાં કેટલીક અગ્રણી પ્રાઇવેટ બૅન્કો માટે તક વધી શકે એને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું રોકાણ આવી બૅન્કોમાં પ્લાન કરી શકાય.

FIIની સતત વેચવાલી


વર્તમાન સંજોગોમાં FII (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો) સતત વેચવાલ રહ્યા છે. અમેરિકાની માર્કેટ અને બૉન્ડ્સના વ્યાજની સ્થિતિ એને માટે મુખ્ય કારણ ગણાય છે, જ્યારે આ ગ્લોબલ ઇન્વેસ્ટરો પણ હાલમાં ભારતીય બજાર માટે ખાસ આશા રાખી રહ્યા નથી, તેમની દૃષ્ટિએ પણ માર્કેટ હવે વધવા કરતાં ઘટવાના ચાન્સિસ વધુ છે જેથી તેઓ પ્રૉફિટ બુક કરી હાલમાં તો બજારની બહાર નીકળી રહ્યા છે. જોકે ચોક્કસ નીચા લેવલે તેઓ ફરી આવશે એ નક્કી છે. આ લેવલનો અંદાજ બાંધવો કઠિન છે એથી દરેક મોટો કડાકો એ ખરીદીનો સમય ગણાય.

બિઝનેસના માહોલ નકારાત્મક

જ્યારે પણ કોઈ મોટાં સ્કૅમ બહાર આવે છે ત્યારે એની સાથે-સાથે નાની-નાની ગેરરીતિઓ પણ બહાર આવતી જાય છે અને સંજોગો એવા સર્જા‍ય છે કે કૉન્ફિડન્સની ક્રાઇસિસ આવી જાય છે. તાજેતરના બૅન્ક-સ્કૅમ અને બૅન્કોની બૅડ લોન્સ-છેતરપિંડીના કિસ્સાઓની અસર બૅન્કોના શૅરો પર તો પડી જ છે, પરંતુ આ સાથે એની અસર જેમ્સ અને જ્વેલરી તથા ડાયમન્ડ ક્ષેત્ર પર પણ પડવાની ઊંચી સંભાવના છે. આ ઉદ્યોગમાં નાણાકીય સમસ્યા વધે એમ બની શકે. આ સેક્ટરની લિસ્ટેડ કંપનીઓના શૅરોના ભાવ પર પણ દબાણ આવે તો નવાઈ નહીં. ઉદ્યોગોને બૅન્કો પાસેથી ધિરાણ મેળવવાનું કઠિન બની શકે છે. આમ આ સમગ્ર પ્રકરણની અસર સ્થાનિક બિઝનેસ તેમ જ આયાત-નિકાસના કામકાજ પર પણ પડી શકે છે. આના છાંટા અન્ય વેપાર ક્ષેત્રો તેમ જ રોજગાર-સર્જન પર થવાની ભીતિ વ્યક્ત થાય છે. અલબત્ત, સરકાર અત્યારે તો આ સંજોગો વચ્ચે પણ દેશમાં વિદેશી અને સ્થાનિક રોકાણ વધારવાની દિશામાં કામ કરી રહી છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ઇન્વેસ્ટમેન્ટ સમિટ એનું ઉદાહરણ છે.

નાની ખાસ વાત

પંજાબ નૅશનલ બૅન્કના પ્રકરણને કારણે બજેટ બાદ બજાર પર જેની સૌથી વધુ અસર અને ચર્ચા જોવા મળી હતી એ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ (LTCG)નો મુદ્દો હાલ પૂરતો વીસરાઈ ગયો છે. રાધર, જાણે બજેટ જ ભુલાઈ ગયું છે. બજેટનાં પરિબળો કે પગલાંની અસર બાજુએ રહી ગઈ છે. સરકારે નવો વિશ્વાસ ઊભો કરવા કંઈક નક્કર નિર્ણય લેવા પડશે.

સેન્સેક્સ ૩૦,૦૦૦ પણ થઈ શકે

આમ તો બજાર પાસે વધવાનાં કારણો ઘટ્યાં છે જેમાં અત્યારે સૌથી મોટું પરિબળ પંજાબ નૅશનલ બૅન્કના બૅન્કિંગ સેક્ટર અને માર્કેટ પર પણ થયેલી ગંભીર વિપરીત અસરનું છે. વિશ્વવિખ્યાત ઇન્વેસ્ટમેન્ટ-ગુરુ માર્ક ફેબરે તાજેતરમાં તેમના નિવેદનમાં કહ્યું એ મુજબ સેન્સેક્સ ઘટીને ૩૦,૦૦૦ સુધી જઈ શકે છે. આપણે ગયા વખતે વાત કરી હતી કે હવેના સંજોગોમાં ૪૦,૦૦૦ના સેન્સેક્સની વાત કરનારાઓની બોલતી બંધ થઈ છે. જોકે હવે તેમની સામે સેન્સેક્સ નીચામાં ક્યાં સુધી જઈ શકે એવું ધારનારાનું બોલવાનું શરૂ થયું છે. માર્ક ફેબરના મતે હવે PNB પ્રકરણને લીધે વિશ્વાસની જે કટોકટી સર્જા‍ઈ છે એમાં માર્કેટ ૩૦,૦૦૦ની નીચે ગયું તો ૨૭ કે ૨૮ હજાર પણ થઈ શકે, પરંતુ લાંબા ગાળા માટે તેઓ ભારતીય માર્કેટ માટે આશાવાદી હોવાનું જણાવતાં ફેબરે ઉમેર્યું છે કે આ સમય તો માત્ર રાહ જોવાનો છે. આમાં રોકાણની ઉતાવળ કરવી જોઈએ નહીં. જેઓ લૉન્ગ ટર્મ માટે રિસ્ક લઈ શકે છે તેમણે પ્રત્યેક મોટા ઘટાડામાં શૅરો જમા કરવામાં સાર રહેશે, પરંતુ ત્રણથી પાંચ વર્ષના સમયગાળાની તૈયારી સાથે. અલબત્ત, રોકાણકારોએ બજારને બદલે સ્ટૉક સિલેક્ટિવ બનવું જોઈશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK