સેન્સેક્સ ૪૩૫ પૉઇન્ટના જમ્પમાં પ્રથમ વાર ૩૩,૦૦૦ની નવી ટોચે બંધ

ત્રણ બૅન્ક-શૅરના સુધારાથી સેન્સેક્સને ૫૭૫ પૉઇન્ટનો ફાયદો થયો : PSU બૅન્કોમાં ત્રણથી ૪૬ ટકા સુધીનો નોંધપાત્ર ઉછાળો

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સરકાર દ્વારા બૅન્કોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનું રિકૅપિટલાઇઝેશન અને ઇન્ફ્રા સેક્ટરમાં નવા મૂડીરોકાણના અહેવાલે ભારતીય શૅરબજાર આજે નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૨,૬૦૭ના પાછલા બંધથી ૩૮૮ પૉઇન્ટના જમ્પમાં ૩૨,૯૯૫ની નવી ટોચે ખૂલીને નીચામાં ૩૨,૮૦૪ના તળિયે ક્વોટ થયો હતો, પણ નીચા મથાળેથી બાઉન્સબૅક થઈ રિકવરીની ચાલમાં ૩૩,૧૧૭ના ઑલટાઇમ હાઈ લેવલે પહોંચ્યો હતો જે પાછલા બંધથી ૫૧૦ પૉઇન્ટનો ઇન્ટ્રા-ડે જમ્પ દર્શાવે છે. સેશનના અંતે બજાર ૪૩૫ પૉઇન્ટ કે ૧.૩૩ ટકાના ઉછાળે ૩૩,૦૪૨ના મથાળે બંધ રહ્યો હતો. તો નિફ્ટી કામકાજ દરમ્યાન ૧૦,૩૪૦ની વિક્રમી ઊંચાઈએ ક્વોટ થઈ અંતે ૮૮ પૉઇન્ટ કે ૦.૮૬ ટકા વધીને ૧૦,૨૯૫ના મથાળે બંધ થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૧માંથી ૨૪ શૅર પ્લસ હતા જેમાં SBI ૨૭.૬ ટકા, ICICI બૅન્ક ૧૪.૭ ટકા, લાર્સન ૫.૬ ટકા, ઍક્સિસ બૅન્ક ૪.૬ ટકા, ભારતી ઍરટેલ ૨.૭ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૨ ટકા, તાતા મોટર્સ દોઢ ટકા, મહિન્દ્ર-મહિન્દ્ર, NTPC, ઇન્ફોસિસ, વિપ્રો, ITCના શૅર ૧ ટકો વધ્યા હતા. તો બીજી બાજુ કોટક બૅન્કનો શૅર ૫.૫ ટકા, HDFC બૅન્ક ૩.૮ ટકા, HDFC ૨.૬ ટકા, લુપિન ૨.૨ ટકા, સન ફાર્મા ૨.૧ ટકા, એશિયન પેઇન્ટ્સ દોઢ ટકા, TCS, ડૉ. રેડ્ડીઝ લૅબ, તાતા સ્ટીલ, સિપ્લા, કોલ ઇન્ડિયા, મારુતિ સુઝુકીના શૅરમાં સાધારણથી પોણા ટકા સુધીની નરમાઈ જોવા મળી હતી. BSEની માર્કેટકૅપ ૧.૯૬ લાખ કરોડ રૂપિયા વધીને ૧૪૧.૭૯ લાખ કરોડ રૂપિયા થઈ હતી.

PSU બૅન્ક ઇન્ડેક્સ વર્ષની ટોચે

સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બૅન્કોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના રિકૅપિટલાઇઝેશનની જાહેરાતની હૂંફે PSU બૅન્કોના શૅર વધ્યા હતા જેના સહારે નિફ્ટી PSU બૅન્ક ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે ૩૦ ટકાના ઉછાળે ૪૦૪૧ની વર્ષની ટોચે ક્વોટ થઈ અંતે ૨૯.૬ ટકાની તેજીમાં ૪૦૦૯ બંધ થયો હતો. એના તમામ ૧૨ PSU બૅન્ક શૅર વધ્યા હતા તો BSE ખાતે લિસ્ટેડ તમામ સરકારી બૅન્કોના શૅરમાં ત્રણથી ૪૬.૨ ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો જેમાં પંજાબ નૅશનલ બૅન્કનો શૅર આરંભથી અંત તેજીની ચાલમાં ૨૦૨ રૂપિયાની વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ૪૬.૨ ટકાનો ઉછાળો દર્શાવી ૨૦૨ રૂપિયાના ભાવે બંધ થયો હતો. બૅન્કની માર્કેટકૅપ વધીને ૪૨,૯૬૩ કરોડ રૂપિયા થઈ હતી. એવી જ રીતે અન્ય બૅન્કોની વાત કરીએ તો અલાહાબાદ બૅન્ક ૨૨.૭ ટકા, આંધ્ર બૅન્ક ૧૯.૧ ટકા, બરોડા બૅન્ક ૩૧.૪ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩૪.૧ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧૭.૯ ટકા, કૅનેરા બૅન્ક ૩૮.૭ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧૫.૮ ટકા, કૉર્પોરેશન બૅન્ક ૨૦ ટકા, દેના બૅન્ક ૩ ટકા, IDBI બૅન્ક ૨૦ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨૧.૨ ટકા, IOB ૨૦ ટકા, ઓરિયન્ટલ બૅન્ક ૨૭ ટકા, પંજાબ-સિંધ બૅન્ક ૧૭ ટકા, SBI ૨૭.૭ ટકા, સિન્ડિકેટ બૅન્ક ૧૭.૫ ટકા, યુકો બૅન્ક ૨૦ ટકા, યુનિયન બૅન્ક ૩૪.૨ ટકા, યુનાઇટેડ બૅન્ક ૧૭.૫ ટકા અને વિજયા બૅન્ક ૮.૫ ટકા વધ્યો હતો. શૅરના ભાવમાં નોંધપાત્ર ઉછાળાના પગલે બૅન્કિંગ શૅરની સંયુક્ત માર્કેટકૅપમાં ૧.૧ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. બૅન્કેક્સ ઇન્ડેક્સ ૪.૭ ટકાના સુધારામાં ૨૮,૩૨૯ અને બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ ૩.૪ ટકાની મજબૂતીમાં ૨૫,૦૩૫ બંધ રહ્યો હતો.

રિલાયન્સ કમ્યુનિકેશન નવી બૉટમ ભણી

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની ફ્લૅગશિપ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સે ડાયરેક્ટ-ટુ- હોમ બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ નેગેટિવ અહેવાલના વસવસામાં આરકૉમનો શૅર ઇન્ટ્રા-ડે પાંચેક ટકાના કડાકામાં ૧૬.૧૫ રૂપિયાના ઐતિહાસિક તળિયાની નજીક ક્વોટ થઈ અંતે સવાત્રણ ટકાની નરમાઈ સાથે ૧૬.૫ રૂપિયાની નજીક બંધ રહ્યો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકૅપ ૪૦૯૪.૩૭ કરોડ રૂપિયા રહી હતી. છેલ્લે આ શૅરમાં ગઈ ૧૨ ઑક્ટોબરે ૧૫.૯૦ રૂપિયાનો ઐતિહાસિક નીચો ભાવ બન્યો હતો. ઊંચો ઋણબોજ અને ટેલિકૉમ સેક્ટરની મુશ્કેલીઓને પગલે છેલ્લા ત્રણ મહિનામાં રિલાયન્સ કમ્યુનિકેશન્સનો શૅર ૩૫ ટકા તૂટ્યો છે. વર્ષ પૂર્વે કંપનીનો ભાવ ૪૭.૭૫ રૂપિયા બોલાતો હતો. શૅરનું ઑલટાઇમ હાઈ લેવલ ૮૪૪ રૂપિયા છે જે ૨૦૦૮ની ૧૦ જાન્યુઆરીએ ઇન્ટ્રા-ડેમાં બન્યું હતું. ADAG ગ્રુપની અન્ય કંપનીઓની વાત કરીએ તો રિલાયન્સ કૅપિટલનો શૅર સુસ્ત ચાલમાં ૫૭૩ રૂપિયા, રિલાયન્સ પાવર અઢી ટકા વધીને ૪૦.૫ રૂપિયા અને રિલાયન્સ નવલ ઍન્ડ એન્જિનિયરિંગનો શૅર નામ માત્ર વધીને ૫૧.૮૦ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો.

HCL ટેક્નૉલૉજીમાં નરમાઈ

સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ધારણા કરતાં સારાં પરિણામ છતાં HCL ટેક્નૉલૉજીના શૅરમાં નરમાઈ જોવા મળી હતી. શૅર પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ૯૧૩ રૂપિયાના મથાળેથી ગગડીને ૮૭૬ રૂપિયાના તળિયે ગયો હતો, પણ પરિણામ બાદ શૅર સાધારણ રિકવર થઈ અંતે પોણા ટકાની નરમાઈમાં ૯૦૭ રૂપિયા બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૪૩,૦૦૦ શૅર સામે આજે ૩.૭૨ લાખ શૅરના કામકાજ થયા હતા. કંપનીએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૮.૬ ટકાની વૃદ્ધિમાં ૨૧૮૮ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ અને ૭.૯ ટકાના વધારામાં ૧૨,૪૩૪ કરોડ રૂપિયાની રેવન્યુ દર્શાવી છે. ડૉલર રેવન્યુ ૧૯૨૮ મિલ્યન ડૉલર નોંધાઈ છે. કંપનીએ IT ઇન્ડસ્ટ્રીઝના ઍવરેજ ગાઇડન્સ કરતાં ઊંચો ૧૦.૫થી ૧૨.૫ ટકાનો રેવન્યણુ ગાઇડન્સ મૂક્યો છે, જ્યારે HCL ટેકની કટ્ટર હરીફ અને ભારતની અગ્રણી IT કંપની ઇન્ફોસિસે એના રેવન્યુ ગાઇડન્સમાં બે ટકાનો ઘટાડો કર્યો છે. HCL ઇન્ફોસિસ્ટમ્સનો શૅર પણ પોણા ટકાના સુધારામાં ૪૮.૬ રૂપિયા અને ઇન્ફોસિસ ૧ ટકો વધીને ૯૩૫ રૂપિયા પ્લસ બંધ રહ્યો હતો. ૬૦માંથી ૨૫ શૅર પૉઝિટિવ ઝોનમાં રહેતાં IT ઇન્ડેક્સ નજીવો વધીને ૧૦,૪૦૭ હતો. સિãગ્નટી ૩.૫ ટકા, ટેક મહિન્દ્ર ૩ ટકા, ધ્ભ્વ્ત્ ૨.૮ ટકા, ન્યુક્લિઅસ બે ટકા, એમ્ફાસિસ ૧.૯ ટકા, વિપ્રો, માઇન્ડ ટ્રી, પોલારિસ, ઝેનસાર ટેક, નીટ ટેક, તાતા ઍલેક્સી, માસ્ટેકમાં પોણા ટકાની આસપાસ સુધારો જોવા મળ્યો હતો.

GICનું નિરાશાજનક લિસ્ટિંગ

બજારમાં રેકૉર્ડ તેજીની ચાલના સામા પ્રવાહે સરકારી વીમા કંપની જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (GIC)નું નિરાશાજનક લિસ્ટિંગ થયું હતું. BSE ખાતે GICનો ઇક્વિટી શૅર ૯૧૨ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૫૦ રૂપિયાના મથાળે ખૂલ્યા બાદ ઇન્ટ્રા-ડે ૧૪ ટકાના કડાકામાં ૭૮૦ રૂપિયાના તળિયે ક્વોટ થયો હતો. જોકે ત્યાર બાદ નીચા મથાળેથી બાઉન્સબૅક થઈ રિકવરીની ચાલમાં ૮૯૫ રૂપિયાના ઊંચા મથાળે થઈ અંતે ૮૭૦.૪ રૂપિયાના સ્તરે બંધ થયો હતો જે ઇશ્યુ પ્રાઇસની સામે શૅરના ભાવમાં ૪.૫ ટકાનો ઘટાડો જ્યારે લિસ્ટિંગ પ્રાઇસની તુલનાએ ૨.૪ ટકાનો સુધારો દર્શાવે છે. બંધ બજારે કંપનીની માર્કેટકૅપ ૭૬,૩૫૧ કરોડ રૂપિયા થઈ હતી. NSE ખાતે કંપનીનો શૅર નીચામાં ૭૮૦ રૂપિયા અને ઉપરમાં ૮૯૯ રૂપિયા થઈ સેશનના અંતે ૮૯૮ રૂપિયા બંધ થયો હતો. BSE IPO ઇન્ડેક્સ સાધારણ નરમાઈમાં ૪૬૮૬ બંધ હતો. એના ૩૩માંથી ૨૧ સ્ટૉક ડાઉન હતા જેમાં ઍપેક્સ ૩.૯ ટકા, ગોદરેજ ઍગ્રો ૩.૮ ટકા, PNB હાઉસિંગ ૩.૬ ટકા, AU બૅન્ક ૩.૪ ટકા, IEX ૩ ટકા, HPL ૨.૭ ટકા, કોચિન શિપ ૧.૧ ટકા, PSP પ્રોજેક્ટ ૧.૧ ટકા, SIS ૧ ટકા, આઇરિસ, રેડિકો સિટી, ICICI, ડિક્સનના શૅરમાં અડધા ટકાની નરમાઈ જોવા મળી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK