વીકલી ધોરણે આઠેક વર્ષની લાંબી તેજી સાથે શૅરબજારમાં જાન્યુઆરી વલણની વિદાય

૮૮,૦૦૦ કરોડના રીકૅપિટલાઇઝેશનની અવળી અસર, PSU બૅન્ક નિફ્ટી સવાપાંચ ટકા તૂટ્યો : બાયોકૉન અને ડૉ. રેડ્ડીઝમાં નબળાં પરિણામનો વસવસો: સ્મૉલ કૅપ અને મિડ કૅપ સતત બીજા દિવસે કમજોર, માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ક્રૂડ ફરીથી ગરમ થયા લાગ્યું છે. બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૭૧.ર૦ ડૉલરની નવેમ્બર ર૦૧૪ પછીની ઊંચી સપાટીએ બોલાયું છે. નાયમેક્સ ક્રૂડમાંય ૬૬.૪૪ ડૉલરની મલ્ટિયર ટૉપ બની છે. એની આડઅસરમાં સોનું ટ્રૉય ઔંસદીઠ (૩૧.૧૦ ગ્રામ) ૧૩૭૦ ડૉલરને વટાવી ગયું છે જે માર્ચ ર૦૧૪ પછીનું બેસ્ટ લેવલ છે. હાજર સોનું ૧૩૬૬ ડૉલર દેખાયું છે એ જુલાઈ ર૦૧૬ પછીની ટૉપ છે. વધતા ક્રૂડથી વૈશ્વિક શૅરબજારો સાવચેતીના મૂડમાં આવી ગયાં છે. ગઈ કાલે એશિયા ખાતે નિક્કી, સિંગાપોર, હૉન્ગકૉન્ગ, થાઇલૅન્ડના એક ટકાના ઘટાડાની સાથે મોટા ભાગનાં બજાર ડાઉન હતાં. યુરોપ મિશ્ર જણાતું હતું. ઘરઆંગણે ઑલટાઇમ હાઈનો સિલસિલો અને સળંગ છ દિવસના સુધારાની આગેકૂચને ગઈ કાલે બ્રેક લાગી છે. સેન્સેક્સ ૧૧૧ પૉઇન્ટ ઘટી ૩૬,૦પ૦ તો નિફ્ટી ૧૬ પૉઇન્ટની પીછેહઠમાં ૧૧,૦૬૯ બંધ રહ્યો છે. આ સાથે સેન્સેક્સમાં દોઢ અને નિફ્ટીમાં દોઢ ટકાથી વધુના સુધારા સાથે સપ્તાહ પૂÊરું થયું છે. વીકલી ધોરણે બજાર સળંગ આઠમા સપ્તાહે વધ્યું છે જે વર્ષ ર૦૧૦ પછીની પ્રથમ ઘટના કહી શકાય. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી નવ તો નિફ્ટીના પ૦માંથી ર૪ પ્લસ હતા. માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી જળવાઈ છે. NSE ખાતે ૬૦૯ શૅર વધ્યા હતા. સામે ૧૧૮પ કાઉન્ટર નરમ હતાં. મિડ કૅપ, સ્મૉલ કૅપ તેમ જ બ્રૉડર માર્કેટ સેન્સેક્સની તુલનામાં વધુ ઢીલા હતા. ઇન્ફી, TCS, વિપ્રો, HCL ટેક્નૉલૉજી સહિત પ૯માંથી ૪૩ શૅરના ઘટાડે IT ઇન્ડેક્સ ગઈ કાલે ઘણા દિવસે એક ટકાથી વધુની નરમાઈમાં બંધ આવ્યો છે. મેટલ તથા કૅપિટલ ગુડ્સને બાદ કરતાં ગઈ કાલે બજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા. NSE ખાતે બૅન્ક નિફ્ટી સિવાય બધુ લાલ હતું. UPLનો નફો બજારની ધારણા કરતાં ઘણો સારો આવવા છતાં શૅર સાડાછ ટકા તૂટીને ૭૬૮ રૂપિયા બંધ હતો. NSE ખાતે તો એ પોણાસાત ટકાની ખરાબીમાં નિફ્ટી-૫૦માં ટૉપ લુઝર બન્યો હતો. શુક્રવારે પ્રજાસત્તાક દિન નિમિતે શૅરબજાર બંધ રહેશે, પછી બજેટની ઊલટી ગિનતી કામે લાગશે.

ડૉ. રેડ્ડીઝ પરિણામ પછી ૧૩૬ રૂપિયા તૂટી ગયો

ડૉ. રેડ્ડીઝ લૅબ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં બજારની એકંદર ૩૩૭ કરોડ રૂપિયાની ધારણા સામે ૩૭ ટકાના ઘટાડામાં ૩૦૩ કરોડ રૂપિયાના ચોખ્ખા ત્રિમાસિક નફા સાથે માર્જિનમાંય ઘટાડો દર્શાવતાં શૅર રપ૯પ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ર૪પ૯ રૂપિયાની અંદર ઊતરી ગયો હતો. ભાવ છેલ્લે સવાબે ટકાની નબળાઈમાં રપ૦૪ રૂપિયા બંધ હતો. કામકાજ સવાત્રણ ગણા હતા. અન્ય ફાર્મા કંપની બાયોકૉને વેચાણ જાળવી રાખ્યું છે, પણ નેટ પ્રૉફિટ ૪૬ ટકા ઘટીને ૯૧.૯ કરોડ રૂપિયા થયો છે. શૅર સવાયા વૉલ્યુમમાં નીચામાં ૬૦૦ રૂપિયા થઈ અંતે ૪.૩ ટકાની ખરાબીમાં ૬૦૭ રૂપિયા બંધ હતો. ગ્રુપ કંપની સિન્જેન પણ નીચામાં ૬૧૪ રૂપિયા થઈ અંતે ૪.ર ટકા તૂટીને ૬ર૩ રૂપિયા હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ગુરુવારે ૧પ,ર૩૦ની ઇન્ટ્રા-ડે હાઈથી એક તબક્કે નીચામાં ૧પ,૦૦૪ થયો હતો. અંતે એ ૬૯માંથી ૪૭ શૅરના ઘટાડે પોણો ટકો નરમ રહ્યો છે. નિફ્ટી ફાર્માના ૧૦માંથી ૭ શૅર ડાઉન રહેતાં એમાં એક ટકાની નબળાઈ હતી. અરબિંદો ફાર્મા, લુપિન, કૅડિલા હેલ્થકૅર, સન ફાર્મા, ટૉરન્ટ ફાર્મા, ઇપ્કા લૅબ, ઍલેમ્બિક, અજન્ટા ફાર્મા, વૉકહાર્ટ જેવી ચલણી જાતો પોણા ટકાથી લઈને સવાત્રણ ટકાની આસપાસ ઢીલી હતી. વિમતા લૅબ તેજીની આગેકૂચમાં સાડાચાર ગણા વૉલ્યુમમાં ર૩૦ રૂપિયાના નવા શિખરે જઈને સવાઆઠ ટકા વધી ર૧પ રૂપિયા બંધ આવ્યો છે. કૅપ્લિન પૉઇન્ટ લૅબ, પેનેસિયા બાયો, હેસ્ટર બાયો, સુવેન ફાઇઝર, મર્ક, સનોફી, ડિવીઝ લૅબ, ફોર્ટિસ જેવી જાતો દોઢથી સાડાપાંચ ટકા અપ હતી.

સ્ટેટ બૅન્કમાં પાંચ મહિનાનો મોટો કડાકો નોંધાયો

બૅડલોન અને NPAના વધતા બોજના કારણે સરકારી બૅન્કોના ખાડે ગયેલા મૂડીપાયાને સુધારવા ર.૧૧ લાખ કરોડ રૂપિયાના રીકૅપિટલાઇઝેશન પ્રોગ્રામના ભાગરૂપ પ્રથમ તબક્કે ૮૮,૧૩૯ કરોડ રૂપિયાની મૂડીસહાયતાનું પૅકેજ સરકારે બુધવારે સાંજે જાહેર કર્યું. જોકે આ ભંડોળમાંથી ૬૦ ટકા નાણાં રિઝર્વ બૅન્ક તરફથી પ્રોમ્ટ ઍન્ડ કરેક્ટિવ ઍક્શન સ્કીમ (PCA) હેઠળ નબળી જાહેર થયેલી ૧૧ સરકારી બૅન્કોના ફાળે જશે. સરવાળે અન્ય બૅન્કોને ખાસ કશું મળવાનું નથી. રીકૅપિટલાઇઝેશન જાહેર થવાથી બૅન્કિંગ શૅર, ખાસ કરીને સરકારી બૅન્કોના શૅર ઝળકશે એવી આશા હાલમાં તો ઠગારી નીવડી છે. નિફ્ટી PSU બૅન્ક ઇન્ડેક્સ ગઈ કાલે નીચામાં ૩૭૪પ થઈ છેલ્લે સવાપાંચ ટકા ખરડાઈને ૩૭પ૭ બંધ હતો. એના ડઝનમાંથી તમામ શૅર ડાઉન હતા. IDBI બૅન્ક કે જેને ૮૮,૦૦૦ કરોડ રૂપિયાના પૅકેજમાંથી સૌથી વધુ એવી ૧૦,૬૧૦ કરોડ રૂપિયા મળવાના છે એ ઇન્ટ્રા-ડેમાં ૭૧ રૂપિયા નજીક જઈ અંતે પાંચ ટકાની ખરાબીમાં ૩૧૩ રૂપિયા હતો. પાંચ મહિનાનો આ મોટો એક-દિવસીય કડાકો છે. PNB અઢી ગણા કામકાજમાં સાત ટકા તૂટીને ૧૮૦ રૂપિયા, સિન્ડિકેટ બૅન્ક સાત ટકા, ઇન્ડિયન બૅન્ક ૬.૩ ટકા, યુનિયન બૅન્ક સવાપાંચ ટકા, કૅનેરા બૅન્ક ૪.૮ ટકા, વિજયા બૅન્ક ૩.૬ ટકા, આંધ્ર બૅન્ક ૪.૪ ટકા, OBC ૪.૮ ટકા, અલાહાબાદ બૅન્ક ૩.૮ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા બે ટકા, બૅન્ક ઑફ બરોડા છ ટકા લથડ્યા હતા.

અપવાદ તરીકે યુકો બૅન્ક કે જેને ૬પ૦૭ કરોડ રૂપિયા મળવાના છે એ તેર ગણા કામકાજમાં ઉપરમાં ૩૭ રૂપિયા નજીક જઈ અંતે સવાચાર ટકાના ઉછાળે ૩૩ રૂપિયા હતો. માર્કેટકૅપ હાલમાં ર૮પ૦ કરોડ રૂપિયાની આસપાસ છે અને મૂડીસહાય પેટે ૩૧૭૩ કરોડ રૂપિયા જાહેર થયા છે એવી બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ગઈ કાલે સવાબે ટકાના ઘટાડે ર૧ રૂપિયા નીચે બંધ આવ્યો છે. ગુરુવારે સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૦માંથી ૩ર શૅર માઇનસ હતા. બૅન્ક નિફ્ટી જોકે બારમાંથી પાંચ શૅરના સુધારામાં ૦.ર ટકા વધ્યો હતો. બૅન્કેક્સ નહીંવત ઢીલો હતો. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી પ શૅરની નરમાઈ વચ્ચે એક ટકો વધીને બંધ આવ્યો છે.

ભારત ઇલેક્ટ્રૉનિક્સમાં બાયબૅકનો કરન્ટ

કેન્દ્ર સરકારની ૬૬.૭ ટકા માલિકીની ભારત ઇલેક્ટ્રૉનિક્સમાં ૩૦ જાન્યુઆરીએ મળનારી બોર્ડ-મીટિંગમાં ત્રિમાસિક પરિણામની સાથે શૅરના બાયબૅકનો સમાવેશ થતાં શૅર ગઈ કાલે ચાર ગણા કામકાજમાં ૧૭૯ રૂપિયા વટાવી છેલ્લે બે ટકાની મજબૂતીમાં ૧૭૭ રૂપિયા બંધ રહ્યો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૩૧.પ૦ રૂપિયા જેવી છે. બાય ધ વે, PSU ઇન્ડેક્સ ગઈ કાલે પ૩માંથી ૪પ શૅરના ઘટાડામાં ૧.૮ ટકા કટ થયો હતો આટલો મોટો ઘટાડો મુખ્યત્વે સરકારી બૅન્કોના શૅરમાં ખરાબીને આભારી છે. કોલ ઇન્ડિયા, નાલ્કો, બાલમર લોરી, ગેઇલ, ઑઇલ ઇન્ડિયા જેવાં કાઉન્ટર લગભગ અડધાથી બે ટકા સુધારામાં હતાં. દરમ્યાન ભારત બિજલી દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૯૦ ટકા જમ્પમાં ૯૬પ રૂપિયાના ચોખ્ખા નફા સાથે બહેતર પરિણામ રજૂ થતાં શૅર ર૩ ગણા કામકાજમાં ૧પ૭૯ રૂપિયાની ઐતિહાસિક ટૉપ બનાવી છેલ્લે ૭.પ ટકાની તેજીમાં ૧૪૮૬ રૂપિયા બંધ હતો. લાર્સન ગ્રુપની લાર્સન ટેક્નૉલૉજીઝ સળંગ બીજા દિવસના તગડા ઉછાળે ૧૪રર રૂપિયાની નવી ઑલટાઇમ હાઈ બનાવી દસેક ટકા વધી ૧૩૩૭ રૂપિયા તો લાર્સન ઇન્ફોટેક પોણાબે ટકા વધી ૧રરર રૂપિયા બંધ હતા. લાર્સનમાં ૧૪રપ રૂપિયા (NSE ખાતે ૧૩ર૭ રૂપિયા)ની નવી સર્વોચ્ચ સપાટી બની હતી. ભાવ અંતે એકાદ ટકો વધીને ૧૪૧૩ રૂપિયા હતો.

મારુતિ સુઝુકી અડધા કલાકમાં ૧૬૭ રૂપિયા ડાઉન


મારુતિ સુઝુકી ગઈ કાલે દોઢા કામકાજમાં ૧.૬૦ ટકા ગગડી ૯ર૭૭ રૂપિયા બંધ રહ્યો છે. ભાવ ઇન્ટ્રા-ડેમાં ૯પ૦૦ રૂપિયા સુધી ગયા બાદ ધીમા ઘટાડે પોણાત્રણ વાગ્યાની આસપાસ ૯૪૦૩ રૂપિયા ચાલતો હતો જે માંડ અડધા કલાકમાં સીધો ૯ર૩૬ રૂપિયાના તળિયે પહોંચી ગયો હતો. કંપનીમાં ગઈ કાલે પરિણામ જાહેર થવાના હતા જેમાં ઍનલિસ્ટ/ ઇન્વેસ્ટર કૉન્ફરન્સ કૉલ મીટિંગનો સમય બપોરના ત્રણથી બદલીને ચારનો કરાયો હોવાની જાહેરાત થતાં કંઈક રંધાયું હોવાની શંકા જાગી હતી. કંપનીના ત્રિમાસિક રિઝલ્ટ બજાર બંધ પછી તરત જાહેર થયા હતા. કંપનીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં માત્ર ત્રણ ટકાના વધારામાં ૧૭૯૯ કરોડ રૂપિયા નફો કર્યો છે.

વેરાના બોજમાં વધારો તેમ જ અન્ય આવકમાં ઘટાડો ચોખ્ખા નફામાં એકંદર કમજોરીનું કારણ બન્યા છે. ત્રિમાસિક ગાળામાં વાહનોનું વેચાણ ૧૧.૩ ટકા વધીને ૪,૩૧,૧૧ર લાખ નંગ થયું છે. કાર્યકારી નફો રર ટકા વધી ૩૦૩૭ કરોડ રૂપિયા નોંધાયો છે. ફૉરેક્સ અને કૉમોડિટીના મોરચે આગામી સમય અનિશ્ચિતતાનો રહેવાની ભીતિ કંપનીએ વ્યક્ત કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK